• Gujarati News
  • Sports
  • Cricket
  • Watch In VIDEO ENG's Livingstone's Explosive Batting In T 10 League, Hitting 2 Fours And 4 Sixes In A Row

એક ઓવરમાં 35 રન થયા:VIDEOમાં જુઓ T-10 લીગમાં ENGના લિવિંગસ્ટોનની વિસ્ફોટક બેટિંગ, સતત 2 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા

7 દિવસ પહેલા

અબુધાબી T-10 સિરીઝની મેચમાં એક ઓવરમાં 35 રન થયા હતા. ઇંગ્લેન્ડના બેટર લિયામ લિવિંગસ્ટોને વિસ્ફોટક બેટિંગ કરી હતી. જેમાં તેણે એક જ ઓવરમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા. અબુધાબીની ઈનિંગની 9મી ઓવરમાં તેણે આક્રમક બેટિંગ કરી હતી. આ ઓવરમાં લિયામ લિવિંગસ્ટોને 32 રન તથા 3 વાઈડના એકસ્ટ્રા રન મળ્યા હતા. લિયામે પહેલા અને બીજા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. આની સાથે જ છેલ્લા 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ ઓવરનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

10 ઓવરમાં ટીમે 135 રન કર્યા
શનિવારે આ મેચ ટીમ અબુધાબી અને નોર્ધર્ન વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. ટીમ અબુધાબીએ પહેલા બેટિંગ કરતા 10 ઓવરમાં 135 રન કર્યા હતા. લિવિંગસ્ટોને 23 બોલમાં અણનમ 68 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં નોર્ધર્ન વોરિયર્સની ટીમ 111 રન જ કરી શકી હતી અને 21 રનથી મેચ હારી ગઈ છે.

T-20 વર્લ્ડ કપમાં પણ લિવિંગસ્ટોનની વિસ્ફોટક બેટિંગ
T20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ અને દ.આફ્રિકાની મેચમાં લિયમ લિવિંગસ્ટોને T-20 વર્લ્ડ કપ 2021ની સૌથી લાંબી સિક્સ મારી હતી. તેણે આ સિક્સ કગિસો રબાડાની ઓવરમાં મારી હતી.

ઈંગ્લેન્ડની ઈનિંગ્સની 16મી ઓવરમાં રબાડાના પહેલા બોલે તેણે ડીપ મિડવિકેટ તરફ એરિયલ શોટ રમ્યો અને બોલ સીધો સ્ટેડિયમની બહાર જતો રહ્યો હતો. આ છગ્ગો 112 મીટર લાંબો હતો. ત્યારપછી તેણે રબાડાના બીજા અને ત્રીજા બોલ પર સિક્સર પણ ફટકારી હતી. વર્લ્ડ કપમાં પણ આ ખેલાડીએ પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, તેની ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...