• Gujarati News
  • Sports
  • Cricket
  • While Sitting In The Dugout, Hitman Suddenly Raised His Hand To Siraj! Controversy Erupted As The Video Went Viral

રોહિતે સિરાજને 'ટપલી' મારી:ડગઆઉટમાં બેઠા હતા ત્યારે હિટમેને અચાનક સિરાજ પર હાથ ઉઠાવ્યો! વીડિયો વાઇરલ થતાં વિવાદ વકર્યો

13 દિવસ પહેલા

રોહિત શર્મા અને મોહમ્મદ સિરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટપલી મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે રોહિત અને સિરાજ ડગઆઉટમાં બેઠા હતા. બધા ખેલાડીઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક રોહિત સિરાજને ટપલી મારતો જોવા મળ્યો હતો.

કેમેરામેને સમગ્ર ઘટનાને કેદ કરી
થોડા સમય બાદ આ વીડિયો વાઈરલ થયો હતો. વીડિયો જોઈને લાગે છે કે રોહિત મસ્તીમાં સિરાજને ટપલી મારી રહ્યો છે. લગભગ એક વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન સિરાજનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે કુલદીપ યાદવની ગરદન પકડીને બેઠેલો જોવા મળી રહ્યો હતો.

મેચમાં સિરાજ ઈજાગ્રસ્ત થયો

  • મોહમ્મદ સિરાજ પહેલી T20 મેચ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને અસહ્ય પીડા થતા આંગળી પકડીને બેસી ગયો હતો.
  • સિરાજને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
  • જોકે ફિઝિયો તાત્કાલિક મેદાનમાં આવી ગયા હતા અને તેની સારવાર કરવાનું શરૂ કરી દીધું હતું.
  • ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી. બાદમાં તે પાટો બાંધીને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે ઓવરના પાંચમા બોલ પર રચિન રવિન્દ્રની વિકેટ પણ લીધી હતી.

સિરાજે છેલ્લી ઓવરમાં સારી બોલિંગ કરી
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મોહમ્મદ સિરાજે છેલ્લી ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. પહેલી ત્રણ ઓવરમાં તેની બોલિંગ કંઈ ખાસ નહોતી. મેચમાં તેણે 4 ઓવરમાં 39 રન આપ્યા હતા અને ત્યારે એક પણ વિકેટ લીધી નહોતી. તમને જણાવી દઈએ કે, સિરાજની T20 વર્લ્ડ કપમાં પસંદગી કરવામાં આવી નહતી. તે IPLમાં સતત બોલિંગ કરી રહ્યો હતો. આમ છતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...