તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • When Virat Met Anushka In The Ongoing Match; So Harbhajan Lashed Out At Sreesanth; Also Read IPL 2020's Top Controversy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL અને વિવાદ:જ્યારે વિરાટ ચાલુ મેચે અનુષ્કાને મળ્યો હતો; તો હરભજને શ્રીસંતને લાફો માર્યો હતો; IPL 2020ની ટોપ કોન્ટ્રવર્સી પણ વાંચો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2013માં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી: શ્રીસંત, અજિત ચંડેલા અને અંકિત ચવાણ સ્પોટ ફિક્સિંગમાં પકડાયા હતા
  • IPLની પહેલી સીઝનમાં જ હરભજને શ્રીસંતને લાફો માર્યો હતો, જ્યારે 2015માં વિરાટ ચાલુ મેચે અનુષ્કાને મળ્યો હતો
  • શાહરુખે વાનખેડે ખાતે સિક્યોરિટી ગાર્ડને અપશબ્દો બોલતાં 5 વર્ષ માટે તેના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ભાગ્યે જ કોઈ સીઝન એવી હશે કે જેમાં કોઈ નાનો-મોટો વિવાદ ના થયો હોય. IPLના એન્ટરટેઇનમેન્ટ સર્કસમાં દર વર્ષે કોઈ ને કોઈ વિવાદ થાય જ છે. એ પછી સ્પોટ ફિક્સિંગની વાત હોય કે હરભજને શ્રીસંતને લાફો મારવાની ઘટના હોય. એટલે સુધી કે IPL જેનું બ્રેન ચાઈલ્ડ છે તેવા લલિત મોદીને પણ IPLની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. આમ IPLની સીઝન ક્રિકેટના લીધે તો ચર્ચામાં હોય જ છે, પરંતુ ક્રિકેટ સિવાયનાં કારણોથી પણ એટલી જ ચર્ચામાં રહે છે. અહીં એક નજર નાખીએ IPLના કેટલાક વિવાદો પર.

1. સ્પોટ ફિક્સિંગ કેસ:
2013માં દિલ્હી પોલીસે શ્રીસંત, અજિત ચંડેલા અને અંકિત ચૌહાણને સ્પોટ ફિક્સિંગમાં પકડતાં ભારતીય ક્રિકેટ ફ્રેટર્નિટીમાં ભૂકંપ આવી ગયો હતો. શ્રીસંતને દિલ્હી પોલીસે તેના મિત્રના ઘરે પકડયો હતો, જયારે ચંડેલા અને ચૌહાણને મુંબઈ ખાતે ટીમ હોટલમાંથી પકડવામાં આવ્યા હતા. એ પછી BCCIએ પોતાની ઇન્ક્વાયરી કમિટી બેસાડી હતી અને ત્રણેય પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ત્રણેય રાજસ્થાન રોયલ્સના ખેલાડી હતા અને તેમની સાથે 11 બુકી પણ પકડાયા હતા. આને લીધે BCCIએ શ્રીસંતને કોઈપણ પ્રકારના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 2015માં શ્રીસંતને કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ તેના ઉપરનો પ્રતિબંધ હટાવ્યો નહોતો. એના પછી શ્રીસંતે કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી અને 2017માં કેરળ હાઈકોર્ટે તેના ઉપરથી લાઈફ ટાઈમ બેન ઉઠાવી લીધો હતો. શ્રીસંત પરનો 7 વર્ષનો પ્રતિબંધ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો.

2013માં દિલ્હી પોલીસે શ્રીસંત, અજિત ચંડેલા અને અંકિત ચૌહાણને સ્પોટ ફિક્સિંગમાં પકડતાં ભારતીય ક્રિકેટ ફ્રેટર્નિટીમાં ભૂકંપ આવી ગયો હતો.
2013માં દિલ્હી પોલીસે શ્રીસંત, અજિત ચંડેલા અને અંકિત ચૌહાણને સ્પોટ ફિક્સિંગમાં પકડતાં ભારતીય ક્રિકેટ ફ્રેટર્નિટીમાં ભૂકંપ આવી ગયો હતો.

વિંદુ દારાસિંહ, ગુરુનાથ મૈયપન અને રાજ કુન્દ્રાનાં નામ પણ સામે આવ્યાં હતાં
આ સ્પોટ ફિક્સિંગના લીધે દેશભરમાં ક્રિકેટપ્રેમીઓને આઘાત લાગ્યો હતો. ક્રિકેટર્સ અને બુકી સાથેની પૂછપરછમાં વિંદુ દારાસિંહનું નામ બહાર આવ્યું હતું. એના પછી ચેન્નઈ સુપરકિંગ્સના પ્રિન્સિપલ ગુરુનાથ મૈયપન અને રાજસ્થાન રોયલ્સના કો-ઓનર રાજ કુન્દ્રાનું પણ નામ સામે આવ્યું હતું. આ કોન્ટ્રવર્સીના ભાગરૂપે IPLના ચેરમેન રાજીવ શુક્લાએ રાજીનામું આપ્યું હતું. જોકે એ જ વર્ષે શ્રીસંત, ચંડેલા, મૈયપન અને વિન્દુસિંહને જામીન મળી ગયા હતા. BCCIના ઇન્ક્વાયરી કમિશનને મૈયપન અને રાજ કુન્દ્રા વિરુદ્ધ કોઈ પ્રૂફ મળ્યા ન હતા. રસપ્રદ રીતે 2 વર્ષ સુપ્રીમ કોર્ટે એન. શ્રીનિવાસનને BCCIમાં કોઈ પોઝિશનમાં રહેવાની મનાઈ કરી દીધી હતી. જયારે શ્રીસંત, ચંડેલા અને ચૌહાણને સ્પોટ-ફિક્સિંગ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ચેન્નઈ સુપરકિંગ્સના પ્રિન્સિપલ ગુરુનાથ મૈયપન.
ચેન્નઈ સુપરકિંગ્સના પ્રિન્સિપલ ગુરુનાથ મૈયપન.

2. જયારે હરભજન સિંહે શ્રીસંતને લાફો માર્યો
25 એપ્રિલ 2008ના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની PCA સ્ટેડિયમ મોહાલી ખાતેની મેચ પછી હરભજન સિંહે શ્રીસંતને લાફો માર્યો હતો. સચિન તેંડુલકર ઈજાગ્રસ્ત હતો, તેથી તેની ગેરહાજરીમાં હરભજન મુંબઈની કપ્તાની કરી રહ્યો હતો. કુમાર સંગાકારાના 94 રનની સહાયથી પંજાબે મેચ જીતી હતી અને આ મુંબઈની સતત ત્રીજી હાર હતી.
મેચ સમાપ્ત થઇ એ પછી બંને ટીમના પ્લેયર્સ હાથ મિલાવી રહ્યા હતા ત્યારે હરભજને શ્રીસંતને લાફો માર્યો હતો. એ પછી શ્રીસંતનો રોતો વીડિયો વાઇરલ થયો હતો. તેને સાથી વીઆરવી સિંહ અને ટીમ ઓનર પ્રીટિ ઝિન્ટાએ છાનો રાખવાનો પ્રયાસ કરી રહ્યાં હોય એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. કહેવામાં આવે છે કેપ્ટ્ન હરભજન શ્રીસંત જે રીતે તેના બેટ્સમેનને સેન્ડ ઓફ આપી રહ્યો હતો એનાથી ગુસ્સે થઇ ગયો હતો. ત્યારે IPLના કમિશનર લલિત મોદીએ કહ્યું હતું કે “રેફરીએ વીડિયો જોયા પછી હરભજનને ગિલ્ટી માન્યો છે. હાથ મિલાવવાની જગ્યાએ હરભજને તેને લાફો માર્યો હતો. તેને આ સીઝનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.”

હરભજને લાફો માર્યા પછી શ્રીસંત.
હરભજને લાફો માર્યા પછી શ્રીસંત.

3. શાહરુખ ખાનને 5 વર્ષ માટે વાનખેડેમાં પ્રવેશવા પર પ્રતિબંધ
2012માં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને શાહરુખ ખાનને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર 5 વર્ષનો બેન કર્યો હતો. શાહરુખે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન સાથે બોલાચાલી કરી હતી અને તેમજ સિક્યોરિટી ગાર્ડને એલફેલ બોલ્યો હતો. 16 મે 2012ના રોજ કોલકાતા નાઈટરાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની વાનખેડે ખાતેની મેચ કોલકાતાએ આરામથી જીતી હતી. મેચ પછી શાહરુખ ખેલાડીઓ સાથે મેદાન ઉપર સેલિબ્રેટ કરવા માગતો હતો, પરંતુ સિક્યોરિટી ગાર્ડે તેને રોક્યો હતો, કારણ કે તે પ્લેયર્સ માટે રિઝર્વ્ડ એરિયામાં જઈ રહ્યો હતો અને શાહરુખે પિત્તો ગુમાવ્યો હતો. MCAના પ્રેસિડેન્ટ વિલાસરાવ દેશમુખે તેના પર પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે “MCAની મેનેજિંગ કમિટીએ મીટિંગમાં આ નિર્ણય લીધો હતો કે શાહરૂખે કોઈપણ પ્રકારના પ્રોવોકેશન વગર ઓફિશિયલ્સ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને સિક્યોરિટીવાળાને ધમકાવ્યો હતો. આથી અમે 5 વર્ષ માટે તેના વાનખેડેમાં પ્રવેશ પર બેન મૂકીએ છીએ.” 2015માં જયારે શરદ પવાર MCAના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે શાહરુખ ઉપરના પ્રતિબંધને પાછો લીધો હતો.

2012માં એક મેચ પછી શાહરુખે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન સાથે બોલાચાલી કરી હતી અને તેમજ સિક્યોરિટી ગાર્ડને એલફેલ બોલ્યો હતો.
2012માં એક મેચ પછી શાહરુખે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન સાથે બોલાચાલી કરી હતી અને તેમજ સિક્યોરિટી ગાર્ડને એલફેલ બોલ્યો હતો.

4. રવીન્દ્ર જાડેજા એક વર્ષ માટે IPLથી બહાર થયો હતો
રવીન્દ્ર જાડેજાને 2010ની IPLમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. તેણે રાજસ્થાન રોયલ્સ સાથેનો કોન્ટ્રેક્ટ રિન્યુ નહોતો કર્યો અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. IPLના કમિશનર લલિત મોદીએ કહ્યું હતું કે "IPLની ગવર્નિંગ બોડીએ નિર્ણય લીધો છે કે તે આ સીઝનમાં ભાગ નહીં લઈ શકે. IPLની ગવર્નિંગ બોડીએ પ્લેયર ગાઇડલાઇન્સ નક્કી કરી છે અને દરેક ખેલાડીએ તેનું પાલન કરવું જરૂરી છે. કોઈ ખેલાડી જો મનમાની કરવાનું અથવા ફ્રેન્ચાઈઝ અથવા કોઈ પણ બોડીને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરશે તો અમે એવું ચલાવી નહીં લઈએ.”

2010માં જાડેજાએ રાજસ્થાન રોયલ્સ સાથેનો કોન્ટ્રેક્ટ રિન્યુ નહોતો કર્યો અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.
2010માં જાડેજાએ રાજસ્થાન રોયલ્સ સાથેનો કોન્ટ્રેક્ટ રિન્યુ નહોતો કર્યો અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.

5. લલિત મોદી પર લાઈફટાઈમનો પ્રતિબંધ
IPL જેમનું બ્રેન ચાઈલ્ડ છે તેવા લલિત કુમાર મોદીને 2010ની IPL પછી BCCI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોદી IPLના પહેલા ચેરમેન અને કમિશનર હતા અને 2008-2010 સુધી IPL તેમણે ચલાવ્યું હતું. તેઓ 2005થી 2010 દરમિયાન BCCIના વાઈસ-પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. 2010માં મોદીએ આરોપ મૂક્યો હતો કે શશિ થરૂરને કોચી ટસ્કર્સની ટીમમાં ફ્રીમાં ભાગ મળ્યો છે, જે પછી થરૂરે કોચીની ટીમમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. એ પછી કોચીની ફ્રેન્ચાઈઝે મોદી પર તેમને હેરેસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોચીની ટીમનું કહેવું હતું કે મોદી ઇચ્છતા હતા કે બીજું કોઈ ગ્રુપ ફ્રેન્ચાઈઝ માટેની બીડ જીતે અને એ માટે તેઓ તેમની સાથે એવું કરી રહ્યા હતા. એ ઉપરાંત મોદી પર 2010 અને 2011ના ઓક્શન ફિક્સ કરવાનો આરોપ પણ હતો તેમજ મિસકન્ડકટ, ઇન્ડિસિપ્લિન અને ફાઇનાન્સિયલ ઇરેગ્યુલારિટીના પણ ચાર્જ હતા. BCCIએ તપાસ પછી 2013માં તેમને લાઈફટાઈમ માટે બેન કર્યા હતા. જોકે મોદી આ તમામ આરોપ નકારતા આવ્યા છે. તેઓ તપાસ પૂરી થાય એ પહેલાં જ લંડન જતા રહ્યા હતા અને આજની તારીખમાં પણ ત્યાં જ છે.

લલિત મોદી પર 2010 અને 2011ના ઓક્શન ફિક્સ કરવાનો આરોપ પણ હતો તેમજ મિસકન્ડકટ, ઇન્ડિસિપ્લિન અને ફાઇનાન્સિયલ ઇરેગ્યુલારિટીના પણ ચાર્જ હતા.
લલિત મોદી પર 2010 અને 2011ના ઓક્શન ફિક્સ કરવાનો આરોપ પણ હતો તેમજ મિસકન્ડકટ, ઇન્ડિસિપ્લિન અને ફાઇનાન્સિયલ ઇરેગ્યુલારિટીના પણ ચાર્જ હતા.

6. જ્યારે ચાલુ મેચે વિરાટ અનુષ્કાને મળ્યો હતો
17 મે 2015ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) વચ્ચે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી હતી. વરસાદને લીધે મેચ અટકી, ત્યારે કેપ્ટન વિરાટ કોહલી પ્લેયર્સ ડ્રેસિંગ રૂમની બાજુના VIP એરિયામાં હાજર અનુષ્કાને મળ્યો હતો. આ બદલ બંનેની ભારે ટીકા થઈ હતી.

વિરાટ કોહલી 2015માં IPLની એક ચાલુ મેચ દરમિયાન અનુષ્કા શર્માને મળ્યો હતો.
વિરાટ કોહલી 2015માં IPLની એક ચાલુ મેચ દરમિયાન અનુષ્કા શર્માને મળ્યો હતો.

ચાલુ મેચે ખેલાડીઓને ટીમ સિવાય કોઈની પણ સાથે કોમ્યુનિકેટ કરવાની મનાઈ હોય છે, ત્યારે BCCI એન્ટી-કરપ્શન યુનિટના હેડ તરીકે ફરજ નિભાવતા આ રૂલ બ્રેક અંગે બોર્ડને જાણ કરાઈ હતી. બોર્ડે કોહલીને દોષી માન્યો હતો પણ આને માઇનોર ભૂલ કહીને તેના પર કોઈ ચાર્જ લગાવ્યો નહોતો. બ્રેક બાદ વરસાદને લીધે એ મેચ શરૂ જ નહોતી થઈ અને રદ કરવામાં આવી હતી.

IPL 2020ની ટોપ કોન્ટ્રવર્સી
બાલ્કની વિવાદ: રૈનાએ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું લીધું
કોરોના મહામારીને લીધે IPL 2020ની સીઝન UAEમાં રમાઈ હતી. સુરેશ રૈના ટીમ સાથે UAE તો ગયો, પણ ત્યાં પહોંચીને તેણે 4 દિવસની અંદર ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. રૈનાને ટીમ મેનેજમેન્ટે બાલ્કની સાથેનો અટેચ્ડ રૂમ ન આપતાં તેણે આમ કર્યું હોવાની વાતો સામે આવી હતી. રૈનાએ ભારત પરત ફર્યા પછી પણ અંગે ખુલાસો કર્યો નહોતો. જોકે તેણે પછીથી કહ્યું હતું કે બાલ્કની વિવાદવાળી વાત ખોટી હતી. ઉલ્લેખનીય છે કે મિસ્ટર IPL તરીકે જાણીતો સુરેશ રૈના ચેન્નઈ કિંગ્સ સાથે જોડાઈ ગયો છે અને આ સીઝનમાં ફરી એકવાર ધમાલ કરતો દેખાશે.

રૈના 5368 રન સાથે IPLમાં ઓલટાઈમ હાઈએસ્ટ રનસ્કોરરની સૂચિમાં બીજા સ્થાને છે.
રૈના 5368 રન સાથે IPLમાં ઓલટાઈમ હાઈએસ્ટ રનસ્કોરરની સૂચિમાં બીજા સ્થાને છે.

સુનીલ ગાવસ્કર vs અનુષ્કા શર્મા
IPL 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચમાં કોમેન્ટરી દરમિયાન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અંગત જીવન વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ તો એવું કહ્યું કે ગાવસ્કર જેવા મહાન ક્રિકેટર પાસેથી આવા પ્રકારનાં શબ્દો અને ભાષાની અપેક્ષા ક્યારેય ન હતી. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં પોતાના જવાબમાં કહ્યું હતું કે 'મિસ્ટર ગાવસ્કર, હું આપના નિવેદન સામે કંઇક કહેવાનું પસંદ કરીશ. આપને આ પ્રકારની વાત કરવાની જરૂર શું હતી, જેમાં પતિના ખરાબ પ્રદર્શન માટે પત્નીને જવાબદાર ગણવામાં આવે. મને વિશ્વાસ છે કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તમે કોમેન્ટરી દરમિયાન દરેક ક્રિકેટરની અંગત જિંદગીને રમતથી દૂર રાખ્યા છે. શું તમને એવું નથી લાગતું કે મારા અને વિરાટના કિસ્સામાં પણ આવું જ થવું જોઈએ.

અનુષ્કાએ આગળ લખ્યું- મને લાગે છે કે મારા પતિના ખરાબ પ્રદર્શનને જણાવવા માટે આપની પાસે અનેક શબ્દ અને વાક્યો જરૂર હશે. શું આમાં મારું નામ જોડવું જરૂરી હતું? આ 2020 ચાલી રહ્યું છે. પણ મારા માટે હજી સુધી વસ્તુઓ બદલાઇ નથી. રમતના મામલામાં મને અથવા મારું નામ ઘસડવાનું ક્યારે બંધ કરવામાં આવશે. ક્યારે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનબાજી બંધ થશે.

આકાશ ચોપરા vs જેમ્સ નિશમ
ભારતના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ પોતાના એક યુટ્યૂબ વીડિયોમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે જેમ્સ નિશમને પ્લેઈંગ-11માં સ્થાન કેમ આપ્યું. નિશમ મેચ વિનર ખેલાડી નથી. જ્યારે એક ફેને સોશિયલ મીડિયા પર કિવી ખેલાડીનું આ અંગે ધ્યાન દોર્યું તો નિશમે ચોપરા પર નિશાન સાધતાં તીખો જવાબ આપ્યો હતો. તેણે લખ્યું કે "18.5ની બેટિંગ એવરેજ અને 90ની સ્ટ્રાઇક રેટથી પણ બહુ બધી મેચો જીતી શકાતી નથી."

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો