• Home
  • Sports
  • Cricket
  • Washing clothes, cleaning washroom: Shikhar Dhawan shares life in isolation in hilarious video

કપડાં ધોવા, વોશરૂમ સાફ કરવું: કોરોનાના સમયમાં શિખર ધવનનું જીવન

Washing clothes, cleaning washroom: Shikhar Dhawan shares life in isolation in hilarious video
X
Washing clothes, cleaning washroom: Shikhar Dhawan shares life in isolation in hilarious video

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 01:34 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે ગઈકાલે (મંગળવારે) રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. આ દરમિયાન ઘણી સેલિબ્રિટીઝ લોકડાઉનમાં સમય કેવી રીતે વિતાવી રહ્યા છે, તે અંગે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફેન્સને જાણ કરી રહ્યા છે.

ભારતીય ઓપનર શિખર ધવન, પત્ની આયેશા અને પુત્ર જોરાવર સાથે આઇસોલેશનમાં છે. ધવને ફની વીડિયો પોસ્ટ કર્યો જેમાં બતાવવામાં આવ્યું કે, પતિને કેવી રીતે પત્નીના બધા ટૈન્ટ્રમ સહન કરવા પડે છે. 

34 વર્ષીય ધવન પહેલા બાથ-ટબમાં બેઠા બેઠા કપડા ધોતો જોવા મળે છે.  જ્યારે આયેશા પોતાનો મેક અપ કરે છે. ધવને સતત હાથ જોડીને રાહત માંગે છે પણ આયેશાને તેને જવાબ આપતી નથી. ત્યારબાદ ધવન શૌચાલય સાફ કરે છે અને આયેશા ફોન પર વાત કરતી જોવા મળે છે.

ધવને વીડિયો અપલોડ કરીને કેપ્શનમાં લખ્યું: "ઘરે એક અઠવાડિયા પછીનું જીવન. વાસ્તવિકતા સખત હીટ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી