રોહિતને વાઇસ-કેપ્ટનમાંથી હટાવવા માગતો હતો કોહલી:સિલેક્ટર્સની સામે વિરાટે મૂક્યો હતો પ્રસ્તાવ, પંત અને રાહુલનાં નામની કરી હતી રજૂઆત

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • 2019ના વનડે વર્લ્ડ કપમાં વિરાટ અને રોહિત એકબીજા સાથે વાત પણ કરતા નહોતા
  • કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપ છોડવાની માહિતી આપી

વિરોટ કોહલીએ ગુરુવારે ટીમ ઈન્ડિયાના ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી. કોહલી ઓક્ટોબરમાં થનારા ટી-20 વર્લ્ડકપ પછી આ ફોર્મટની કેપ્ટનશિપ છોડી દેશે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપ છોડવાની માહિતી આપી અને તમામને મુશ્કેલીમાં મૂક્યા. વિરાટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત પછી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી PTIનાં સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટ કોહલી વાઈસ-કેપ્ટનના પદ પરથી રોહિત શર્માને હટાવવા માંગતા હતા. વિરાટ લિમિટેડ ઓવર્સમાં રોહિતને વાઈસ-કેપ્ટન તરીકે હટાવવાના પ્રસ્તાવની સાથે સિલેકટર્સ પાસે ગયા હતા. ભારતીય કેપ્ટનનું એવું કહેવું હતું કે રોહિત હવે 34 વર્ષનો થઈ ગયો છે. એવામાં વનડેમાં કેએલ રાહુલ અને ટી-20માં ઋષભ પંતને વાઈસ-કેપ્ટન બનાવવા જોઈએ. જોકે કોહલીનો આ પ્રસ્તાવ બોર્ડને પસંદ આવ્યો નથી, કારણ કે તેમનું માનવું હતું કે વિરાટ વાસ્તવમાં પોતાનો કોઈ ઉત્તરાધિકારી ઈચ્છતો નહોતો.

પહેલાં પણ આવી હતી વિવાદોની વાત
આ પ્રથમ ઘટના નથી કે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે વિવાદોના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. 2019ના વનડે વર્લ્ડ કપ દરમિયાન એવા સામાચાર પ્રકાશમાં આવ્યા હતા કે વિરાટ અને રોહિત એક-બીજા સાથે વાત પણ કરતા નથી. જોકે પછીથી હેડ કેચ રવિ શાસ્ત્રીએ આ તમામ વાતોથી ઈન્કાર કર્યો હતો. એટલું જ નહિ એક સમાચાર તો એ પણ પ્રકાશમાં આવ્યા હતા કે રોહિતે વિરાટને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યો છે. જોકે એ વાતમાં કોઈ સત્ય નીકળ્યું નહોતું.

યુવા ખેલાડીઓ પર ભરોસો કરતો નથી કોહલી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કેપ્ટનને ટીમમાં તમામ ખેલાડીઓનું સમર્થન પ્રાપ્ત નથી. ખાસ કરીને વિરાટ ટીમના જુનિયર ખેલાડીઓને વધુ મહત્ત્વ આપતા નથી. PTI સાથે વાત કરતા પૂર્વ ક્રિકેટરે કહ્યું- વિરાટની સાથે સમસ્યા સંવાદની છે. મહેન્દ્ર સિંહ ધોનીનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો હતો, જમવાનુ જમી શકતો હતો અને જરૂરિયાત પડવા પર ક્રિકેટ વિશે વાત પણ કરી શકતો હતો, જોકે મેદાનની બહાર કોહલી સાથે સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે.

વાઈસ-કેપ્ટન માટે 3 દાવેદાર
વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડતા રોહિત શર્માને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને વાઈસ-કેપ્ટનની જવાબદારી ઋષભ પંત અને કેએલ રાહુલને મળી શકે છે. સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ આ પદની રેસમાં આગળ રહેશે. BCCIના સૂત્રએ કહ્યું- પંતનો દાવો મજબૂત છે, જોકે રાહુલને નકારી ન શકાય કારણ કે તે પણ IPLનો કેપ્ટન છે. એટલું જ નહિ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ છુપો રુસ્તમ સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...