તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત ફરી ક્યારે વિશ્વ વિજેતા બનશે?:2011માં ભવ્ય જીત બાદ ભારતે 5 વર્લ્ડ કપ ગુમાવ્યા; 3 T20 અને 2 વનડે, 4 ધોનીની કેપ્ટનશિપમાં હતા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
2011 પછી ભારતીય ટીમ માત્ર એક જ વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચી શકી છે. - Divya Bhaskar
2011 પછી ભારતીય ટીમ માત્ર એક જ વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચી શકી છે.
  • 2011ની ભવ્ય જીત બાદ નાની-નાની ભૂલોના પગલે ભારતે 5 વર્લ્ડ કપમાં હારનો સામનો કર્યો છે
  • ભારતને T20માં પ્રથમ બેટિંગ દરમિયાન ટાર્ગેટ સેટ કરવામાં તકલીફો પડી રહી છે

2011ના વર્લ્ડ કપની જીતના ભારતે 2 એપ્રિલના રોજ 10 વર્ષ પૂરા કર્યા છે. તે ટૂર્નામેન્ટમાં રમનારા ખેલાડીઓ અને દેશભરના ક્રિકેટ ફેન્સ અત્યારે વર્લ્ડકપમાં જીતની યાદોને ફરીથી માણી રહ્યા છે. સવાલ એ હતો કે 2011નો વર્લ્ડકપ તો અવશ્ય ભારતે જીત્યો હતો, પરંતુ હવે બીજો વર્લ્ડ કપ ક્યારે જીતશે? કારણ કે ત્યારપછી ભારતે 5 વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન દાખવ્યું હતું, પરંતુ તેમાનો એક પણ જીતી શકી નથી. 3 T20 અને 2 વનડેના વર્લ્ડકપની વાત કરીએ તો 2019નો પ્રવાસ બાદ કરતા, આ તમામ 4 વર્લ્ડ કપની કમાન ધોનીએ સંભાળી હતી, તો 1માં ભારતનો આક્રમક કેપ્ટન કોહલી કાર્યભાર સંભાળી રહ્યો હતો.

2012 T-20 વર્લ્ડ કપમાં સુપર-8માં અટવાયા
2011માં વનડે વર્લ્ડ કપની જીત સાથે લગભગ 17 મહિના પછી ભારતીય ટીમની સામે T20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ હતી. પ્રથમ રાઉન્ડમાં સારુ પ્રદર્શન દાખવ્યા પછી સુપર-8માં ભારતે ઓસ્ટ્રલિયા સામે ખરાબ પ્રદર્શન દાખવતા ટીમનું સમીકરણ બદલાઈ ગયું હતું. ભારતની નેટ રન-રેટ ઘણી ઓછી હોવાથી વિરોધી ટીમ પર જીત દાખવ્યા બાદ પણ સેમિફાઈનલમાં પ્રવેશી શક્યું નહોતું.

યુવી-ધોનીની ધીમી બેટિંગના પગલે 2014 T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હાર નસીબ થઈ હતી
યુવી-ધોનીની ધીમી બેટિંગના પગલે 2014 T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હાર નસીબ થઈ હતી

2014માં દિગ્ગજોની સ્લો-બેટિંગ લઈ ડૂબી
2014 T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં યુવી-ધોનીની ધીમી બેટિંગના પગલે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલમાં યુવીએ 21 બોલમાં 11 રન અને ધોનીએ 7 બોલમાં 4 રન બનાવ્યા હતા. જેમાં ભારતે 4 વિકેટના નુકસાને 130 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમે સરળતાથી 13 બોલ બાકી હતા તે પહેલા સ્કોર ચેઝ કર્યો હતો. 2011ની હારનો બદલો તેઓએ આ વર્લ્ડ કપની ફાઈનલમાં લીધો હતો.

2015ના વર્લ્ડ કપમાં કાંગારૂઓએ ભારતના વિજય રથને રોક્યો હતો
2015ના વર્લ્ડ કપમાં કાંગારૂઓએ ભારતના વિજય રથને રોક્યો હતો

2015ના વર્લ્ડ કપમાં ભારતને કાંગારૂઓએ હરાવ્યા
ભારતીય ટીમે 2015માં ઓલરાઉંન્ડ પ્રદર્શન દાખવીને 6માંથી 6 મેચને જીતીને ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયમાં પ્રથમ બેટિંગ દરમિયાન 7 વિકેટ પર 328 રન બનાવ્યા હતા. ભારત તેના જવાબમાં 233 રન જ બનાવી શક્યો હતો.

વિરાટ કોહલી એન્ડ ટીમના ઓલરાઉંન્ડ પ્રદર્શન હોવા છતા ભારત 2016 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હાર્યું હતું
વિરાટ કોહલી એન્ડ ટીમના ઓલરાઉંન્ડ પ્રદર્શન હોવા છતા ભારત 2016 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હાર્યું હતું

2016માં વેસ્ટઈન્ડિઝે ભારતને માત આપી
ભારતીય ટીમે 2016 T20 વર્લ્ડ કપમાં સુપર-10 રાઉંન્ડની અંદર 4માંથી 3 મેચ જીતી હતી. પરંતું સેમિફાઈનલમાં ભારતે આક્રમક બેટિંગ કરીને માત્ર 2 વિકેટના નુકસાનમાં 192 રન બનાવ્યા હતા. પરંતુ જેના જવાબમાં વેસ્ટઈન્ડિઝના ખેલાડી લેન્ડલ સિમંન્સે 51 બોલમાં 82 રન અને આંદ્રે રસેલે 20 બોલમાં 43 રનની ઈનિંગ રમીને 2 બોલ પૂર્વે પોતાની ટીમને મેચ જીતાડી હતી.

2019ના વર્લ્ડ કપમાં ધોની જ્યારે રન આઉટ થયો, એ પળ ભારતીય ફેન્સને જીંદગીભર યાદ રહેશે
2019ના વર્લ્ડ કપમાં ધોની જ્યારે રન આઉટ થયો, એ પળ ભારતીય ફેન્સને જીંદગીભર યાદ રહેશે

2019નો એક રન આઉટ ક્રિકેટ ફેન્સ માટે હાર્ટબ્રેકિંગ રહ્યો
આ વનડે વર્લ્ડકપ 1992ના ફોર્મેટમાં યોજાયો હતો, જેમાં લીગ રાઉંન્ડની તમામ ટીમોએ એકબીજા વિરૂદ્ધ રમવાનું હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે 9માંથી 7 મેચ જીતી હતી. આ મેચની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટના નુકસાને 239 રન બનાવ્યા હતા. પરંતું તેના જવાબમાં ભારતના બેટ્સમેન ફેલ સાબિત થયા હતા અને 24 રન પર 4 વિકેટ ગુમાવી બેઠા હતા. જાડેજા અને ધોનીએ સારુ પ્રદર્શન દાખવ્યું હતું, પરંતું ધોનીના રન આઉટ થયા પછી બાજી પલટાઈ ગઈ હતી. જેમાં ભારતીય ટીમ માત્ર 221 રન સુધી પહોંચી શકી હતી અને ફરી એકવાર ભારતનું વિશ્વવિજેતા બનવાનું સપનું સાકાર થઈ શક્યું ન હતું.

T20માં વિનિંગ ટાર્ગેટ સેટ કરવામાં તકલીફો
છેલ્લા ઘણા વર્ષોથી ભારત T20માં યોગ્ય ટાર્ગેટ સેટ નથી કરી શકતું. T20 વર્લ્ડ કપ 2014ના ફાઈનલ અને 2016ના સેમિફાઈનલમાં ભારતને આ કારણસર જ હારનો સામનો કરવો પડ્યો હતો. જે પિચમાં ક્રિકેટ જગતના તજજ્ઞોએ 220 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો, ત્યાં ભારતે 192 રન બનાવ્યા હતા. જ્યારે 2014માં ભારતે જો 150થી વધુ રન બનાવ્યા હોત, તો પરિણામ કઈક અલગ આવવાના એંધાણ હતા.

વનડેમાં ટોપ-3 બેટ્સમેન પર નિર્ભરતા મોંધી પડી
વનડેમાં ભારતીય ટીમ છેલ્લા ઘણા વર્ષોથી મીડલ ઓર્ડરના બેટિંગ ક્રમથી પરેશાન છે. 2016 અને 2019ના વર્લ્ડકપમાં મધ્યક્રમના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનના પરિણામે ભારતને સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

7મો T20 વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાશે
ભારતને T20 વર્લ્ડ કપ જીતવાની વધુ એક તક આ વર્ષે 2021માં ફરી પ્રાપ્ત થવા જઈ રહી છે. જેનો આરંભ ભારત દેશમાં જ ઓક્ટોબર- નવેમ્બરમાં થશે. ત્યારપછી વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં 8માં T20 વર્લ્ડ કપનું આયોજન થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો