તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન્ડિંગ ટોપિક:એવું તો શું થયું કે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો વેસ્ટ ઇન્ડિઝનો સિક્સ હીટર ક્રિસ ગેલ? જુઓ વાઈરલ વીડિયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રિસ ગેલનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
ક્રિસ ગેલનો ફાઇલ ફોટો.

વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ મેદાન પર પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તે ફોર્મમાં હોય ત્યારે સિક્સના વરસાદથી ફેન્સને ખુશ કરી દે છે. જ્યારે મેદાનની બહાર પોતાની મસ્તી અને સ્વેગ માટે જાણીતો છે. પરંતુ યુનિવર્સ બોસ તરીકે જાણીતા ગેલનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ધ્રુસકેને ધ્રુસકે રડતો દેખાય છે.

ખરેખરમાં ગેલ મધર્સ ડે પર પોતાની માતાને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. ગેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને કહ્યું કે, "હું તને પ્રેમ કરું છું મા. મને ખબર છે કે તને મારા પર ગર્વ હશે. આઈ મિસ યુ. તારી યાદો કાયમ મારી સાથે રહેશે."

ગેલે વધુમાં ઉમેર્યું કે, "મને ખબર છે કે જતા પહેલા તું મને ઘણું બધું કહેવા માગતી હતી. અમે જમી શકીએ એ માટે તે ઘણો સંઘર્ષ કર્યો છે. આપણે વાત કરતા રહીશું અને હવે બીજી તરફ મળીશું, મા." ગેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં હાર્ટએટેકથી ગેલની માતાનું નિધન થયું હતું. ગેલ આ પહેલા પણ પોતાની માતાને યાદ કરીને ભાવુક થઈ ચૂક્યો છે. ગેલ IPL 2021માં પંજાબ કિંગ્સ વતી રમ્યો હતો. તેણે 8 મેચમાં 25.42ની એવરેજથી 178 રન બનાવ્યા. IPL સસ્પેન્ડ થતા ગેલ માલદીવ્સ ગયો છે અને ત્યાંથી વેસ્ટ ઇન્ડિઝ માટે રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...