તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli Looked Bored In IPL, Rohit Should Be Made Captain Of Team India In One Format: Shoaib Akhtar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:વિરાટ IPLમાં કંટાળેલો લાગતો હતો, રોહિતને એક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવો જોઈએ: શોએબ અખ્તર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ફાઇલ ફોટો.

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, "ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવો જોઈએ." રોહિતની કપ્તાનીમાં મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વાર ચેમ્પિયન બન્યું તે પછી ભારતીય ટીમ માટે સ્પ્લિટ કેપ્ટન્સીની માગ વધી રહી છે.

નોંધ લેવા જેવી વાત એ છે કે, કોહલીની ગેરહાજરીમાં રોહિતે ભારતને એશિયા કપ પણ જીતાડ્યો હતો. અખ્તરે કહ્યું કે, ભલે અજિંક્ય રહાણે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન છે, પરંતુ રોહિતને કપ્તાની આપવાનો આ યોગ્ય સમય છે.

કોહલી IPLમાં કંટાળેલો લાગતો હતો
અખ્તરે કહ્યું, મને ખબર છે કે વિરાટ ટીમને આગળ લઈ જવા માગે છે. પણ આપણે એ પણ જોવું જોઈએ કે તે કેટલો થાકેલો છે. તે 2010થી સતત રમી રહ્યો છે. 70 સદી મારી છે. રનનો ઢગલો કર્યો છે. જો તેને થાક જેવું લાગતું હોય તો કોઈ એક ફોર્મેટમાં (ખાસ કરીને T-20માં) રોહિતને કપ્તાની સોંપી દેવી જોઈએ. મને IPL દરમિયાન વિરાટના મોઢા પર કંટાળો દેખાયો હતો. કદાચ બાયો-બબલમાં રહેવાના લીધે હોય શકે. તે સ્ટ્રેસમાં પણ દેખાઈ રહ્યો હતો. બીજી તરફ, રોહિત કપ્તાની માટે તૈયાર છે.

ઓસ્ટ્રેલિયા સીરિઝ રોહિત માટે શ્રેષ્ઠ તક
અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સીરિઝ રોહિત માટે પોતાને કપ્તાન તરીકે સાબિત કરવાની શ્રેષ્ઠ તક છે. તેની પાસે ટીમને લીડ કરવાની પ્રતિભા છે. IPLમાં તેણે પોતાનો ક્લાસ બતાવ્યો છે. આખી દુનિયા ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્મા ધ બેટ્સમેન અને કપ્તાન પર નજર રાખશે. જો તે સારું પરફોર્મ કરશે તો ચોક્કસપણે સ્પ્લિટ કપ્તાની અંગે ચર્ચા જોર પકડશે.

કોહલી પ્રથમ ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે, રોહિત વનડે અને T-20 સીરિઝ નહીં રમે
કોહલી કાંગારું સામે 3 વનડે અને 3 T-20ની સીરિઝ રમ્યા પછી પેટરનિટી લીવ પર જશે. તે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ 3 ટેસ્ટમાં ભાગ નહીં લે. બીજી તરફ, રોહિત શર્મા હજી સંપૂર્ણપણે ફિટ થયો નથી. તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને T-20 સીરિઝ નહીં રમે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો