તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • When India's Test Team, Including Kohli And Rohit, Is In England, White ball Specialist Youngsters Will Play Against Sri Lanka: Sourav Ganguly

જનરેશન નેક્સ્ટ:કોહલી-રોહિત સહિત ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડમાં હશે, ત્યારે વ્હાઇટ-બોલ સ્પેશિયાલિસ્ટ યુવા ખેલાડીઓ શ્રીલંકા સામે રમશે: સૌરવ ગાંગુલી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ રવિવારે કહ્યું કે, ટોપ પ્લેયર્સ વિનાની ટીમ ઇન્ડિયા જુલાઈમાં શ્રીલંકા સામે લિમિટેડ ઓવર્સની બાઈલેટરલ સીરિઝ રમશે. કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ હશે નહીં, કારણકે તેઓ ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત હશે.

ઇંગ્લેન્ડ પ્રવાસમાં સિલેક્ટ થયેલી કોઈપણ પ્લેયર નહીં રમે
ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે જુલાઈમાં શ્રીલંકા સામે ટી-20 અને વનડે શ્રેણી રમવાનું નક્કી કર્યું છે. આપણી મુખ્ય ટીમ ઇંગ્લેન્ડમાં હશે, ત્યારે આ શ્રેણીમાં વ્હાઇટ-બોલ સ્પેશિયાલિસ્ટ એવા યુવા ખેલાડીઓને તક મળશે. ઇંગ્લેન્ડ માટે પસંદ થયેલા કોઈપણ ખેલાડી લંકા સામે 5 ટી-20 અને 3 વનડેમાં રમી શકશે નહીં.

આ ખેલાડીઓને મળશે ટીમમાં સ્થાન સિમેન્ટ કરવાની તક
રાહુલ ચહર અને રાહુલ તેવટિયાને લેગ સ્પિનર, ચેતન સાકરિયાને ફાસ્ટ બોલર તેમજ દેવદત્ત પડિક્કલને ઓપનર તરીકે પોતાની દાવેદારી રજૂ કરવા માટે તક મળશે. સાકરિયા અને પડિક્કલને ઇન્ડિયા માટે પહેલીવાર રમવાની તક મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પૃથ્વી શોની પણ આ શ્રેણીથી ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ શકે છે. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પાસે પણ સારી તક હશે ટીમમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની. બંનેએ ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીથી ડેબ્યુ કર્યું હતું. ઋષભ પંતની ગેરહાજરીમાં કિશન વિકેટકીપરની ભૂમિકા ભજવશે.

આ અનુભવી ખેલાડીઓ રહેશે હાજર
શિખર ધવન, હાર્દિક પંડ્યા, યૂઝવેન્દ્ર ચહલ અને દિપક ચહર જેવા અનુભવી ખેલાડીઓ આ શ્રેણીમાં હાજર રહેશે તેવી સંભાવના પ્રબળ છે. તેમની હાજરીથી ટીમમાં યુવા-અનુભવનું યોગ્ય મિશ્રણ રહેશે. જો ભુવનેશ્વર કુમાર અને શ્રેયસ ઐયર ટાઈમ પર ફિટ થઈ જાય તો તેઓ પણ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. કોહલી-રોહિતની ગેરહાજરીમાં ટીમને કોણ લીડ કરશે તે જોવાનું રહેશે.

સાકરિયા અને પડિક્કલની પસંદગી પર બધાની નજર
રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી ઓપનિંગ કરતાં દેવદત્ત પડિક્કલે 6 મેચમાં 39ની એવરેજ અને 152ની સ્ટ્રાઇક રેટથી 195 રન કર્યા હતા. આમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચેતન સાકરિયાએ 7 મેચમાં 7 વિકેટ લીધી હતી. તેણે પોતાની ગતિમાં વિવિધતા અને દબાણમાં એક્યુરેટ લાઈન અને લેન્થની બોલિંગ કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. IPLની સીઝન પહેલા બંનેનો સૈયદ મુસ્તાક અલી અને વિજય હઝારે ટ્રોફીમાં પણ દેખાવ પ્રભાવશાળી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...