કોહલી પાજી, તૂ સી ગ્રેટ હો...:ફોર્મમાં આવી ગયો વિરાટ, એશિયા કપ 2022માં ટોપ સ્કોરર; T-20 ઈન્ટરનેશનલમાં 6 મહિના પછી ફિફ્ટી ફટકારી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મ વિશે છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી. તેણે છેલ્લાં 3 વર્ષથી સદી મારી નથી. તે T-20માં પણ સારું પ્રદર્શન કરી શક્તો નહોતો. તેને લઈને અમુક ક્રિકેટ એક્સપર્ટ્સ તો તેને ટીમમાંથી હાંકી કાઢવાની વાત કરતા હતા. તે સોશિયલ મીડિયા પર તેના ફોર્મને લઈને હંમેશાં ચર્ચામાં રહેતો હતો. વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ ટૂર પછી વેસ્ટઈન્ડીઝ અને ઝિમ્બાબ્વે ટૂરમાંથી આરામ લીધો હતો. આ અંગે તેણે એક ઈન્ટરવ્યુમાં પણ વાત કરી હતી કે આરામ પર જઈને હવે ફરી ફોર્મમાં આવવા માગે છે. કોહલીએ T-20 ઈન્ટરનેશનલમાં 6 મહિના પછી ફિફ્ટી ફટકારી છે.

આ વાત તેણે સાર્થક કરી બતાવી હતી. વિરાટ કોહલી એશિયા કપ 2022માં ટોપ સ્કોરર બની ગયો છે. તે 2 મેચમાં કુલ 94 રન બનાવીને ટોપ પર છે. કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં 35 રન બનાવ્યા હતા. તે મેચમાં તેના સારા શોટ્સ જોવા મળ્યા હતા. તો હોંગકોંગ સામેની મેચમાં તેણે 59* રન બનાવ્યા હતા. તેના બેટથી 1 ચોગ્ગો અને 3 છગ્ગા આવ્યા હતા. તેણે ફટકારેલા 3 છગ્ગા તો ઘણા જ આકર્ષક હતા. લોકોને આ બે મેચ પછી એટલો તો ખ્યાલ આવી ગયો છે કે કોહલી ફોર્મમાં આવવા માગે છે. તેના માટે તેણે સારી મહેનત કરી છે.

પાકિસ્તાન અને હોંગકોંગ સામેની મેચમાં આકર્ષક શોટ્સ ફટકાર્યા

કોહલી આ એશિયા કપમાં ટોપ સ્કોરર બની ગયો છે.
કોહલી આ એશિયા કપમાં ટોપ સ્કોરર બની ગયો છે.

વિરાટ કોહલીએ પાકિસ્તાન અને હોંગકોંગ સામેની મેચમાં અમુક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. તેના શોટ્સમાં ટાઈમિંગ જોવા મળ્યું હતું. તે ફોર્મમાં આવતો દેખાઈ રહ્યો છે.

31મી ફિફ્ટી ફટકારી કોહલીએ​​​​​​​

વિરાટે 31મી T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ તેણે રોહિતની બરાબરી કરી દીધી હતી. રોહિતે પણ T20 ઈન્ટરનેશનલમાં 31 ફિફ્ટી મારી છે.
વિરાટે 31મી T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ તેણે રોહિતની બરાબરી કરી દીધી હતી. રોહિતે પણ T20 ઈન્ટરનેશનલમાં 31 ફિફ્ટી મારી છે.

હોંગકોંગ સામેની મેચમાં વિરાટ કોહલીએ 31મી હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તેણે રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. રોહિત શર્માએ પણ T20Iમાં 31 હાફ સેન્ચુરી મારી છે. આ ઉપરાંત તેણે T-20 ઈન્ટરનેશનલમાં 6 મહિના પછી 50+ સ્કોર નોંધાવ્યો છે. તેણે છેલ્લે આ વર્ષે વેસ્ટઈન્ડીઝ સામે કોલકાતા ખાતે હાફ-સેન્ચુરી મારી હતી.

કપિલ દેવે કોહલીના ફોર્મ વિશે કહ્યું
ટીમ ઈન્ડિયાના લિજેન્ડરી કેપ્ટન કપિલ દેવે કોહલીના ફોર્મ વિશે સવાલના જવાબમાં કહ્યું હતું કે કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને ફોર્મમાં આવતાં સમય લાગવો જોઈએ નહિ, તેને ફોર્મમાં આવવા માટે સદીની જરૂર નથી. તેના બેટથી એક શાનદાર ઇનિંગ પણ તેના ફોર્મમાં આવવા માટે ઘણી છે.

સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે કોહલીએ પોતાના માટે પણ રમવું જોઈએ
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે વિરાટે ટીમ માટે માત્ર રમવું જોઈએ નહિ. તેણે પોતાના માટે પણ બેટથી રન કાઢવા પડશે.

T-20Iમાં 50+ની એવરેજ​​​​​​​​​​​​​​

કોહલીની T20 ઈન્ટરનેશનલમાં 50+ની એવરેજ થઈ ગઈ છે.
કોહલીની T20 ઈન્ટરનેશનલમાં 50+ની એવરેજ થઈ ગઈ છે.

​​​​​​​​​​​​​​​વિરાટ કોહલીએ હોંગકોંગ સામેની મેચમાં 59* રન કર્યા હતા. આ સાથે જ તેની T-20 ઈન્ટરનેશનલમાં એવરેજ 50+ની થઈ ગઈ છે. વર્ષ 2020 સુધી તો કોહલી ત્રણેય ફોર્મેટમાં 50+ની એવરેજ ધરાવનારો એકમાત્ર બેટ્સમેન હતો. જોકે એ પછી તેનું ફોર્મ કથળ્યું હતું અને તેની એવરેજ 50ની નીચે આવી ગઈ હતી. જોકે T-20 ઈન્ટરનેશનલમાં ફરી 50+ની એરેજ થઈ જતાં લોકોને વિશ્વાસ છે કે કોહલી ફરી પોતાના જૂના અંદાજમાં રમતો દેખાશે.

હોંગકોંગની ટીમે આપી શુભેચ્છા

વિરાટ કોહલીને હોંગકોંગના ક્રિકેટર્સે શુભેચ્છાવાળી જર્સી ગિફ્ટ આપી હતી.
વિરાટ કોહલીને હોંગકોંગના ક્રિકેટર્સે શુભેચ્છાવાળી જર્સી ગિફ્ટ આપી હતી.

હોંગકોંગની ટીમે વિરાટ કોહલીને શુભેચ્છા આપીને જર્સી ગિફટ કરી હતી, જેમાં તેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આની જાણ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરી અપલોડ કરીને કરી હતી.

વિરાટ કોહલીએ કરી બોલિંગ

વિરાટે હોંગકોંગ સામેની મેચમાં 6 વર્ષે બોલિંગ કરી હતી.
વિરાટે હોંગકોંગ સામેની મેચમાં 6 વર્ષે બોલિંગ કરી હતી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હોંગકોંગ સામેની મેચમાં બોલિંગ કરી હતી. તે હોંગકોંગની ઇનિંગની 17મી ઓવર નાખવા આવ્યો હતો. તેણે એ ઓવરમાં 6 રન આપ્યા હતા. તેણે છેલ્લે 2016ના T-20 વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડીઝ સામેની સેમી-ફાઈનલ મેચમાં બોલિંગ કરી હતી. વિરાટે T-20 ઈન્ટરનેશનલ કરિયરમાં 8.1ની ઇકોનોમી સાથે 4 વિકેટ લીધી છે.