તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નઈ ખાતે 227 રને હાર્યું છે. આ ઇંગ્લેન્ડની 8 વર્ષ પછી ભારતીય જમીન પર પ્રથમ જીત છે. મેચ પછી ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ફર્સ્ટ હાફમાં અમે ઇંગ્લેન્ડને દબાણમાં નહોતા લાવ્યા, તેણે વધુ પ્રોફેશન રમત દાખવી હતી. જોકે એક ટીમ તરીકે અમને બાઉન્સ બેક કરતા આવડે છે, અમે આગામી ત્રણ મેચમાં અમે સારો દેખાવ કરીશું.
England win the first @Paytm #INDvENG Test!#TeamIndia will look to bounce back in the second Test.
— BCCI (@BCCI) February 9, 2021
Scorecard 👉 https://t.co/VJF6Q62aTS pic.twitter.com/E6LsdsO5Cz
અમારી બોડી-લેન્ગવેજ અને ઇન્ટેન્સિટી બરાબર નહોતી
કોહલીએ કહ્યું, મને લાગે છે કે અમે પ્રથમ દાવમાં બોલ સાથે ઇંગ્લિશ ટીમ પર પ્રેસર નહોતું નાખ્યું. ફાસ્ટ બોલર્સ અને અશ્વિને સારી બોલિંગ કરી, પરંતુ અમારે તેમના બેટ્સમેનને વધુ બાંધીને રાખવાની જરૂર હતી. રન ઓછા આપ્યા હોત તો ચોક્કસ દબાણ બનત. જોકે, એ વસ્તુ પણ સમજવી જરૂરી છે કે આ એક સ્લો વિકેટ હતી અને શરૂઆતના બે દિવસોમાં બોલર્સને કોઈ મદદ નહોતી મળતી. બેટ્સમેન સરળતાથી સ્ટ્રાઇક રોટેટ કરી શકતા હતા. ઇંગ્લેન્ડને પણ ક્રેડિટ આપવી પડે, તેમણે જે રીતે અનુકૂળ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને મોટો સ્કોર કર્યો. અમારી બોડી-લેન્ગ્વેજ બરાબર નહોતી અને ઇન્ટેન્સિટી લેવલ પણ યોગ્ય નહોતું.
તેણે વધુમાં ઉમેર્યું હતું કે ફર્સ્ટ ઇનિંગ્સમાં ટોપ-4 બેટ્સમેનનો દેખાવ મોભા પ્રમાણે નહોતો. અમારે સમજવાની જરૂર છે કે અમે આ ગેમમાં શું આ બરાબર કર્યું અને શું ન કર્યું. એક ટીમ તરીકે અમે સતત ઈમ્પ્રૂવ કરવા માગીએ છીએ. આ મેચમાં ઇંગ્લિશ ટીમે વધુ પ્રોફેશનલ રમત દાખવી હતી.
ચોથા અને પાંચમા બોલર્સે સારો દેખાવ ન કર્યો
કોહલીએ કહ્યું હતું, અમારા ચોથા અને પાંચમા બોલર્સ (શાહબાઝ નદીમ અને વી. સુંદર)એ સારો દેખાવ કર્યો નહોતો. તમે ઈચ્છો છો કે તમારું બોલિંગ યુનિટ વિરોધી ટીમને દબાણમાં લાવે. અમે પ્લાન એક્ઝિક્યૂટ ન કરી શક્યા એ ખરું, પરંતુ સાથે એ સમજવું પણ જરૂરી છે કે અમારું માઈન્ડસેટ બરાબર હતું. જોકે સાથે હું એ પણ ઉમેરીશ કે બીજા દાવમાં બોલર્સનો દેખાવ સારો રહ્યો હતો.
ઇંગ્લેન્ડ તૈયાર હતું, ટોસ મહત્ત્વનો સાબિત થયો
કોહલીએ કહ્યું હતું કે ઇંગ્લેન્ડ તૈયાર હતું અને તેમણે સારો દેખાવ કર્યો. અંતે ટોસ મહત્ત્વપૂર્ણ પુરવાર સાબિત થયો હતો. મને લાગતું નહોતું કે ટોસનો રિઝલ્ટ પર આવો પ્રભાવ રહેશે. જોકે ઇંગ્લેન્ડને ક્રેડિટ આપવી જરૂરી છે. એક ટીમ તરીકે અમે હાર સ્વીકારીએ છે. એક વસ્તુ નક્કી છે કે અમે આગામી ત્રણ મેચમાં સ્ટ્રોંગ ફાઇટ આપીશું અને આ મેચની જેમ કંટ્રોલ અમારા હાથમાંથી નહીં જવા દઈએ. અમે સારી બોડી-લેન્ગવેજ સાથે શરૂઆત કરી, ઇંગ્લેન્ડને દબાણમાં લાવવાની જરૂર છે.
પંત બધાને એન્ટરટેઇન કરે છે
કોહલીએ કહ્યું, અમે એક ટીમ તરીકે બાઉન્સ બેક કરવાનું જાણીએ છીએ. આગામી મેચમાં અમે અમારો શ્રેષ્ઠ દેખાવ કરીશું. ઋષભ પંત વિશે કોહલીએ કહ્યું, પંતને ફિલ્ડ પર મસ્તી કરવી ગમે છે. અમે ઇચ્છીએ છે કે તે આવું કરવાનું ચાલુ રાખે. તે બધાને એન્ટરટેઇન કરે છે અને પર્સનાલિટી પણ એવી જ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.