તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવાલ:કોહલી સુકાનીપદે રહેશે કે નહીં, આવનારા સમયમાં નક્કી થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી20 વર્લ્ડ કપ કોહલીનું ભવિષ્ય નક્કી કરશે: સબા કરીમ

ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી સતત ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ હારી ગયા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઇનલ, વર્લ્ડ કપ 2019 ની સેમી ફાઇનલ અને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિરાટ કોહલી નિષ્ફળ ગયો. હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થવા લાગ્યા છે.

ત્યારે પૂર્વ વિકેટકીપર સબા કરીમે વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઇને જણાવ્યું હતું કે વિરાટ કોહલી પર દબાણ સતત વધી રહ્યું છે અને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ તે નક્કી કરી શકે છે કે તે કેપ્ટન રહેશે કે નહીં. સબા કરીમે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીતે તો વિરાટ કોહલીને થોડી રાહત મળશે, નહીં તો તેની કેપ્ટનશિપ જોખમમાં છે.

સબા કરીમે વધુમાં કહ્યું કે, ‘ટી 20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ તેની કારકિર્દી માટે ખૂબ મહત્વની છે. વિરાટ કોહલી પર દબાણ વધી રહ્યું છે કારણ કે, તે જાણે છે કે, તેણે આઈસીસી ટ્રોફી હજી જીતી નથી. તો તેનો હેતુ ટી20 વર્લ્ડ કપ જીતવાનો રહેશે. જો ટીમ ઇન્ડિયા ટ્રોફી જીતે છે, તો મને લાગે છે કે, વિરાટ કોહલીને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...