તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અફઘાનિસ્તાનમાંથી નીકળી કેનેડા પહોંચી ક્રિકેટર શમીમે કહ્યુઃ અમે ભાગ્યશાળી હતા, પણ અન્ય ખેલાડીઓની ચિંતા

ટોરન્ટો19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાન મહિલા ટીમની શમીમે કહ્યુઃ ICC પાસેથી પણ જવાબ મળ્યો નહીં

તાબિલાન કાબુલમાં પહોંચ્યાના 2 દિવસ પહેલા રોયા શમીમ બે બહેનોની સાથે અફઘાનિસ્તાનથી કેનેડા પહોંચી ગઇ. આ ત્રણેય અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હતી. તે એ ભાગ્યશાળી લોકોમાં છે જે તાલિબાનના કાબુલમાં પ્રવેશતા પહેલા નીકળી ગઇ. પણ હજુ તેનું દુ:ખ પૂરું નથી થયું. તે કહે છે, ‘દેશ છોડવો મારા માટે ઘણું દુખદ હતું.

મને માત્ર રોવું જ આવતું હતું. ઘર, નોકરી, ક્રિકેટ, મિત્રો, પરિવાર બધુ જ છોડી દીધું. મારી પાસે જે હતું તે પાછળ છૂટી ગયું.’ તાલિબાને મહિલાઓની રમતમાં ભાગીદારીને લઇને હજુ સુધી કઇ કહ્યું નથી. પણ શમીમને અપેક્ષા નથી કે અફઘાનિસ્તાનમાં મહિલા રમતને પ્રોત્સાહન મળશે. તે કહે છે કે, તાલિબાન જ્યારે મહિલાઓના ભણવાની વિરૂદ્ધમાં છે તો એ કઇ રીતે શક્ય છે કે તે મહિલાઓને ક્રિકેટમાં સમર્થન આપે.

તે દેશમાં રહી ગયેલ પોતાની સાથીઓના ભવિષ્યને લઇનને ઘણી ચિંતિત છે. તેણે જણાવ્યું, ‘મારા અન્ય સાથીઓ જે અફઘાનિસ્તાનમાં છે, તે ઘણા ડરેલા છે અને દુ:ખી છે. તે પોતાના ઘરમાં કેદ છે. તે ઘણા લોકો પાસે મદદ માંગી ચૂક્યા છે.’ અફઘાનિસ્તાનની મહિલા ખેલાડીઓ એવું મહેસૂસ કરી રહી છે, જાણે તેમને ભુલી ગયા છે.

શમીમ કહે છે કે, ‘અમે આઈસીસીને ઘણા ઈ-મેલ કર્યા. પણ તેમની તરફથી કોઇ જવાબ આવ્યો નહીં. તે અમને જવાબ કેમ નથી આપતા.? તે અમે ગણતા કેમ નથી.? તે અમારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે. અફઘાન ક્રિકેટ બોર્ડે પણ આ મામલામાં અમારો કોઇ સાથ આપ્યો નહીં અને અમને રાહ જોવાનું કહ્યું.

અન્ય સમાચારો પણ છે...