તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • West Indies Vs Australia T20 Series | West Indies Beat Australia In 2nd T20 Shimron Hetmyer Dwayne Bravo

વેસ્ટઇન્ડિઝ ટીમે બીજી T-20 મેચ જીતી:વિંડીઝ 8 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એકપણ T-20 મેચ હાર્યું નથી, 5 મેચની સિરીઝમાં 2-0થી આગળ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી T-20 મેચમાં વિંડીઝે 8 બોલર્સનો ઉપયોગ કર્યો હતો

વેસ્ટઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ખાસ પ્રદર્શન દાખવી શકી નથી. 5 T-20 મેચની સિરીઝની બીજી મેચ વેસ્ટઇન્ડિઝની ટીમે 56 રને જીતી લીધી છે. આની સાથે ટીમે સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. આ મેચ જીત્યા પછી વેસ્ટઇન્ડિઝ ટીમની ઓસ્ટ્રેલિયા સામે વિજયી સફર યથાવત છે.

વેસ્ટઇન્ડિઝની ટીમ છેલ્લા 8 વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે એકપણ T-20 મેચ હારી નથી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વાર 22 સપ્ટેમ્બર 2012ના રોજ વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું. ત્યારથી અત્યારસુધી ઓસ્ટ્રેલિયાને સતત 5 T-20માં હારનો સામનો કરવો પડ્યો છે.

હેડ-ટુ-હેડ
બંને ટીમ વચ્ચે અત્યારસુધી કુલ 13 T-20 રમાઈ છે, જેમાંથી વેસ્ટઇન્ડિઝે 8 અને ઓસ્ટ્રેલિયાએ 5 મેચ જીતી છે. વિંડીઝ ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમને 6 T-20માં 4 વાર પરાસ્ત કરી છે. બંને ટીમ વચ્ચે આ 5મી દ્વિપક્ષીય T-20 સિરીઝ રમાઈ રહી છે. અત્યાર સુધી 4માંથી 2 વેસ્ટઇન્ડિઝ અને 1 ઓસ્ટ્રેલિયાએ જીતી છે તો એક ડ્રો રહી હતી.

હેટમાયરે 36 બોલમાં 61 રન બનાવ્યા
સેન્ટ લૂસિયાના ગ્રૉસ આઇસલેટમાં રમાઈ રહેલી આ મેચમાં વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વિંડીઝે 4 વિકેટના નુકસાને 196 રન બનાવ્યા હતા. ટીમ માટે શિમરોન હેટમાયરે 36 બોલમાં 61 રનની ઈનિંગ રમી, જ્યારે ડ્વેન બ્રાવોએ 34 બોલમાં 47 અને રસેલે 8 બોલમાં 24* રન બનાવ્યા હતા.

વિંડીઝે 8 બોલર્સનો પ્રયોગ કર્યો
ઓસ્ટ્રેલિયન ટીમ 19.2 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના એક ખેલાડી મિચેલ માર્શે અર્ધસદી નોંધાવી હતી. એણે 42 બોલમાં 54 રન બનાવ્યા હતા. આના સિવાય 8 ખેલાડી ડબલ ડિજિટનો સ્કોર પણ બનાવી શક્યા નહતા. વિંડીઝની ટીમે 8 બોલર્સનો પ્રયોગ કર્યો હતો, જેમાં હેડેન વૉલ્શે 3 અને શેલ્ડન કૉટ્રેલે 2 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...