કિંગ કોહલીનો ટ્રોલર્સને જડબાંતોડ જવાબ:વિરાટે કહ્યું, નિર્ણય શું આવશે એ કોઈના હાથમાં નથી, મહેનત અને પ્રયાસ કરતા રહો; વર્કઆઉટનો VIDEO વાઇરલ

2 મહિનો પહેલા

ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાની લય ગુમાવી બેઠા છે. તે IPL 2022માં પણ કંઈ ખાસ કરી શક્યો નથી. આ દરમિયાન વિરાટ કોહલીને પૂર્વ ક્રિકેટર્સ સહિત નિષ્ણાંતો આરામ કરવાની સલાહ આપી રહ્યા છે. જોકે આ તમામ ચર્ચાઓ વચ્ચે કિંગ કોહલીએ ફિટનેસ જાળવી રાખવા માટે મહેનત કરવાનું ચાલુ રાખ્યું છે. તે જીમમાં સતત સમય પસાર કરી રહ્યો છે અને માત્ર પોતાનું બેસ્ટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હોવાની જાણકારી વિરાટે ફેન્સને આપી છે.

વિરાટે વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો
કિંગ કોહલી ખરાબ ફોર્મમાં હોવાથી અત્યારે તે સોશિયલ મીડિયામાં ઘણો ટ્રોલ થઈ રહ્યો છે તો બીજી બાજુ ક્રિકેટ નિષ્ણાંતો પણ વિવિધ સલાહ આપતા નજરે પડી રહ્યા છે. પરંતુ કિંગ કોહલીએ આ તમામને જડબાતોડ જવાબ આપતા એક ખાસ પોસ્ટ શેર કરી છે.

વિરાટ કોહલીએ વર્કઆઉટ કરતો વીડિયો શેર કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે નિર્ણય શું આવે છે એ કોઈના હાથમાં નથી પરંતુ સતત મહેનત કરતા રહેવું આપણા હાથમાં છે. હું સતત આવી રીતે મહેનત કરતો રહીશ. તેની આ પોસ્ટથી સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે ટ્રોલર્સને વળતો પ્રહાર કરી રહ્યો હોય.

ફેન્સની મિશ્ર પ્રતિક્રિયા

વિરાટ કોહલીએ અગાઉ 2021માં પણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા માટે આવા જ કેપ્શન સાથે વર્કઆઉટ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને ટાંકીને એક યૂઝરે વિરાટના ડેડિકેશન અંગે વાત કરી હતી. તો બીજી બાજુ એક યૂઝરે કહ્યું કે આવી રીતે કંઈ તું રન નહીં કરી શકે હવે ટીમમાંથી ડ્રોપ થઈ જઈશ તો હિટમેનને દોષ ન આપતો.

IPL 2022માં વિરાટનું પ્રદર્શન
વિરાટ કોહલીએ RCBના કેપ્ટન તરીકે રાજીનામું આપ્યા પછી આ સિઝનથી એક ખેલાડી તરીકે રમતો જોવા મળ્યો હતો. તેણે આ સિઝનની 13 મેચમાં 236 રન કર્યા છે, આ દરમિયાન તેનો એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 58 રહ્યો છે. જોકે આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ પણ પહેલા જેવા રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...