• Gujarati News
  • Sports
  • Cricket
  • What Could Be The Real Reason Behind Kohli's Decision? MI's Dominance Or Kohli's Temperament! Learn The Math Behind Leaving His Captaincy

ગેમ ઓફ 'કેપ્ટનશિપ થ્રોન':કોહલીના નિર્ણય પાછળ સાચું કારણ શું હશે? MIના ખેલાડીનો દબદબો કે પછી કોહલીનો સ્વભાવ! જાણો સુકાનીપદ છોડવા પાછળનું ગણિત

એક મહિનો પહેલાલેખક: પાર્થ વ્યાસ
  • કૉપી લિંક
  • T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં 6 મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડી

ટેસ્ટ ક્રિકેટની રેડ ચેરી હોય કે પછી વ્હાઇટ બોલ ક્રિકેટ, છેલ્લાં ઘણાં વર્ષોથી ક્રિકેટજગતમાં વિરાટ કોહલીનું ગણિત ચાલતું નથી. વળી હવે T-20 વર્લ્ડ કપને ગણતરીના દિવસો બાકી છે અને કોહલીએ આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટજગતને ચોંકાવી દીધા છે. એવામાં એક બાજુ કેટલાક ફેન્સ તેના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી બાજુ કિંગ કોહલીના ફેન્સને આ નિર્ણય પસંદ આવ્યો નથી. હવે એ જોવાજેવું રહ્યું કે શું કોહલીએ કોઇના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે કે પછી પોતાની બેટિંગ પર ફોકસ કરવા માટે આનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં, આ તમામ વિવાદો વચ્ચે અત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે વિરાટે BCCIને વાઇસ-કેપ્ટન પદ માટે રાહુલ અથવા પંતમાંથી કોઇ એકનું નામ પસંદ કરવા પણ નિવેદન આપ્યું હતું.

હવે જો કેપ્ટનશિપ માટે ટીમની અંદર આ પ્રમાણે વિવાદ ચાલતો રહ્યો તો શું આવા વાતાવરણ વચ્ચે ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતી શકશે? આ તમામ વિવાદો વચ્ચે દિવ્ય ભાસ્કરે 3 મહિના પહેલાં આ મુદ્દે જાણ કરતાં કેટલાંક કારણો તેના વાચકો સમક્ષ રજૂ કર્યાં હતાં, જેમાં વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડી શકે છે એ વાતનો ઉલ્લેખ અને ડેટા એનાલિસિસ કરાયું હતું. આ અહેવાલને વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

તો ચલો આપણે વિરાટના સુકાનીપદ છોડવા પાછળનાં મુખ્ય કારણો પર એક નજર ફેરવીએ....

રોહિતને વાઇસ-કેપ્ટનપદ પરથી હટાવવા માગતો હતો વિરાટ
ન્યૂઝ એજન્સી PTIનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિરાટ કોહલી વાઇસ-કેપ્ટનપદ પરથી રોહિત શર્માને હટાવવા માગતો હતો. વિરાટ લિમિટેડ ઓવર્સમાં રોહિતના સ્થાને કે.એલ.રાહુલ અથવા રિષભ પંતને વાઇસ-કેપ્ટન બનાવવા માગતો હતો. વિરાટે આ નિવેદનમાં રોહિતની ઉંમર 34 થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરીને યુવા વાઇસ-કેપ્ટન પસંદ કરવાની વાત કરી હતી. જોકે બોર્ડને આ નિવેદન પસંદ ન આવ્યું અને અધિકારીઓને લાગ્યું કે વિરાટ પોતાનો કોઇ ઉત્તરાધિકારી ટીમમાં હોય તેવું ઇચ્છતો નથી.

રોહિત VS વિરાટ વિવાદ પહેલાં પણ થયો જ છે.... આ પહેલીવાર નથી કે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર બહાર આવ્યા હોય. આની પહેલાં પણ 2019 વર્લ્ડ કપ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે વિરાટ અને રોહિત એકબીજા સાથે વાતચીત પણ કરતા નહોતા. જોકે એ સમયે રવિ શાસ્ત્રીએ આ સમગ્ર વિવાદની ખંડણી કરી હતી.

સંયોગ કહો કે વિવાદની પુષ્ટિ! પરંતુ રોહિત ઇન્સ્ટા-ટ્વિટર પર વિરાટને ફોલો કરતો નથી. 2019 વર્લ્ડ કપ પછી પણ એવા સમાચાર સામે આવતા હતા કે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પરથી વિરાટ કોહલીને અનફોલો કરી દીધો છે. જોકે અત્યારે રોહિત શર્મા, ઈન્સ્ટાગ્રામ તથા ટ્વિટર હેન્ડલમાં વિરાટ કોહલીને હજુ પણ ફોલો કરી રહ્યો નથી. આ બંને ખેલાડી વચ્ચે વિવાદ છે કે નથી એ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ જ છે, કારણ કે ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલી અને રોહિતની વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા હતા.

યુવા ખેલાડીઓ પર ભરોસો કરતો નથી કોહલી...
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કેપ્ટનને ટીમમાં તમામ ખેલાડીઓનું સમર્થન પ્રાપ્ત નથી. ખાસ કરીને વિરાટ ટીમના જુનિયર ખેલાડીઓને વધુ મહત્ત્વ આપતો નથી. PTI સાથે વાત કરતાં પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે. જો આપણે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેનો રૂમ જુનિયર ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લો રહેતો હતો, ત્યાં ખેલાડી ધોની સાથે આવીને જમવાનું જમી શકતા હતા, વીડિયો ગેમ રમી શકતા હતા, ઈન્ડોર અથાવ આઉટ ડોર ગેમ માટે પણ તેઓ ધોનીને એક મિત્રની જેમ આમંત્રિત કરી શકતા હતા.

પરંતુ વિરાટ કોહલીની વાત કરીએ તો મેદાનની બહાર તેની સાથે વાતચીત કરવા માટે ખેલાડીઓને ઘણી મુશ્કેલી પડતી હતી. જો ટીમના ખેલાડીઓ કોહલી સાથે સંપર્ક સાધી શકતા ન હોય તો પછી યુવાઓ તેને કેપ્ટન તરીકે કેવી રીતે સ્વીકારી શકે? એ ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે.

પૂર્વ ક્રિકેટરે કહ્યું- વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે.
પૂર્વ ક્રિકેટરે કહ્યું- વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે.

યુવા ખેલાડીને કારકિર્દીના મધદરિયે મૂકી દેતો હતો વિરાટ
મીડિયા રિપોર્ટના આધારે વિરાટ કોહલીને ટીમના ખેલાડીઓનું સમર્થન મળવાનું પણ બંધ થઈ ગયું હતું. તેમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ વિરાટથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પ્રત્યે જુનિયર ખેલાડીની એવી ગ્રંથી બંધાઈ ગઈ છે કે તે ક્યારેય પણ અમને કારકિર્દીના મધદરિયે છોડીને જતો રહેશે. અમને યોગ્ય તક નહીં મળે. વળી, એક પૂર્વ ક્રિકેટરે PTIને જણાવ્યું હતું કે વિરાટ કોહલી સાથે સંપર્ક સાધવો લોઢાના ચણા સમાન છે.

T-20માં વિરાટથી વધુ રોહિતની કેપ્ટનશપિમાં ઈન્ડિયન ટીમ સફળ
T-20માં ઈન્ટરનેશનલ લેવલે ટીમ ઈન્ડિયાને રોહિતની કેપ્ટનશિપમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. T-20માં રોહિતની કેપ્ટનશિપમાં ટીમે 78.94 ટકા મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપમાં 19 મેચ રમી છે, 15 મેચ જીતી છે અને 4માં હાર મળી છે. વળી, T20માં વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 60 ટકા મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશિપમાં 45 T20 મેચમાંથી ઈન્ડિયાએ 27 મેચ જીતી અને 14 મેચ હારી છે. વળી, 2 અનિર્ણાયક રહી.

રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને અત્યારસુધી કુલ 5 ટાઇટલ જિતાડીને સફળ કેપ્ટનની છાપ છોડી છે.
રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને અત્યારસુધી કુલ 5 ટાઇટલ જિતાડીને સફળ કેપ્ટનની છાપ છોડી છે.

T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં 6 મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડી
રોહિત શર્મા IPLનો સફળ કેપ્ટન છે. તેણે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને અત્યારસુધી કુલ 5 ટાઇટલ જિતાડીને સફળ કેપ્ટનની છાપ છોડી છે. એટલું જ નહીં, ઈન્ડિયન ટીમની T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં 6 ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સની ટીમના છે. તેવામાં હવે જે વર્ષોથી રોહિત સાથે રહ્યા હોય તેવા યુવા ખેલાડીઓ પણ તેની કેપ્ટનશિપ હેઠળ રમવાનું વધારે પસંદ કરી શકે છે.

ઈન્ડિયન ટીમના ખેલાડીઓ
બેટ્સમેન- વિરાટ કોહલી, રોહિત શર્મા (MI), લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ (MI)
પેસ અટેક- જસપ્રિત બુમરાહ (MI) , ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા (MI), રવીન્દ્ર જાડેજા
સ્પિન અટેક - રાહુલ ચહર (MI), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી
વિકેટકીપર - લોકેશ રાહુલ, રિષભ પંત, ઇશાન કિશન (MI)

સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર

T-20 ફોર્મેટમાં વિરાટ કોહલીના પ્રશંસનીય સ્ટેટ્સ હોવા છતાં કેપ્ટનશિપ છોડી....
સૌથી વધુ રન કરવાની વાત આવે કે પછી બેક ટુ બેક સિરીઝ જીતવાની વિરાટ કોહલીને નામ T-20માં પ્રશંસનીય રેકોર્ડ્સ રહેલા છે. તેની કેપ્ટનશિપ હેઠળ 45 T-20 મેચમાં ઈન્ડિયા 27 મેચ જીત્યું છે. એટલું જ નહીં અત્યારે સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા જોઇએ તો આ ફોર્મેટમાં સૌથી વધુ 50+ રન (12 વાર) પણ કોહલીને નામ છે. તેમ છતાં અત્યારે દરેકના મનમાં એ જ સવાલ ઉદ્ભવે છે કે કોહલીએ સાચ્ચે વર્કલોડને કારણે આ પદ છોડ્યું છે કે આની પાછળ કંઇ અલગ જ ગણિત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિલેક્ટર્સ અને અન્ય કેટલાક અધિકારી સાથે વિરાટ કોહલીની ઉગ્ર ચર્ચા થઈ હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવે કિંગ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમનો આ છેલ્લો T-20 વર્લ્ડ કપ હશે તેની તો ખાતરી થઈ ગઈ પરંતુ કોહલીના આ ચોંકવનારા નિર્ણયે દરેકને અસમંજસમાં જરૂર મૂકી દીધા છે.

T-20માં સૌથી વધુ 50+ સ્કોર કરનાર કેપ્ટનની યાદી(2021 સુધીના આંકડા)

ખેલાડીરનનો પડાવ પાર કર્યો
NO.1 વિરાટ કોહલી12 વાર
બાબર આઝમ11 વાર
એરોન ફિંચ11 વાર
કેન વિલિયમ્સન11 વાર
ઓઇન મોર્ગન9 વાર

કોહલીની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમની છેલ્લી 10 T-20 સિરીઝ(2021 સુધીના આંકડા)

નિર્ણયવિરૂદ્ધ
3-2થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીઇંગ્લેન્ડ
2-1થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીઓસ્ટ્રેલિયા
5-0થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીન્યૂઝીલેન્ડ
2-0થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીશ્રીલંકા
2-1થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીવેસ્ટ ઈન્ડિઝ
1-1થી સિરીઝ ડ્રોદક્ષિણ આફ્રિકા
2-0થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીવેસ્ટ ઈન્ડિઝ
2-0થી ઈન્ડિયન ટીમ સિરીઝ હારીઓસ્ટ્રેલિયા
1-1થી સિરીઝ ડ્રોઓસ્ટ્રેલિયા
2-1થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીઇંગ્લેન્ડ
અન્ય સમાચારો પણ છે...