ટીમ ઈન્ડિયાની વેસ્ટઇન્ડિઝ પર મોટી જીત:પ્રથમ T20માં ભારત 68 રનથી જીત્યું, સિરિઝમાં 1-0ની લીડ મેળવી, કાર્તિક મેન ઑફ ધ મેચ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

T20 સિરિઝનો પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં વેસ્ટઇન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટઇન્ડિઝને 68 રને હાર આપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝ 122 રન જ કરી શક્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ અર્શદિપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. તો ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન શુમાર બ્રૂક્સે 20 રન કર્યા હતા. દિનેશ કાર્તિકને તેની ધમાકેદાર ઇનિંગ માટે મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રન માર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ 64 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે ફરી એકવાર ધમાકેદાર ફિનિશીંગ કર્યુ હતુ. તેણે 19 બોલમાં 41 રન ફટકાર્યા હતા. વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ વિકેટ અલ્ઝારી જોસેફે 2 વિકેટ લીધી હતી. જ્યારે મેકોય, હોલ્ડર, હુસૈન અને પૉલને 1-1 વિકેટ મળી હતી.

રોહિત અને કાર્તિકનુ જોરદાર બેટ ચાલ્યુ

ભારત માટે સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા હતા. તેણે 44 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ડેથ ઓવર્સમાં દિનેશ કાર્તિકે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 19 બોલમાં 41 રન ફટકારીને ટીમના સ્કોરને 190 પર લાવી દીધુ હતુ. તેની આ ઇનિંગ દરમિયાન તેના બેટેથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા નિકળ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 215.75ની રહી હતી.

ભારતનો ટૉપ ઓર્ડર ચાલ્યો નહિ

સૂર્યકુમાર યાદવ આજે ઓપનિંગમાં ઉતર્યો હતો. સૂર્યકુમાર યાદવે શરૂઆત સારી કરી હતી. પરંતુ તે લાંબી ઇનિંગમાં ફેરવી શક્યો નહતો. અને 16 બોલમાં 24 રન કરી અકીલ હુસૈનની બોલિંગમાં આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ ખાસ ચાલ્યો નહતો અને ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો.

નંબર-4 પર આવેલા રિષભ પંત પણ ખાસ ચાલ્યો નહતો. અને 14 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પણ સસ્તામાં આઉટ થયો હતો. તે 1 રને પેવેલિયનમાં ગયો હતો. તો રવિન્દ્ર જાડેજાએ 16 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન 13 રને નોટઆઉટ રહ્યો હતો.

ટીમમાં બે મોટા બદલાવ

2021ના T20 વર્લ્ડ કપ પછી અશ્વિનનું T20 મેચમાં કમબેક
2021ના T20 વર્લ્ડ કપ પછી અશ્વિનનું T20 મેચમાં કમબેક

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં બે મોટા બદલાવ કરવામાં આવ્યા છે. ભારતની પ્લેઇંગ-11માં રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2021ના T20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. આ વખતે ઈશાન કિશાનને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પહેલી વાર ઓપનિંગ કરી રહ્યો છે.

બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકિપર), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, અર્શદિપ સિંહ.

વેસ્ટઇન્ડિઝ: શુમાર બ્રૂક્સ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, નિકોલસ પૂરન (કેપ્ટન, વિકેટકિપર), કાઇલ મેયર્સ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જોસેફ, ઓબેડ મેકોય, કિમો પૉલ.

ટીમ ઈન્ડિયા સિરિઝ જીતવા ફેવરિટ

ટીમ ઈન્ડિયા આ T20 સિરિઝ જીતવા માટે ફેવરિટ છે. ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવીને T20 સિરિઝ કબ્જે કરી હતી. એ જોતા તો ભારત જ આ શ્રેણી જીતવા ફેવરિટ છે. રોહિત એન્ડ કંપની પાસે વેસ્ટઇન્ડિઝને તેના જ ઘરમાં સૌથી વધુ વખત T20 મેચમાં હરાવવા વાળી ટીમ બનવા માટે તક છે. અત્યારે ઇંગ્લેન્ડે વેસ્ટઇન્ડિઝને 6 મેચમાં હરાવ્યુ છે. તો બીજા નંબર પર પાકિસ્તાનની ટીમ છે. તેઓએ પણ 6 વખત વેસ્ટઇન્ડિઝને હરાવ્યુ છે. ભારતે વેસ્ટઇન્ડિઝમાંની તેમની સામે 4 મેચ રમ્યા છે. જેમાં ટીમે 2 મેચ જીતી છે, જયારે 2 મેચમાં ટીમને હાર મળી છે. તેવામાં ટીમ ઈન્ડિયાનું ફોકસ 5-0થી સિરિઝ જીતીને નંબર-1 બનવા પર રહેશે.

બદલી ગઈ છે ટીમ ઈન્ડિયા
T20 સિરિઝમાં ભારતે પોતાના નિયમિત કેપ્ટન રોહિત શર્માની સાથે-સાથે હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, રિષભ પંત અને આર. અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓ ટીમમાં વાપસી કરશે. આ ખેલાડીઓ વનડે સિરિઝનો હિસ્સો નહોતા.

ક્યાં જોઈ શક્શો મેચ?
વનડે સિરિઝની જેમ જ T20 સિરિઝ પણ ડીડી સ્પોર્ટ્સ અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર જોઈ શકો છો. મેચની દરેક જાણકારી તમે દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકો છો અને વાંચી શકો છો. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગે શરૂ થશે.

હેડ ટુ હેડ રેકોર્ડ
અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 20 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 13 મેચમાં જીત મેળવી છે, તો વેસ્ટઇન્ડિઝે 6 મેચમાં જીત મેળવી છે. જ્યારે 1 મેચમાં કોઈ જ રિઝલ્ટ આવ્યુ નથી. બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ થોડી ધીમી છે. એટલે બેટ્સમેનોને શૉટ્ રમવામાં મુશ્કેલી થશે. બોલરો આ પીચ પર સારુ પ્રદર્શન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...