• Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli Out Of Top 3; Rishabh Pant And Shubhaman Gill, The Heroes Of The Gabba Test, Gain 13 And 21 Places Respectively In The Batsman Rankings.

ICC ટેસ્ટ રેન્કિંગ:વિરાટ કોહલી ટોપ-3માંથી બહાર; ગાબા ટેસ્ટના હીરો રહેલા ઋષભ પંત અને શુભમન ગિલને બેટ્સમેન રેન્કિંગમાં અનુક્રમે 13 અને 21 સ્થાનનો ફાયદો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઋષભ પંતે ગાબા ખાતે 328 રનનો પીછો કરતાં 89* રન કરીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. - Divya Bhaskar
ઋષભ પંતે ગાબા ખાતે 328 રનનો પીછો કરતાં 89* રન કરીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

ભારત-ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા-ઇંગ્લેન્ડ વચ્ચે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે રેન્કિંગ જારી કરી છે. પેટરનિટી લીવ પર ગયેલા કપ્તાન વિરાટ કોહલી એક સ્થાનના નુકસાન સાથે બેટ્સમેન રેન્કિંગમાં ચોથા ક્રમે આવી ગયા છે. કેન વિલિયમ્સન, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેન અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા સ્થાને છે.

બ્રિસ્બેન ટેસ્ટમાં પાંચમા દિવસે તોફાની બેટિંગ કરનાર ઋષભ પંત બેટ્સમેન રેન્કિંગમાં ઘણો ઉપર આવી ગયો છે. મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થયેલા પંતને 13 સ્થાનનો ફાયદો થયો છે. તે અણનમ 89 રનની ઇનિંગ્સ રમ્યા બાદ બેટ્સમેન રેન્કિંગ 13મા ક્રમે આવી ગયો છે.

આ સિરીઝથી ડેબ્યુ કરનાર શુભમન ગિલે ગાબા ખાતે બીજી ઇનિંગ્સમાં 91 રન કર્યા. તે 21 સ્થાનના ફાયદા સાથે 47મા ક્રમે આવી ગયો છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અવ્વલ થઈ ટીમ ઈન્ડિયા

  • ટીમ ઈન્ડિયાએ અત્યારસુધીમાં ગાબામાં સાત મેચ રમી છે અને પહેલી વખત જીત પ્રાપ્ત કરી છે.
  • આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પહોંચી ગઈ છે.
  • પોઈન્ટ ટેબલ મુજબ, ટીમ ઈન્ડિયાના કુલ 430 પોઈન્ટ થઈ ગયા છે. તો ટીમની વિનિંગ પર્સન્ટેજ 71.1 ટકા છે, જે સૌથી વધુ છે.
  • ભારતે અત્યારસુધીમાં પાંચ સિરીઝ અંતર્ગત કુલ 13 મેચ રમી છે, જેમાંથી 9માં જીત હાંસિલ કરી છે. ભારતીય ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
  • જ્યારે કે એક મેચ ડ્રો રહી છે. ગાબામાં હાર મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા આ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે.
અન્ય સમાચારો પણ છે...