તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICCનો પોલ:કોણ છે શ્રેષ્ઠ કેપ્ટન?; પાકિસ્તાનના PM ઇમરાન ખાને ભારતના કેપ્ટન વિરાટ કોહલીને નજીવા માર્જિનથી હરાવ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇમરાન ખાન અને વિરાટ કોહલીનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
ઇમરાન ખાન અને વિરાટ કોહલીનો ફાઈલ ફોટો.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ વર્લ્ડના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે. કોહલીનું બેટ વનડે, T -20 અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં બોલી રહ્યું છે. ICCએ પોતાના ટ્વિટર હેન્ડલથી પોલ દ્વારા પૂછ્યું કે શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે? તેમણે ચાર વિકલ્પ આપ્યા. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિન્ગ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન. આ પોલમાં વિરાટને પાછળ છોડીને ઇમરાને બાજી મારી.

કોને કેટલા વોટ મળ્યા?
ICCએ જવાબ આપવા 24 કલાકનો સમય આપ્યો હતો. સૌથી વધુ 47.3% વોટ ઇમરાન ખાનને મળ્યા હતા. જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 46.2% વોટ મળ્યા હતા. એબી ડિવિલિયર્સને 6% અને મેગ લેનિન્ગને 0.5 વોટ જ મળ્યા હતા.

ભારતનો કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લિવ પર ભારત પરત ફર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની સીરિઝ 1-1ની બરાબરી પર છે. અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેન ખાતે રમાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser