તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Virat Said I Will Take A Reaction By Sending A Message To De Villiers; AB Praised Virat By Replying To His Shot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે કોહલી બન્યો મિસ્ટર 360:વિરાટે કહ્યુ- ડિવિલિયર્સને મેસેજ મોકલીને રિએક્શન લઈશ; એબીએ વિરાટના શોટ પર રિપ્લાઈ કરીને વખાણ કર્યા

સિડની4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોહલી(જમણે)એ એક અન-ઓર્થોડોક્સ સ્કૂપ શોટ રમીને સિક્સ મારી. IPLમાં ડિવિલિયર્સ (ડાબે) ઘણી વાર આ શોટ રમતો જોવામાં મળ્યો છે. - Divya Bhaskar
કોહલી(જમણે)એ એક અન-ઓર્થોડોક્સ સ્કૂપ શોટ રમીને સિક્સ મારી. IPLમાં ડિવિલિયર્સ (ડાબે) ઘણી વાર આ શોટ રમતો જોવામાં મળ્યો છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી T-20માં હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. મેચ દરમિયાન ટાર્ગેટ ચેઝ કરતી વખતે કેપ્ટન વિરાટ કોહલીએ એક અન-ઓર્થોડોક્સ સ્કૂપ શોટ રમીને સિક્સ મારી હતી. આ શોટનો ઉપયોગ સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ બહુ સારી રીતે કરે છે. તેણે IPLમાં પણ આ શોટથી બહુ રન માર્યા છે.

મેચ પછી કોહલીએ શોટ અંગે કહ્યુ કે, હું આ શોટનો ફોટો એબી ડિવિલિયર્સને મોકલીશ અને પૂછીશ કે તે આ અંગે શું વિચારે છે. બીજીતરફ, ડિવિલિયર્સે કોહલીના શોટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે વિઝ્ડન ઇન્ડિયાના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પર રિપ્લાઈ કર્યો. ડિવિલિયર્સે શોટના વખાણ કર્યા અને સ્માઈલ ઈમોજીનો ઉપયોગ કરીને જવાબ આપ્યો.

આ પણ વાંચો: ધોની પછી પંડ્યા બેસ્ટ ફિનિશર?:ઓસ્ટ્રેલિયાના કોચ લેન્ગરે કહ્યુ, પહેલા અમે ધોનીને જોયો હતો, હવે પંડ્યા પણ એ જ રમત દાખવી રહ્યો છે

રોહિત, બુમરાહ વિના ટીમે શાનદાર દેખાવ કર્યો
કોહલીએ મેચ પછી કહ્યુ કે, અમે આ મેચમાં એક ટીમ તરીકે શાનદાર દેખાવ કર્યો. અમારા બે મેન પ્લેયર્સ રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ આ મેચમાં નહોતા રમી રહ્યા. તેમ છતાં મેચ જીત્યા એટલે હું ગર્વ અનુભવી રહ્યો છું. બધા IPLમાં 14-14 મેચ રમ્યા છે અને દરેક પોતપોતાનો ગેમ પ્લાન ખુબ સારી રીતે જાણે છે. નટરાજને સારી બોલિંગ કરી, શાર્દુલ પણ સારી રિધમમાં હતો. હાર્દિક પંડ્યાએ મેચ ફિનિશ કરી અને શિખર ધવને ફિફટી મારી, એક ટીમ તરીકે બધાએ સારી રમત દાખવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો