ભારત ટૂર ઓસ્ટ્રેલિયા:વિરાટની ગેરહાજરી ઓસ્ટ્રેલિયા માટે બૂસ્ટ, જીતશે તો ભારત જ : ગાવસકર

ચંડીગઢએક વર્ષ પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા 17 ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝ રમવાની છે. એડિલેડમાં યોજાનારી મેચને ફેન્સ સોની ટેન-3 પર જોઈ શકે છે. આ એકમાત્ર ટેસ્ટ હશે જેમાં વિરાટ કોહલી રમશે. તેની ગેરહાજરી ટીમ માટે મોટું નુકસાન છે, પરંતુ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર તેને એક તક પણ માને છે.

ગાવસકરે કહ્યું કે, ‘કોહલીનો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર છે. તેણે 12 મેચમાં 6 સદી ફટકારી છે. આવા બેટ્સમેનનું ટીમમાં ન હોવું ઓસ્ટ્રેલિયા માટે બિગ બૂસ્ટ હશે. તેમને ત્રણ ટેસ્ટમાં કોહલી જેવા બેટ્સમેને સામે બોલિંગ કરવી નહીં પડે. જોકે, કોલહી કોઈ કારણે રમ્યો નથી ત્યારે ટીમ ઈન્ડિયા જીતી તો છે જ. અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ, નિદહાસ ટ્રોફી વગેરે તેનું ઉદાહરણ છે.’

ગાવસકરે જણાવ્યું કે, ભારત માટે ઓપનિંગ કોઈ પણ કરી શકે છે. તેના અનેક દાવેદાર છે. જેમાં શુભમન ગિલ અને પૃથ્વી શો સામેલ છે. પિન્ક બોલને મોડેથી એડોપ્ટ કરવા અંગે ગાવસકરે કહ્યું કે, તેને મોડું કહી શકાય નહીં. ભારતે પહેલા ડીઆરએસ ચકાસ્યું અને ત્યાર પછી જ તેનો સ્વીકાર કર્યો હતો. એવી જ રીતે પિન્ક બોલને પણ ચકાસ્યો અને પછી બાંગ્લાદેશ સામે રમ્યા હતા.

બુમરાહને બધા પિન્ક બોલથી રમતો જોવા માગે છે: બોર્ડર

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ એલન બોર્ડર અનુસાર ટીમ ઈન્ડિયા માટે બુમરાહ સારું પ્રદર્શન કરી શકે છે. બુમરાહ નવા બોલથી અત્યંત ખતરનાક છે અને પિન્ક બોલ ટેસ્ટમાં બધાની નજર તેના પર હશે. ઓસ્ટ્રેલિયામાં કેમરુન ગ્રીનને હું એક સારા ખેલાડી તરીકે જોઉં છું. બોર્ડરે કહ્યું કે, લાળ પર જરૂર પ્રતિબંધ છે, પરંતુ બોલ પર પરસેવો લગાવી શકાય છે. ઓસ્ટ્રેલિયામાં ઉનાળો છે એટલે તમે પરસેવાનો ઉપયોગ કરી શકો છો. સાથે જ કૂકાબૂરા બોલ લાંબા સમય સુધી સ્વિંગ થાય છે. ગાવસકરે કહ્યું કે, તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને એક બોટલ અમ્પાયર પાસે રાખી શકો છો.

અન્ય સમાચારો પણ છે...