ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે, જ્યાં ચોથા દિવસની છેલ્લી ક્ષણોમાં મેદાન પર થોડો ડ્રામા થયો. હકીકતમાં કેપ્ટન વિરાટ કોહલી અને અનુભવી ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા લોર્ડ્સની બાલ્કનીમાંથી પોતાની જ ટીમના ખેલાડી ઋષભ પંત અને ઈશાંત શર્મા પર ગુસ્સો કરતા નજરે આવ્યા હતા.
વિરાટ અને રોહિત ખેલાડીઓ પર એટલે બગડ્યા, કેમ કે તેમને છેલ્લા સત્રમાં ખરાબ પ્રકાશને લીધે બોલ જોવામાં મુશ્કેલી પડી રહી હતી. એ પછી પણ ઋષભ પંત અને ઈશાંત શર્માને એની ફરિયાદ અમ્પાયર પાસે ના કરી, પરંતુ ત્યાં જ લોર્ડ્સની બાલ્કનીમાંથી કેપ્ટન કોહલી અને રોહિતે ગુસ્સાથી ઈશારો કરીને કહ્યું, તેઓ કેવી રીતે રમી રહ્યા છે? વીડિયોમાં વિરાટ કોહલી તો ગુસ્સામાં દેખાઈ રહ્યો છે.
કોહલીના રિએક્શન પછી ચોથા દિવસની રમત પૂરી થઈ કોહલી અને રોહિતનો આ ગુસ્સાવાળો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે. કોહલી નહોતો ઈચ્છતો કે ભારત વિકેટ ગુમાવે. બીજી તરફ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અમ્પાયર પાસે નવા બોલ માટે પૂછી રહ્યો હતો. એ જ કારણથી કોહલીએ પંત અને ઈશાંતને અમ્પાયર પાસે ખરાબ પ્રકાશની ફરિયાદ કરવા માટે કહ્યું, જોકે તેના આ રિએક્શન પછી એક જ બોલ નાખવામાં આવ્યો. અમ્પાયર્સે પ્રકાશના સ્તરની તપાસ કરી ચોથા દિવસની રમતને સમાપ્ત કરી દીધી.
હાલ તો લીડ ભારત પાસે
ચોથા દિવસની રમતના અંતે ભારતે 6 વિકેટના નુકસાને 181 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા હાલ 154 રનથી આગળ છે. રિષભ પંત 14 રને અને ઈશાંત શર્મા 4 રને અણનમ રમી રહયો છે. ભારતના ટોપ ઓર્ડરે બીજી ઈનિંગમાં નિરાશ કર્યા હતા. રોહિત શર્મા (21), કેએલ રાહુલ (5) અને કેપ્ટન કોહલી (20) રન બનાવી આઉટ થયા હતા.
ચેતેશ્વર પૂજારા અને વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેએ ભારતીય ઈનિંગને સંભાળી હતી. બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 100 રન જોડ્યા હતા. પૂજારા 45 રને અને રહાણે 61 રને પેવેલિયન પરત ફર્યા હતા. રવીન્દ્ર જાડેજા પણ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.