• Gujarati News
  • Sports
  • Cricket
  • West Indies Will Host The ICC Under 19 Men’s Cricket World Cup In 2022 India West Indies South Africa Pakistan England Ireland

U-19 વર્લ્ડ કપ 2022નું શિડ્યૂલ જાહેર:ઈન્ડિયન ટીમ પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે, ટૂર્નામેન્ટ 14 જાન્યુઆરીથી શરૂ થશે, 5 ફેબ્રુઆરીએ ફાઇનલ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી વર્ષે વેસ્ટ ઈન્ડીઝમાં આયોજિત કરાશે. ICCએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. વળી, વેસ્ટ ઈન્ડીઝમાં પહેલીવાર અંડર-19 વર્લ્ડ કપ આયોજિત કરાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની મેચ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રમાશે, જેમાં 16 દેશની ટીમ ભાગ લેવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમાશે, જેમાં ઈન્ડિયન ટીમના અભિયાનની શરૂઆત 15 જાન્યુઆરીથી શરૂ થશે. ઈન્ડિયાને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ આફ્રિકા સિવાય આયર્લેન્ડ અને યુગાંડા જેવી ટીમો છે.

ન્યૂઝીલેન્ડના સ્થાને સ્કોટલેન્ડ સામેલ
ન્યૂઝીલેન્ડ આ અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં, કારણ કે તેને પરત ફર્યા પછી અનિવાર્ય ક્વોરન્ટીન નિયમોનું પાલન કરવું પડશે. તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમને સામેલ કરાઈ છે.

ઈન્ડિયા ચાર વાર જીત્યું
અંડર-19 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ચાર ખિતાબ જીતી ચૂકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 3 વાર, પાકિસ્તાન 2 વાર અને ઇંગ્લેન્ડ-દ.આફ્રિકા-બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ 1-1 વાર ટાઈટલ જીતી ચૂકી છે. જ્યારે 2016માં વેસ્ટ ઈન્ડીઝે આ ખિતાબ જીત્યો હતો.

ટીમ અને ગ્રુપની માહિતી

  • ગ્રુપ એ- બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત
  • ગ્રુપ બી- ભારત, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગાંડા
  • ગ્રુપ સી- અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની, ઝિમ્બાબ્વે
  • ગ્રુપ ડી- ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડીઝ
સેંટ કિટ્સ એન્ડ નેવિસ- ફાઇલ ફોટો
સેંટ કિટ્સ એન્ડ નેવિસ- ફાઇલ ફોટો

ICC U-19 વર્લ્ડ કપ ક્યાં-ક્યાં રમાશે

  • સેંટ કિટ્સ એન્ડ નેવિસ- વોર્નર પાર્ક, કોનારી, (સેંડી પોઈન્ટ-વોર્મ અપ મેચ)
  • ગુયાના- ગુયાના નેશનલ સ્ટેડિયમ, (એવરેસ્ટ-વોર્મ અપ મેચ)
  • ત્રિનિદાદ અને ટોબૈગો- બ્રાયન લારા ક્રિકેટ ગ્રાઉન્ડ, ક્વીંસ પાર્ક ઓવલ, ડિએગો માર્ટિન
  • એન્ટિગુઆ અને બાર્બુડા- સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કૂલિઝ ક્રિકેટ ગ્રાઉન્ડ
અન્ય સમાચારો પણ છે...