• Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Scored His First T20 International Century, Along With His 71st International Century; Now Number Two In The Elite List

સેન્ચુરીયન કોહલી ઈઝ બેક:વિરાટે ફટકારી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી, સાથે 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ મારી; એલિટ લિસ્ટમાં હવે બીજા નંબરે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની મેડન સેન્ચુરી ફટકારી હતી. તેણે 61 બોલમાં 122* રન માર્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. આ સાથે જ જેની આતુરતાથી વાટ જોવાતી હતી, તે 71મી ઈન્ટરનેશનલ સદીનો પણ અંત આવ્યો હતો.

અફઘાનિસ્તાન સામેની સદી માર્યા પછી કોહલી હવે સૌથી વધુ સદી મારનારાની લિસ્ટમાં બીજ નંબરે આવી ગયો છે. તે રિકી પોન્ટિંગની સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. તો આ લિસ્ટમાં પહેલા નંબરે સચિન તેંડુલકર છે. જેણે 100 આંતરરાષ્ટ્રીય સેન્ચુરી ફટકારી હતી.

વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીયની પહેલી સદી ફટકારી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામેની એશિયા કપની સુપર-4 મેચમાં સદી ફટકારી હતી. તેણે પોતાના T20 આંતરરાષ્ટ્રીય કરિયરની મેડન સેન્ચુરી મારી હતી. કોહલી 2010થી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. પરંતુ તેને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી મારતા 12 વર્ષ લાગી ગયા હતા. તે છેક 96મી ઇનિંગમાં સેન્ચુરી મારી શક્યો છે. ત્યારે હવે તેની એવરેજ 51+ની થઈ ગઈ છે.

આમ તો IPLમાં તેણે કુલ 5 સદી ફટકારી દીધી છે. પરંતુ T20 ઈન્ટરનેશનલમાં મેડન સેન્ચુરી આવતા તેને આટલા વર્ષે લાગી ગયા હતા. એકલા 2016ના IPLમાં જ કોહલીએ 4 સદી ફટકારી હતી. તે વર્ષે તેણે 973 રન ફટકાર્યા હતા. જે રેકોર્ડ આજ સુધી અકબંધ રહ્યો છે.

71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ સાથે થઈ
વિરાટ કોહલીએ પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારવાની સાથે જ તેના નામે 71મી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી પણ બોલવા લાગી છે. જેના સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હતા તે 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ કોહલીએ પૂરી કરી લીધી છે. તે છેલ્લા 3 વર્ષથી સદી ફટકારી શક્યો નહતો. તેણે છેલ્લે 23 નવેમ્બર, 2019ના રોજ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં સદી મારી હતી. આ પછી તે 3 વર્ષ સુધી સદીથી વંચિત રહ્યો હતો.

એલિટ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચ્યો
વિરાટ કોહલી હવે એલિટ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તે સૌથી વધુ સદી ફટકારનારની લિસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે. તે રિકી પોન્ટિંગ સાથે બીજા નંબરે આવી ગયો છે. રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી હાલ 71 ઈન્ટનેશનલ સેન્ચુરી સાથે બીજા નંબરે છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર આ લિસ્ટમાં 100 ઈન્ટરનેશનલ સેન્ચુરી સાથે પ્રથમ સ્થાને છે.

71મી સેન્ચુરી ફટકારવાના મામલે કોહલી સૌથી ઝડપ

કોહલીએ સૌથી ઝડપે 71મી સેન્ચુરી ફટકારી હતી.
કોહલીએ સૌથી ઝડપે 71મી સેન્ચુરી ફટકારી હતી.

વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે સદી મારીને પોતાના ઈન્ટનેશનલ કરિયરની 71મી સેન્ચુરી પણ પૂરી કરી હતી. વિરાટ કોહલીએ આ માટે સૌથી ઓછી ઇનિંગમાં 71મી સદી પૂરી કરી છે. તેણે 522 ઇનિંગમાં જ 71મી સેન્ટુરી મારી છે. તો આ લિસ્ટમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. તેમણે 71મી સદી મારતા કુલ 523 ઇનિંગ લીધી હતી. તો રિકી પોન્ટિંગે 652 ઇનિંગ લીધી હતી.

T20માં સદી ફટકારનારો સાતમો ભારતીય બૈટર​​​​​​​​​​​​​​

વિરાટ કોહલીએ T20માં સદી મારતાની સાથે જ તે આવું પરાક્રમ કરનારો સાતમો ભારતીય બૈટર બની ગયો છે. સુરેશ રૈનાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌપ્રથમ સદી ફટકારી હતી. તેણે વર્ષ 2010ના T20 વર્લ્ડ કપમાં સદી મારી હતી. આ પછી રોહિત શર્માએ 2013માં મારી હતી. રોહિત શર્માના નામે કુલ 4 T20 ઈન્ટરનેશનલ સેન્ચુરી બોલે છે. આ પછી આ લિસ્ટમાં નામ કેએલ રાહુલનું નામ આવે છે. તેણે પોતાની સૌપ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી 2016માં મારી હતી. કેએલ રાહુલના નામે કુલ 3 T20 ઈન્ટરનેશનલ સેન્ચુરી બોલે છે.

સુરેશ રૈના વર્ષ 2010માં T20 વર્લ્ડ કપમાં સદી મારી હતી. આ સાથે જ તે પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો કે જેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેન્ચુરી મારી હોય.
સુરેશ રૈના વર્ષ 2010માં T20 વર્લ્ડ કપમાં સદી મારી હતી. આ સાથે જ તે પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો કે જેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેન્ચુરી મારી હોય.

આ લિસ્ટમાં ચોથું નામ ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરનું નામ આવે છે. તેણે વર્ષ 2018માં સદી મારી હતી. આ પછી દીપક હુડ્ડાનું નામ આવે છે. તેણે આ વર્ષે રમાયેલી આયરલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી હતી. તો આ લિસ્ટમાં છઠ્ઠુ નામ સૂર્યકુમાર યાદવનું આવે છે. તેણે પણ આ વર્ષે જ ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં સેન્ચુરી મારી હતી.

ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી બોલે છે
વિરાટ કોહલીના નામે હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી મારવાનો રેકોર્ડ બોલે છે. આવું પારક્રમ કરનારો તે ચોથો બેટ્સમેન બની ગયો છે. કોહલી પહેલા આ લિસ્ટમાં ત્રણ નામ બોલે છે. સુરેશ રૈના આ લિસ્ટમાં પહેલા સ્થાને આવે છે. આ પછી બીજા સ્થાને રોહિત શર્મા આવે છે. ત્યારપછી આ લિસ્ટમાં ત્રીજુ નામ કેએલ રાહુલનું બોલે છે. ત્યારે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલી ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે, કે જેના નામે ત્રણેય ફોર્મેટમાં સદી બોલે છે.

વિરાટ કોહલી હવે ત્રણેય ફોર્મેટમાં સદી મારનારો ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલી હવે ત્રણેય ફોર્મેટમાં સદી મારનારો ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.