તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Why Did The Indian Team Move From First To Second Place In The Test Championship, What To Do Now To Reach The Final?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને કેમ આવી ગઈ, ફાઇનલમાં પહોંચવા હવે શું કરવું પડશે?

11 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
 • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ સિસ્ટમમાં બદલાવ કર્યો છે. હવે ટીમોની રેન્કિંગ પોઈન્ટ્સના આધારે નહીં, પરંતુ પોઈન્ટ્સના પર્સેન્ટેજના આધારે થશે. નવી સિસ્ટમમાં ભારતીય ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગઈ છે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સાહનીએ કહ્યું કે, ક્રિકેટ કમિટી અને ચીફ એક્ઝિક્યુટિવ કમિટી બંનેએ આ નવી સિસ્ટમને સપોર્ટ કરી છે. આનાથી કોરોનાના કારણે ટેસ્ટ ન રમી શકનાર ટીમોને નુકસાન નહીં થાય.

નવી સિસ્ટમ લાગુ થયા પછી શું બદલ્યું છે? પહેલા સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી હતી? નવી સિસ્ટમની કઈ ટીમ પર કેવી અસર થશે? ચાલો જાણીએ....

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શું બદલાયું છે?

 • અનિલ કુંબલેની આગેવાનીમાં ICCની ક્રિકેટ કમિટીએ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમોની રેન્કિંગ પર્સેન્ટેજ બેઝીઝ પર કેલ્ક્યુલેટ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સિસ્ટમમાં ટીમો દ્વારા રમવામાં આવેલી સીરિઝ અને એ સીરિઝમાં તેમના પોઈન્ટ્સના આધારે પર્સેન્ટેજ કાઢવામાં આવે છે.

આનાથી ટીમોના પોઈન્ટ્સ ટેબલ રેન્કિંગમાં શું બદલાવ આયો?

 • નવી સિસ્ટમ પહેલા ભારતની ટીમ 360 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 292 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને હતી. નવી સિસ્ટમ આવ્યા પછી ભારતીય ટીમ બીજા નંબરે આવી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચી ગયું છે. તેનું કારણ એ છે કે ભારત ઓસ્ટ્રેલિયા કરતા એક સીરિઝ વધારે રમ્યું છે. અન્ય ટીમોના રેન્કિંગ પર આની કોઈ અસર થઇ નથી.

નવી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?

 • જો કોઈ ટીમ 6 સીરિઝ રમે છે તો મેક્સિમમ 720 પોઈન્ટ્સ મેળવી શકે છે. આ દરમિયાન 480 પોઈન્ટ્સ મેળવે છે તો તેના પર્સેન્ટેજ પોઈન્ટ્સ 66.67% છે. ત્યારે જ જો કોઈ ટીમ પાંચ સીરિઝ રમે છે તો તેના મેક્સિમમ 600 પોઈન્ટ્સ થઇ શકે છે. પાંચ સીરિઝ રમનાર ટીમના જો 450 પોઈન્ટ્સ હોય તો તેના પર્સેન્ટેજ પોઈન્ટ્સ 75% થશે.

તો પછી પહેલા વાળી સિસ્ટમ શું હતી અને કઈ રીતે કામ કરતી હતી?

 • 2019માં ICCએ ટેસ્ટ ચેમ્પિયનશિપની જાહેરાત કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, બે વર્ષના અંતે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 પર રહેનાર ટીમો ફાઇનલમાં ટકરાશે. દરેક ટીમ આ દરમિયાન ટોટલ 6 સીરિઝ રમશે, 3 સીરિઝ ઘરઆંગણે અને 3 સીરિઝ વિદેશમાં રમશે.

આ પણ વાંચો: રોહિતે મૌન તોડ્યું:હિટમેને કહ્યું- હું બેક ટૂ બેક મેચોના કારણે વનડે અને T-20 ટીમનો ભાગ નથી, મારુ ફોકસ ટેસ્ટ પર

આ બધી સીરિઝ જૂન 2021માં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા સમાપ્ત કરવાની છે

 • એક સીરિઝમાં 2 મેચ હોય, 4 કે 5, સીરિઝમાં કુલ 120 પોઈન્ટ્સ જ મળે છે. આ રીતે 6 સીરિઝમાં કુલ 720 પોઈન્ટ્સ જ મળે છે. મતલબ કે બે મેચની સીરિઝમાં હોય તો એક મેચ જીતવા પર 60 પોઈન્ટ્સ મળશે. જ્યારે પાંચ મેચની સીરિઝ હોય તો એક મેચ જીતવા પર 24 પોઈન્ટ્સ મળે છે. મેચ ડ્રો થવા પર બંને ટીમોને બરાબર પોઈન્ટ્સ મળે છે.
 • 1 ઓગસ્ટ 2019એ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ આ ચેમ્પિયનશિપની પહેલી મેચ હતી.
 • હવે આગળ જે પણ સીરિઝ રમાશે તેમાં પણ આ રીતે જ પોઈન્ટ્સ મળશે. જેમ કે ભારત ઓસ્ટ્રેલિયા 4 મેચની સીરિઝ રમશે, તો એક મેચ જીતવા પર ટીમને 30 પોઈન્ટ્સ મળશે, મેચ ટાઈ થાય તો 15-15 અને ડ્રો થાય તો 10-10 પોઈન્ટ્સ મળશે.

જ્યારે પોઈન્ટ્સ પહેલાની જેમ જ મળશે તો નવી સિસ્ટમ કેમ શરૂ કરી?

 • કોરોનાને કારણે માર્ચ 2020 પછી ઘણી ટીમોની સીરિઝ રદ્દ થઇ ગઈ. ICC જૂન 2021માં જ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ કરાવવા માગે છે. તેવામાં જો સીરિઝ રદ્દ થઇ, તેઓને ફરીથી કરાવી શકાય તેમ નથી.
 • નવી સ્થિતિમાં અમુક ટીમો માર્ચ 2021 સુધીમાં ટેસ્ટ ચેમ્પિયનશિપની 5 સીરિઝ રમશે તો અમુક 6. પાકિસ્તાન-બાંગ્લાદેશની તો એક સીરિઝ વચ્ચે જ અટકી ગઈ. બાંગ્લાદેશ તો માર્ચ 2021 સુધીમાં માત્ર અઢી સીરિઝ જ રમી શકશે.

નવી સિસ્ટમથી ટીમોના ફાઇનલમાં પહોંચવાની સંભાવના પર શું અસર થશે?

 • નવી સિસ્ટમથી પોઈન્ટ્સ ટેબલ પર વધુ અસર થાય તેની સંભાવના બહુ ઓછી છે. અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તેમાં માત્ર ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ જ એવી ટીમો છે જે ભારત અને ઓસ્ટ્રેલિયાને ટોપ-2થી નીચે લાવી શકે છે.
 • ન્યૂઝીલેન્ડને હવે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન સામે રમવાનું છે. જ્યારે, ઇંગ્લેન્ડે ફેબ્રુઆરીમાં ભારત સામે પાંચ મેચની સીરિઝ રમવાની છે.
 • જો ન્યૂઝીલેન્ડ બંને સીરિઝ જીતી જાય અને ઇંગ્લેન્ડ ભારતને હરાવી દે, તેમજ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે હારે તો ટેસ્ટ ચેમ્પિયનશિપ બહુ રોમાંચક થઇ જશે. કારણકે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેનાર 2 ટીમો વચ્ચે જ જૂનમાં ફાઇનલ રમાશે.

ભારતે હવે ફાઇનલ રમવા શું કરવું પડશે?

 • સૌથી પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી થતા ભારત માટે આ 4 ટેસ્ટની સીરિઝ જીતવી સરળ નહીં રહે. ઉપરથી વિરાટ કોહલી માત્ર પ્રથમ ટેસ્ટ જ રમશે. તેવામાં ટીમની મુશ્કેલી વધશે. તે પછી ટીમે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની સીરિઝમાં રમવાનું છે, અહીં ટીમની જીતવાની સંભાવના વધારે છે.

તેવામાં ટીમ ઇન્ડિયા માટે અમુક સંભવિત ગણિત આ પ્રમાણે છે
પ્રથમ સ્થિતિ

 • જો ભારત ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની બધી મેચ હારી જાય અને ઇંગ્લેન્ડ સામેની બધી મેચ જીતે તો તેના કુલ 480 પોઈન્ટ્સ થશે અને 66.67% પોઈન્ટ્સ પર્સેન્ટેજ થશે.
 • જ્યારે ન્યૂઝીલેન્ડ પોતાના ઘરે થનાર બંને સીરિઝ જીતે તો તેના પોઈન્ટ્સ 420 થશે અને 70% પોઈન્ટ્સ પર્સેન્ટેજ. તેવામાં ટીમ ઇન્ડિયા ફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે.

બીજી સ્થિતિ

 • જો ભારત ઇંગ્લેન્ડ સામેની બધી મેચ જીતી જાય અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ 3-1થી હારે તો તેના 510 પોઈન્ટ્સ અને 70.83 પોઇન્ટ પર્સેન્ટેજ થશે.
 • તેવામાં ન્યૂઝીલેન્ડ પોતાના ઘરે બંને સીરિઝ બધી મેચ જીતીને પણ ભારતથી પાછળ રહેશે.

ત્રીજી સ્થિતિ

 • જો ભારત ઇંગ્લેન્ડ સામેની બધી મેચો જીતે અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ 2-0થી હારે તો તેના 500 પોઈન્ટ્સ અને 69.44% પોઈન્ટ્સ પર્સેન્ટેજ થશે. આવામાં ન્યૂઝીલેન્ડ બાકીની બધી મેચો જીતે તો ભારત માટે મુશ્કેલી થશે. જોકે, જો ન્યૂઝીલેન્ડ બંને સીરિઝમાં એકપણ મેચ હારે તો ભારત માટે ટોપ-2માં સમાપ્ત કરવું સરળ થઇ જશે. કારણકે ન્યૂઝીલેન્ડની બંને સીરિઝ 2-2 મેચની છે અને એક મેચ હારવા પર તેને 60 પોઈન્ટ્સનું નુકસાન થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો