તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વિરાટ કોહલીએ વેક્સિન લીધી, બધાને અપીલ કરી- બને એટલી જલ્દી વેક્સિન લો અને સુરક્ષિત રહો

3 મહિનો પહેલા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે વેક્સિન લીધી છે. તેણે બધાને વેક્સિન લેવાની અપીલ કરી છે. કોહલીએ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરીમાં લખ્યું કે, બને એટલી જલ્દી વેક્સિન લો અને સુરક્ષિત રહો.

2 કરોડ દાનમાં આપ્યા
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે #InThisTogether અભિયાનમાં 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને સાત કરોડ ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાના અભિયાનમાં માત્ર 24 કલાકની અંદર 3.6 કરોડ રૂપિયા જમા થયા હતા.

અનુષ્કાએ 3.6 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયા બાદ જેણે પણ ડોનેશન આપ્યું, તે તમામનો આભાર માન્યો હતો. એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તે તમામ લોકોની આભારી છું, જેમણે અત્યાર સુધી ડોનેશન આપ્યું. તમારા યોગદાન માટે આભાર. આપણે અડધો રસ્તો પાર કરી ચૂક્યા છીએ. ચાલો આગળ વધતા જઈએ. #InThisTogether'

સાત દિવસ અભિયાન ચાલશે
આ અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...