• Gujarati News
  • Sports
  • Cricket
  • What Time Will The Match Start, Where Will It Be Played; Learn Everything About The Team And The Overall Schedule

આવતીકાલથી ભારત-ન્યુઝીલેન્ડ સીરિઝ:કેટલા વાગે શરૂ થશે મેચ, ક્યાં રમાશે; શું છે ટીમ અને સમગ્ર શિડ્યુલ બાબતે જાણો બધુ જ

21 દિવસ પહેલા
  • કેએલ રાહુલ આ સીરિઝ માં ભારતીય ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન હશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી T20 સીરીઝ શરૂ થશે. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી રમાશે. આવો તમને આ સીરિઝ બાબતે તે બધુ જ જણાવીએ છીએ જેને જાણ્યા બાદ આ સીરિઝ બાબતે તમારો રોમાંચ વધી જશે.

રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલીએ ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે રોહિત ટીમની કમાન સંભાળશે. જ્યારે, રાહુલ દ્રવિડ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાને કોચિંગ આપતા જોવા મળશે.

આ તરફ કેએલ રાહુલ આ સીરિઝ માં ભારતીય ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન હશે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી અને જાડેજાને આ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

બંને ટીમો વચ્ચે 25 નવેમ્બરથી ટેસ્ટ સીરિઝ શરૂ થશે. વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે ટીમનો કેપ્ટન રહેશે. કોહલી બીજી ટેસ્ટમાં ટીમમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...