તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli Vs MS Dhoni Better Captain Debate Takes Twitter By Storm After India Vs New Zealand WTC Final

સૌથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ, ધોની કે કોહલી?:માહીએ કેપ્ટન તરીકે ICCની પ્રથમ 3 ટૂર્નામેન્ટમાંથી 1 જીતી, તો કોહલીની કેપ્ટનશીપમાં ત્રણેયમાં ટીમ ઇન્ડિયા નૉકઆઉટ સ્ટેજમાં બહાર ફેંકાઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોહિત શર્માએ કેપ્ટન તરીકે 2018નો એશિયા કપ ભારતને જીતાડ્યો હતો

ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર પછી ફેન્સ ભડક્યા છે. ધોની અને કોહલીના ફેન્સ વચ્ચે શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે એનું યુદ્ધ છેડાયું છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પ્રાથમિક 3 ICC ટૂર્નામેન્ટમાંથી 1માં જીત પ્રાપ્ત કરી છે. ધોનીએ કેપ્ટન તરીકે પોતાની પહેલી જ ICC ટૂર્નામેન્ટમાં (2007 -20 વર્લ્ડ કપ) ટીમને જીત અપાવી હતી.

આના સિવાય ટીમ 2009 T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજથી બહાર ફેંકાઈ ગઈ હતી. વળી વિરાટની કેપ્ટનશિપની પ્રથમ 3 ટૂર્નામેન્ટમાંથી ભારતીય ટીમ એકપણ ટ્રોફી જીતી શકી નથી. આ દરેક ટૂર્નામેન્ટમાં ટીમ અંતિમ તબક્કામાં નૉકઆઉટ થઈ જાય છે. જેમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વનડે વર્લ્ડ કપ અને 2021 WTC ફાઇનલ સામેલ છે.

ધોની પોતાના કાર્યકાળના સૌથી સફળ કેપ્ટન રહ્યા હતા. એની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણેય ICC ટ્રોફી જીતી છે. એ સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નહતી. WTCની શરૂઆત 2019માં થઈ ત્યારે ધોની કેપ્ટન નહતો.

ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 6 T-20 વર્લ્ડ કપ રમ્યા
ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2007, 2009, 2010, 2012, 2014 અને 2016ના T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જેમાંથી 2007માં ભારતીય ટીમે ટ્રોફી જીતી હતી. 2009, 2010 અને 2012માં ટીમ ઈન્ડિયા બીજા રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગઈ હતી. 2014ની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 2016માં ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે હારીને સેમી-ફાઇનલથી બહાર થઈ ગઈ હતી.

ધોનીની કેપ્ટનશિપમાં ભારતે WC અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
આ સિવાય ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2 વનડે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. 2011માં ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે 2015 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2009 અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ્સ રમી હતી. જેમા ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2013માં ધોનીનું પ્રથમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી (CT) ટાઇટલ જીત્યું હતું. એડ્જબેસ્ટનના બર્મિંઘમ ખાતે યોજાયેલી આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું.

ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2010 અને 2016નો એશિયા કપ જીત્યો
CT ફાઇનલ જીત્યા બાદ જ્યારે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર નાસિર હુસેને ધોનીને પૂછ્યું હતું કે ઈંગ્લેન્ડને 20 ઓવરમાં માત્ર 130 રનનો લક્ષ્યાંક આપ્યા પછી તમે તમારી ટીમને શું કહ્યું? આનો જવાબ ધોનીએ આપ્યો હતો કે- મેં મારા ખેલાડીઓને કહ્યું કે આકાશમાં ન જુઓ, ભગવાન આપણને બચાવવા નથી આવવાના. ચેમ્પિયન ટીમની જેમ મેદાન પર જાઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન આપો.

આ સિવાય ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2010 અને 2016નો એશિયા કપ પણ જીત્યો છે. તેની કેપ્ટનશિપ હેઠળ જ ટીમ ઈન્ડિયાએ પ્રથમ વાર ટેસ્ટમાં નંબર-1 રેન્કિંગ મેળવ્યું હતું. ટીમે નવેમ્બર 2009માં દ. આફ્રિકાને નંબર 1 પોઝિશનથી દૂર કર્યું હતું. ત્યારપછી ટીમ ઈન્ડિયા ઓગસ્ટ 2011 સુધી એટલે કે 21 મહિના સુધી નંબર -1 પર રહી હતી.

વિરાટની કેપ્ટનશીપ હેઠળ ICCની 3 ટૂર્નામેન્ટમાંથી નૉકઆઉટ
તે જ સમયે 2016માં ધોનીએ તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ પદ છોડી દીધું હતું અને વિરાટ કોહલી કેપ્ટન બન્યો હતો. જે દરમિયાન ટીમ ઇન્ડિયા 3 ICC ટૂર્નામેન્ટ રમી છે. પરંતુ ટીમ બધામાં નોકઆઉટ રાઉન્ડની અંદર બહાર થઈ ગઈ છે. પાકિસ્તાને ભારતને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હરાવ્યું હતું. 2019ના વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને સેમી-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે હારનો સ્વાદ ચખાડ્યો હતો. 2021 WTCની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ફરી એકવાર ભારતીય ટીમને હરાવી છે.

વિરાટની કેપ્ટનશિપ હેઠળ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન દાખવ્યું
જોકે, વિરાટની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ચોક્કસપણે ટેસ્ટમાં સારૂ પ્રદર્શન દાખવ્યું છે. 2014થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા કુલ 45 મહિનાથી પહેલા નંબર પર છે. ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2016 અને ઓગસ્ટ 2016 સુધીમાં 1-1 મહિના માટે આ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ત્યારપછી ટીમ ઓક્ટોબર 2016થી એપ્રિલ 2020 સુધી નંબર -1 પોઝિશન પર રહી. માર્ચ 2021માં એકવાર વિરાટ એન્ડ કંપનીએ ટેસ્ટમાં આ રેન્ક મેળવ્યો હતો. જોકે, આ મહિને ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી લીધો છે.

2018માં ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપ હેઠળ એશિયા કપ જીત્યો
જોકે આ સમય દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2018માં ચોક્કસપણે એશિયા કપ જીત્યો છે, પરંતુ તે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ રમાયો હતો. વિરાટ આ ટીમનો ભાગ નહતો. ભારતે હવે ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ રમવાનો છે. આવી સ્થિતિમાં ચાહકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ તો જીતે.

અન્ય સમાચારો પણ છે...