તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • When It Comes To The History Of Indian Cricket, The Milestones Set By Gavaskar, Kapil, Sachin And Yuvraj At Motera Will Always Be Remembered.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેજિકલ ક્રિકેટ મોમેન્ટ્સ @ મોટેરા:ભારતના ક્રિકેટ ઇતિહાસની વાત થશે ત્યારે ગાવસ્કર, કપિલ, સચિન અને યુવરાજે મોટેરા ખાતે બનાવેલા આ માઇલસ્ટોન કાયમ યાદ કરાશે

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ 2 મેચ માટે ઇન્ડિયન ટીમ અમદાવાદ આવી ગઈ છે. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી મેચ જોવા માટે ક્રિકેટર્સથી લઈને ચાહકો સુધી તમામ ઉત્સાહિત છે. ત્યારે આપણે વાત કરીશું મોટેરા ખાતે બનેલા એ માઇલસ્ટોન્સ વિશે, જે ભારતના ક્રિકેટ ઇતિહાસમાં હંમેશાં માટે અમર થઈ ગયા છે.

1) સુનીલ ગાવસ્કર 10 હજાર ટેસ્ટ રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા: મોટેરા ખાતે પહેલી મેજિકલ ક્રિકેટિંગ મોમેન્ટ ભારતના પહેલા સુપરસ્ટાર બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે છે. લિટલ માસ્ટરે 7 માર્ચ 1987ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ 58 રન કર્યાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. એ સમયે ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા.

લિટલ માસ્ટરે 7 માર્ચ 1987ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ 58 રન કર્યાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા.
લિટલ માસ્ટરે 7 માર્ચ 1987ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ 58 રન કર્યાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા.

તેમણે સિદ્ધિ મેળવતાં મેચ થોડીક મિનિટો માટે અટકી હતી. ઘણા પ્રેક્ષકો મેદાન પર તેમને અભિનંદન પાઠવા દોડી આવ્યા હતા. ગાવસ્કરે મેચમાં 242 મિનિટ બેટિંગ કરતાં 170 બોલમાં 6 ફોરની મદદથી 63 રન કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 395 રન કર્યા હતા. જવાબમાં ભારતે દિલીપ વેંગસરકરની સદી અને ગાવસ્કર-કપિલ દેવની ફિફટી થકી 323 રન કર્યા હતા. પાકિસ્તાને બીજા દાવમાં 2 વિકેટે 135 રન કર્યા હતા અને મેચ ડ્રો થઇ હતી. પાક. માટે સદી ફટકારનાર ઈજાઝ ફકિહ (105 રન)ને મેન ઓફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. જોકે સ્વાભાવિક રીતે ગાવસ્કરના માઈલસ્ટોનના જ લીધે મેચને આજે પણ યાદ કરવામાં આવે છે.

2) કપિલ દેવે રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો: શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં કપિલ દેવની બોલિંગમાં હશન તિલકરત્ને શોર્ટ લેગમાં સંજય માંજરેકરના હાથે કેચ આઉટ થયો હતો. કપિલ 8 ફેબ્રુઆરી 1994ના રોજ સવારે 10 વાગીને 34 મિનિટે આ વિકેટ ઝડપી ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા હતા. આ તેમની 432મી ટેસ્ટ વિકેટ હતી અને તેમણે ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો.

કપિલ 8 ફેબ્રુઆરી 1994ના રોજ સવારે 10 વાગીને 34 મિનિટે તિલકરત્નેની વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા હતા.
કપિલ 8 ફેબ્રુઆરી 1994ના રોજ સવારે 10 વાગીને 34 મિનિટે તિલકરત્નેની વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા હતા.

432 ફુગ્ગા અને એક મિનિટના સ્ટેન્ડિંગ ઓવેશનનું કપિલને માન આપવામાં આવ્યું હતું. ભારતે મેચમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 17 રને હરાવ્યું હતું. એ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત નવમી મેચ પોતાના નામે કરી હતી. શ્રીલંકા પ્રથમ દાવમાં 119 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે મોહમ્મદ અઝહરુદીનના 152 અને વિનોદ કાંબલીના 57 રન થકી 358 રન કર્યા હતા અને 229 રનની લીડ મેળવી હતી. લંકા બીજા દાવમાં 222 રનમાં તંબુભેગું થયું હતું. સ્પિનર્સ વેકટપતિ રાજુ અને રાજેશ ચૌહાણે લંકાની 20માંથી 17 વિકેટ લીધી હતી.

3) સચિને કરિયરની પહેલી ડબલ સેન્ચુરી મારી: વર્લ્ડમાં 200 ટેસ્ટ રમનાર એકમાત્ર બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી મોટેરામાં મારી હતી. 30 ઓક્ટોબર 1999ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સચિને પહેલીવાર 200 રનનો આંક વટાવ્યો હતો. જોકે મેચ ડ્રો રહી હતી.

સચિને ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ન્યૂઝીલેન્ડ સામે મારી હતી.
સચિને ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ન્યૂઝીલેન્ડ સામે મારી હતી.

ભારતે પ્રથમ બેટિંગ કરતા સચિનની ડબલ સેન્ચુરી (217 રન) અને સૌરવ ગાંગુલી-એસ રમેશની સદી થકી 583/7 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં કિવિઝ 308 રનમાં ઓલઆઉટ થયું હતું. ઇન્ડિયાએ બીજા દાવમાં 148/5 ઇનિંગ્સ ડિક્લેર કરીને કિવિઝને 424 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથી ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડે 252/2 કર્યા હતા. મેચ ડ્રો રહી હતી. સચિન 200 ટેસ્ટ રમનાર એકમાત્ર પ્લેયર છે. તેણે આ દરમિયાન 329 ઇનિંગ્સમાં 53.78ની એવરેજથી 15921 રન કર્યા. સચિને ટેસ્ટમાં 51 સેન્ચુરી અને 68 ફિફટી મારી છે.

4) સચિન 30 હજાર રન કરનાર વર્લ્ડનો પહેલો બેટ્સમેન બન્યો: સચિન તેંડુલકર નવેમ્બર 2009માં શ્રીલંકા સામેની ટેસ્ટમાં મોટેરા ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 30 હજાર રન કરનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

30 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા પછી સચિન તેંડુલકર.
30 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા પછી સચિન તેંડુલકર.

શ્રેણીની પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસની 44મી ઓવરમાં ચનાકા વેલેગેદરાના ઇનસ્વિંગિંગ બોલમાં સચિને ડીપ સ્કવેર લેગ પર સિંગલ લીધો. આ ઇનિંગ્સમાં તે સચિનનો 35મો રન હતો. આ પહેલાં તેણે ટેસ્ટમાં 12,777 રન, વનડેમાં 17,178 રન અને એકમાત્ર રમેલી T-20માં 10 રન કર્યા હતા. આ મેચમાં સચિને (અણનમ 100) પોતાના ટેસ્ટ કરિયરની 43મી અને કુલ 88મી ઇન્ટરનેશનલ સદી મારી હતી. મેચ ડ્રો રહી હતી.

5) 2011માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાંગારુંને વર્લ્ડ કપની બહાર કાઢ્યું: 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં રમાઈ રહ્યો હોવાથી હોમ ટીમ પાસેથી બધાને ઘણી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. ક્વાર્ટરફાઇનલમાં ભારતનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હતો. કાંગારું છેલ્લા 3 વર્લ્ડ કપથી સતત જીતતું આવ્યું હોવાથી ભારત અને વર્લ્ડ કપ વચ્ચે આ અંતિમ પડાવ હતો. ઓસ્ટ્રેલિયાએ ફર્સ્ટ ઇનિંગ્સમાં કેપ્ટન રિકી પોન્ટિંગની સદી (104 રન)ની મદદથી ભારતને 261 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ 47.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીત્યા પછી યુવરાજ સિંહ.
ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીત્યા પછી યુવરાજ સિંહ.

રનચેઝમાં યુવરાજ સિંહ, સચિન તેંડુલકર અને ગૌતમ ગંભીરે ફિફટી મારીને અગત્ત્યનું ભૂમિકા ભજવી હતી. તેમણે અનુક્રમે 57*, 53 અને 50 રન કર્યા હતા. ફિફટી ફટકારવા ઉપરાંત 2 વિકેટ લઈને ઓલરાઉન્ડ દેખાવ કરનાર યુવરાજને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેન ઓફ ધ સીરિઝ યુવરાજે ઘણીવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની ઇનિંગ્સ તેના માટે કાયમી સ્પેશિયલ રહેશે.

6) 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ મોટેરામાં રમાશે: ભારત વનડેમાં 2 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 1983માં લોર્ડ્સ ખાતે અને 2011માં વાનખેડે ખાતે ટીમે કપિલ દેવ અને એમએસ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી ઉપાડી હતી. જોકે 2011 પછીના બંને વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલમાં જ ટૂર્નામેન્ટની બહાર થયું હતું. 2015ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ અને 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને માત આપી હતી. 2023નો વર્લ્ડ કપ ફરી એકવાર ભારતમાં યોજાવવાનો છે. છેલ્લા બે વખતથી હોમ ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જ ચેમ્પિયન બની છે. તેવામાં કોહલીની કપ્તાનીમાં ભારત ફેવરિટ તરીકે મેદાને ઉતરશે. સૌથી રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપની ફાઇનલ વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં રમાશે!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો