તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પ્રોટોકોલ ઉલ્લંઘન:રોહિત શર્મા સિડની ટેસ્ટ રમશે કે નહીં, શું કહે છે ઓસ્ટ્રેલિયાના નિયમ?

સિડની2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ. આ દરમિયાન રોહિત, પંત, શુભમન અને શો પણ પ્રેક્ટિસ કરતાં દેખાયા હતા. - Divya Bhaskar
મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ. આ દરમિયાન રોહિત, પંત, શુભમન અને શો પણ પ્રેક્ટિસ કરતાં દેખાયા હતા.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 7 જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પહેલાં વાઇસ-કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતના 5 ખેલાડી આઇસોલેટેડ છે. આ સાથે જ લોકેશ રાહુલ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સિવાય ઝડપી બોલરો મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ઈજાને કારણે ભારત પરત ફર્યા છે.

આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે કોવિડ પ્રોટોકોલ તોડવાના આરોપનો સામનો કરી રહેલા રોહિત શર્મા, પૃથ્વી શો, શુભમન ગિલ, ઋષભ પંત અને નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં તક મળશે કે નહીં. જોકે પાંચેય ખેલાડી મંગળવારે ટીમ ઈન્ડિયાની બાકીની ટીમ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા અને ત્રીજી ટેસ્ટમાં તેઓ રમશે એ લગભગ નક્કી જ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ની તપાસમાં જો ટીમ ઈન્ડિયાના વાઇસ-કેપ્ટન રોહિત સહિત 5 ખેલાડી દોષી સાબિત થાય તોપણ તેમના પર પ્રતિબંધ મુકાય એવી શક્યતા ઓછી છે, કારણ કે ગયા મહિને (ડિસેમ્બરમાં) ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી-20 લીગ બિગ બેશમાં 2 ખેલાડી કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ દોષી જાહેર થયા હતા. તેમાંથી એક બ્રિસ્બેન હીટનો કેપ્ટન ક્રિસ લિન અને બીજો તે જ ટીમનો ડેન લોરેન્સ હતો. આ બંને ખેલાડી પર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ માત્ર એકવાર જ નહીં, પરંતુ ઘણી વખત લાગ્યો હતો. તેમને કોવિડ-19 પ્રોટોકોલની કલમ 1,3,4 અને 9 ના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ છતાં તેને ફક્ત દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમના પર મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો.

બેકઅપ હોવાને કારણે ટૂર રદ કરવી પડે તેવી શકયતા

  • ત્રીજી ટેસ્ટમાં 5 આઇસોલેટેડ ખેલાડીમાંથી 3નું રમવું લગભગ નક્કી છે. રોહિત, શુભમન અને પંત પ્લેઇંગ-11માં સામેલ હશે.
  • રોહિત જો રમશે તો ટીમ ઘણી મજબૂત થઈ જશે. જો પાંચેય ખેલાડી ન રમે તો ટૂર કેન્સલ કરવી પડી શકે છે.
  • કારણ કે ભારતીય ટીમમાં મયંક અગ્રવાલ સિવાય અન્ય કોઈ ઓપનર નથી.
  • જો ટૂર રદ ન થાય અને એ પાંચેય ખેલાડીને રમવાની પરવાનગી ન મળે તો રિદ્ધિમાન સાહા અથવા હનુમા વિહારી ઓપનિંગ કરી શકે છે.
  • તેવામાં મિડલ ઓર્ડરમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રવીન્દ્ર જાડેજા જ રહેશે, સાથે જ ટીમને 6 બોલર્સ સાથે મેદાનમાં ઊતરવું પડશે.

જો રોહિત સહિત પાંચેય ખેલાડી રમે, તો વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય ટીમ

  • બેટ્સમેન: રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), શુભમન ગિલ
  • ઓલરાઉન્ડર: હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન
  • વિકેટકીપર: રિદ્ધિમાન સાહા, ઋષભ પંત
  • બોલર: જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર.

જો રોહિત સહિત પાંચ ખેલાડી રમે તો વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય ટીમ

  • બેટ્સમેન: મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન)
  • ઓલરાઉન્ડર: હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન
  • વિકેટકીપર: રિદ્ધિમાન સાહા
  • બોલર: જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો