વિરાટ કોહલીએ મુંબઈમાં મંગળવારે નોર્વેના ડાન્સ ગ્રુપ ક્વિક સ્ટાઇલના મેમ્બર્સ સાથે મુલાકાત કરી હતી. તેઓ ક્વિક સ્ટાઇલની સાથે 'સ્ટીરિયો નેશન'ના ગીત 'ઇશ્ક' પર ડાન્સ કરતા નજરે પડ્યા હતા. ક્રિકેટરે ડાન્સ ક્રૂના સભ્યોની સાથે ફોટો શેર કર્યો હતો. જેમાં કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે 'જુઓ હું મુંબઈમાં કોને મળ્યો.'
શૂટ વખતે કોહલીએ ગ્રુપ સાથે એક રીલ પણ બનાવી હતી. જેમાં ક્વિક સ્ટાઇલના એક મેમ્બર એક બેટ લે છે. તે નથી જાણતો કે આ બેટનું શું થાય છે. એક સફેદ ટી-શર્ટ અને કાળું જીન્સ પહેરેલા, કોહલી આ સીનમાં આવે છે. તેઓ બેટ પકડીને સ્ટેપ્સ કરે છે. પછી ડાન્સ ગ્રુપ તેમને ફોલો કરે છે.
વિરાટે ફોટો પણ શેર કર્યો
બોલિવૂડ સોન્ગ્સ પર ડાન્સ કરવા માટે ફેમસ છે ક્વિક સ્ટાઇલ
નોર્વેના ડાન્સ ક્રૂ સ્ટાઇલ બોલિવૂડ સોન્ગ્સ પર ડાન્સ કરવા માટે ફેમસ છે. ક્વિક સ્ટાઇલે થોડાક મહિનાઓ અગાઉ પોતાના જ સાથીના લગ્નમાં કાલા ચશ્મા અને સડ્ડી ગલી સોંગ પર ડાન્સ કર્યો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો. આ પછી ડાન્સ ક્રૂની લોકપ્રિયતા વધી ગઈ. ક્વિક સ્ટાઇલ ભારતીય અને પાકિસ્તાની સોંગ્સ પર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહેતા હોય છે.
હોળી પર કોહલીએ ડાન્સ કર્યો હતો
ભારતીય ખેલાડીઓએ ચોથી ટેસ્ટની પહેલાં અમદાવાદમાં હોળી રમી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ ટીમ બસમાં શુભમન ગિલની સાથે ડાન્સ પણ કર્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયાની સામે પહેલી ટેસ્ટમાં નાગપુરમાં શાહરુખ ખાનની મૂવી પઠાનના સોંગનો હુક સ્ટેપ ડાન્સ પણ કર્યો હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની છેલ્લી ટેસ્ટ મેચમાં કોહલીએ સદી ફટકારી
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની છેલ્લી ટેસ્ટ મેચમાં અમદાવાદમાં 364 બોલમાં 186 રન ફટકાર્યા હતા. તેમણે 520 મિનિટ બેટિંગ કરી હતી. આ સાથે જ તેમણે પોતાની ટેસ્ટ કરિયરની 28મી સદી ફટકારી હતી, જે 1205 દિવસ પછી આવી હતી. ત્રણેય ફોર્મેટને મેળવીને વિરાટની આ 75મી ઈન્ટરનેશનલ સેન્ચુરી હતી.
ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે છેલ્લી ટેસ્ટ ડ્રો રહી હતી. પરંતુ ભારત હવે WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતની મેચ 7 જૂને ઓસ્ટ્રેલિયાની સામે ઇંગ્લેન્ડના લંડનમાં આવેલા ધ ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.