તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND VS AUS સિડની:વોર્નરની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી લગભગ નક્કી; વિલ પુકોવ્સ્કી કરી શકે છે ડેબ્યુ

સિડની2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર વાપસી કરી શકે છે. જ્યારે વિલ પુકોવ્સ્કી સિડની ટેસ્ટમાં ડેબ્યુ કરી શકે છે. મુખ્ય કોચ જસ્ટિન લેંગરે મંગળવારે પસંદગીકારો સાથેની બેઠક બાદ આ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું- મને આશા છે કે વોર્નર ત્રીજી ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે. તેણે રમવા માટે શક્ય છે એ બધું કર્યું છે. ડૉક્ટરો દ્વારા પુકોવ્સ્કીને પણ ફિટ જાહેર કરવામાં આવ્યા છે. તેણે ટ્રેનિંગમાં સારો દેખાવ કર્યો. તે ભારત સામે ત્રીજી ટેસ્ટમાં ચોક્કસપણે રમશે. ત્રીજી મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાવાની છે.

વોર્નરે સિઝનમાં એક પણ ટેસ્ટ રમી નથી

  • વોર્નરે આ સિઝનમાં એક પણ ટેસ્ટ મેચ રમી નથી.
  • ટીમ ઈન્ડિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચમાં વોર્નરને ઈજા થઈ હતી.
  • જેના કારણે તે ત્રીજી વનડે સહિત ત્રણ T-20 મેચ અને ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચમાં રમી શક્યો ન હતો.
  • જો કે, વોર્નરે મેલબોર્નમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને દોડવામાં મુશ્કેલી આવી રહી છે. તેને ઓછી આશા છે કે તે ત્રીજી ટેસ્ટ પહેલા 100% ફિટ થઈ શકશે.

પ્રેક્ટિસ મેચમાં પુકોવ્સ્કી ઘાયલ થયો હતો

  • પ્રેક્ટિસ મેચમાં પુકોવ્સ્કીને ઈજા થઈ હતી. જેના કારણે તે પ્રથમ બે મેચમાં રમી શક્યો ન હતો.
  • હવે ડોક્ટરોએ પણ તેને ફિટ જાહેર કર્યો છે. એવી સંભાવના છે કે તે ત્રીજી ટેસ્ટમાં વોર્નર સાથે ઓપનિંગ કરશે.

સીરિઝ 1-1ની બરાબરી પર

  • ભારત અને ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે.
  • એડિલેડમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને આઠ વિકેટે હરાવી હતી.
  • જ્યારે ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ 8 વિકેટે જીતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો