• Gujarati News
  • Sports
  • Cricket
  • Whoever Wins Will Face India On Sunday, Looking At The Record The Match Could Be Replayed Against Pakistan

રવિવારે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન?:આજે Pak Vs Hong Kong, જે જીતશે એ રવિવારે ભારત સામે ટકરાશે; જાણો શું કહે છે પાક.નો રેકોર્ડ

એક મહિનો પહેલા

આજે એશિયા કપમાં પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે લીગની છેલ્લી મેચ રમાશે. પાકિસ્તાન માટે આજે કરો યા મરો સમાન મેચ છે. આજે જે ટીમ જીતશે એ રવિવારે ભારત સામે ટકરાશે. રેકોર્ડ અને ટીમનું ફોર્મ જોતાં પાકિસ્તાન જીતી જશે એવું લાગી રહ્યું છે, એટલે કે 4 સપ્ટેમ્બર રવિવારે ભારત અને પાકિસ્તાનનો મહાસંગ્રામ ફરી જોવા મળી શકાય એમ છે.

હોંગકોંગ અને પાકિસ્તાનનો રેકોર્ડ

પાકિસ્તાન અને હોંગકોંગમાંથી જે જીતશે એ રવિવારે ભારત સામે ફરી એકવાર ટકરાશે.
પાકિસ્તાન અને હોંગકોંગમાંથી જે જીતશે એ રવિવારે ભારત સામે ફરી એકવાર ટકરાશે.

હોંગકોંગ અને પાકિસ્તાન વચ્ચે આજસુધી T-20 ઈન્ટરનેશનલમાં મેચ રમાઈ નથી. આજે પ્રથમવાર બન્ને ટીમ T-20 ઈન્ટરનેશનલમાં આમને-સામને ટકરાશે. જોકે બન્ને ટીમ વચ્ચે વન-ડેમાં 3 વખત મેચ રમાઈ છે અને ત્રણેય મેચમાં પાકિસ્તાને હોંગકોંગ સામે મોટી જીત મેળવી છે.

આ જ રેકોર્ડને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રવિવારે (4 સપ્ટેમ્બરે) ફરી ભારત અને પાકિસ્તાન સામે મેચ રમાઈ શકે છે. બન્ને ટીમ એશિયા કપમાં ફરી એકવાર આમને-સામને ટકરાઈ શકે છે.

ફાઈનલમાં પણ ટકરાઈ શકે છે ભારત અને પાકિસ્તાન

રેકોર્ડ્સને જોતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ફરી એકવાર ક્રિકેટનો મહાસંગ્રામ થઈ શકે છે.
રેકોર્ડ્સને જોતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ફરી એકવાર ક્રિકેટનો મહાસંગ્રામ થઈ શકે છે.

ભારત અને પાકિસ્તાન રવિવારે તો શું 11મી સપ્ટેમ્બરે ફાઈનલમાં પણ આમને-સામને ટકરાઈ શકે છે. બન્ને ટીમનાં પ્રદર્શનને જોતાં એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ શકે છે.

ભારત અને પાકિસ્તાન આજસુધી એશિયા કપની ફાઈનલમાં ટકરાઈ નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના ઈતિહાસમાં ફાઈનલ રમાઈ નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના ઈતિહાસમાં ફાઈનલ રમાઈ નથી.

ક્રિકેટનું મહાયુદ્ધ એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. આ બન્ને ટીમને લઈને બન્ને દેશોના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. જોકે અત્યારસુધીના એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ નથી. બન્ને ટીમ લીગ મેચમાં જ આમને-સામને ટકરાઈ છે. આ દરમિયાન ભારત 7 વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું છે, જ્યારે પાકિસ્તાન 3 વખત ચેમ્પિયન બન્યું છે.

પહેલી મેચમાં ભારત 5 વિકેટ જીત્યું

એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટ હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા 148 રનના પડકારને ટીમ ઈન્ડિયાએ 2 બોલ રાખીને 5 વિકેટે પાર પાડી લીધો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન કર્યા હતા. આ ઉપરાંત તેણે 3 વિકેટ પણ લીધી હતી. તો રવીન્દ્ર જાડેજાએ 35 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. બોલિંગમાં ભુવનેશ્વર કુમારનો કહેર જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.