તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વખત અમ્પાયર્સ પર રોષે ભરાયા કોહલી:જો રૂટને આઉટ ન આપવામાં આવતા અમ્પાયર પર ભડક્યા વિરાટ કોહલી, દિગ્ગજ ક્રિકેટર્સે પણ ઉઠાવ્યા સવાલ

18 દિવસ પહેલા
 • કૉપી લિંક
રૂટને LBW આઉટ આપવામાં ન આવતા વિરાટ કોહલીએ DRS લીધો હતો. DRSમાં રૂટ આઉટ જોવા મળતો હતો, પરંતુ અમ્પાયર્સના કોલના કારણે થર્ડ અમ્પાયરે નિર્ણય બદલ્યો ન હતો - Divya Bhaskar
રૂટને LBW આઉટ આપવામાં ન આવતા વિરાટ કોહલીએ DRS લીધો હતો. DRSમાં રૂટ આઉટ જોવા મળતો હતો, પરંતુ અમ્પાયર્સના કોલના કારણે થર્ડ અમ્પાયરે નિર્ણય બદલ્યો ન હતો

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાલતી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે અમ્પાયરના એક નિર્ણયથી ટીમ ઈન્ડિયામાં નારાજગી જોવા મળી હતી. ગ્રાઉન્ડ પરના અમ્પાયર નીતિન મેનનના એક નિર્ણયના કારણે ઈંગ્લેન્ડનના કેપ્ટન જો રૂટની વિકેટ મળી ન હતી. રૂટને LBW આઉટ આપવામાં ન આવતા વિરાટ કોહલીએ DRS લીધો હતો. DRSમાં રૂટ આઉટ જોવા મળતો હતો, પરંતુ અમ્પાયર્સના કોલના કારણે થર્ડ અમ્પાયરે નિર્ણય બદલ્યો ન હતો.

આ જોઈને કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી નારાજ થઈ ગયા હતા. અનેક દિગ્ગજ ક્રિકેટર્સે પણ અમ્પાયરના નિર્ણયની નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પર નીતિન મેનન ટ્રોલ થયા. સોશિયલ મીડિયા યુઝર્સે તેમના આ નિર્ણયથી એટલા ગુસ્સે હતા કે થોડો સમય સુધી સોશિયલ મીડિયા પર નીતિન મેનન ટ્રેન્ડ પર થયા. વિરાટ કોહલી અમ્પાયર સાથે ઘણાં સમય સુધી ચર્ચા કરતા જોવા મળ્યા. રવિ શાસ્ત્રી પણ ડ્રેસિંગ રૂમમાંથી અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. આ ઘટના ત્રીજા દિવસે રમતના અંતે થઈ હતી. ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ પર 53 રનની સાથે ત્રીજા દિવસ ખેલ ખતર કર્યો. ઈંગ્લેન્ડને જીતવા માટે ભારતે 482 રનનો ટાર્ગેટ આપ્યો છે. હજુ ઈંગ્લિશ ટીમને જીતવા માટે 429 રન બનાવવાના છે.

અમ્પાયર્સ કોલને કારણે વિકેટ ન મળી
ત્રીજા દિવસની રમતની અંતિમ ઓવર અક્ષર પટેલે કરી હતી. ઓવરની પહેલા જ બોલમાં રૂટની કોટ બિહાઈન્ડ આઉટ માટે રૂષભ પંતે અપીલ કરી, પરંતુ અમ્પાયર નીતિન મેનને અપીલને ફગાવી દિધી. પંતે કોહલીને DRS માટે કહ્યું, ત્યારે વિરાટે DRS લીધું. ટીવી રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટને અડ્યો ન હતો તેનો અર્થ એવો હતો કે તેઓ હજુ સેફ હતા. પરંતુ LBWને લઈને ફસતા જોવા મળ્યા. અક્ષર પટેલનો બોલ સ્ટમ્પની સામે જ તેમના પેડ સાથે ટકરાઈ હતી. બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યું કે બોલ સ્ટમ્પમાં આવતી હતી, પરંતુ ઈમ્પેક્ટ અમ્પાયર્સ કોલ હતો તેથી ભારતને જો રૂટની વિકેટ ન મળી.

કોહલી-શાસ્ત્રી નારાજ
આ નિર્ણયથી કોહલી ભડકી ગયો હતો અને તે અમ્પાયર્સની પાસે જઈને આ અંગે ચર્ચા કરી. તેના હાવભાવથી સ્પષ્ટ દેખાતું હતું કે તે રૂટને લઈને લેવાયેલા નિર્ણયથી ભારે અસંતુષ્ટ હતા. જો કે અમ્પાયર પણ પોતાની નિર્ણય પર મક્કમ રહ્યાં. તેમનું કહેવું હતું કે ઈમ્પેક્ટ અલગ જગ્યાએ હતી. કોહલી તેમની વાતથી સહમત ન થયા અને બંને વચ્ચે ઘણી વાર સુધી ચર્ચા થઈ. ડ્રેસિંગ રૂમમાં બેઠેલા શાસ્ત્રી પર અમ્પાયરના આ નિર્ણયથી અસહમત હતા અને તેઓ હાથનો ઈશારો કરી પોતાની નારાજગી દાખવી રહ્યાં હતા.

દિગ્ગજ ક્રિકેટર્સે પણ અમ્પાયર્સના નિર્ણયથી નારાજ
કોમેન્ટ્રી ટીમમાં સામેલ લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, ઈંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માર્ક બુચર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માર્ક વો પણ અમ્પાયરના આ નિર્ણયથી નારાજ હતા. શિવરામાકૃષ્ણન અને બુચરે કહ્યું કે, ઈમ્પેક્ટ પર અમ્પાયર્સ કોલ કઈ રીતે હોય શકે છે? આ તો આશ્ચર્યજનક નિર્ણય છે. તો માર્ક વોએ ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી. માર્ક વોએ લખ્યું કે, 'આ સૌથી મોટો LBW છે. તેથી જ મેં ક્યારેય DRS લીધો ન હતો. સમસ્યા એ છે કે DRSમાં અમ્પાયર્સ કોલ વિકેટની પાછળ કેચ આઉટને લઈને હતી, ન કે LBW માટે.'

લંચ પહેલા પણ કોહલી અને અમ્પાયર મેનન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
આ પહેલાં પણ ફિલ્ડ અમ્પાયર નીતિન મેનનને કોહલીને પિચના સંવેદનશીલ ક્ષેત્રમાં દોડવાના કારણે ચેતવણી આપી હતી. મેનનને તેમને રન દોડવા દરમિયાન તે વિસ્તારમાં ન જવા માટે કહ્યું. જોકે વિરાટને આ ચેતવણી પસંદ ન આવી અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી. વિરાટ થોડી વાર માટે મેનન સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા.

વાત કરીએ સમગ્ર ઘટનાની તો લન્ચથી એક ઓવર પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ડેન લારેંસનો બોલ પકડ્યો હતો. લારેંસના ચોથા બોલ પર અશ્વિને શોટ રમીને ત્રણ રન માટે ભાગવાનું શરૂ કર્યું. આ દરમિયાન ત્રીજા રનના સમયે કોહલી લેગ સાઈડથી ઓફ તરફ ભાગતા જોવા મળ્યા અને આ દરમિયાન તે સંવેદનશીલ ક્ષેત્રમાં પહોંચી ગયા. રન પુરા કર્યા પછી અમ્પાયર મેનનને વિરાટ કોહલીને આ અંગે વાત કરી અને ચેતવણી આપી. તે બાબતે વિરાટે પણ પોતાની નારાજગી જાહેર કરી અને ચેતવણીનું કારણ પુછવા લાગ્યા. તે પછી વિરાટ પરત ક્રીઝમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે સ્લિપમાં ઉભા-ઉભા જો રૂટ સાથે થોડી વાત કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો