જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો છે. વિરાટ કોહલીને પીઠના સ્નાયુઓ તથા લિગામેન્ટમાં ઈન્જરી થતાં તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, જેથી આ મેચમાં ટીમના કેપ્ટન તરીકે કે.એલ.રાહુલને જવાબદારી સોંપવામાં આવી છે. એવામાં હવે પ્રશ્નો એ ઊઠી રહ્યા છે કે વિરાટ કોહલી ક્યાં સુધી આ ઈન્જરીમાંથી રિકવર થશે અને શું તે ત્રીજી ટેસ્ટમાં રમશે કે નહીં? તો ચલો, આપણે 'બેક સ્પેઝમ' ઈન્જરી અંગે માહિતી મેળવીએ....
2011થી વિરાટ બેક ઈન્જરીથી મુશ્કેલીમાં મુકાયો છે
2019માં ઈન્ડિયા ટૂર ઓફ ઓસ્ટ્રેલિયા દરમિયાન વિરાટ કોહલી બેક ઈન્જરીથી મુશ્કેલીમાં મુકાયો હતો. આ સિરીઝ દરમિયાન વિરાટે ફિટનેસ અંગે વાતચીત કરતાં કહ્યું હતું કે મને 2011માં બેક ઈન્જરી થઈ હતી અને ત્યારથી લઈને અત્યારસુધી મારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે ફિઝિયોની સતત સહાયથી વિરાટને વધારે ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો નથી.
'બેક સ્પેઝમ' ઈન્જરી (પીઠમાં ઈજા)ને કારણે કોહલી બહાર
ટોસની ગણતરીની મિનિટ પહેલાં આ મેચથી વિરાટ કોહલી બહાર થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેના સ્થાને કે.એલ.રાહુલને ટીમનો કેપ્ટન બનાવાયો છે. આ દરમિયાન ટોસ સમયે રાહુલે જણાવ્યું હતું કે કોહલીને પીઠના ઉપરના ભાગના (અપર બેક સ્પેઝમ) સ્નાયુઓ જકડાઈ ગયા હોવાથી તે આ મેચમાં નહીં રમે. એટલું જ નહીં, શ્રેયસ અય્યરનું પેટ ખરાબ હોવાથી ટીમમાં પસંદ થયો નથી. જેથી કોહલીના સ્થાને હનુમા વિહારીને તક મળી છે.
'બેક સ્પેઝમ' ઈન્જરી એટલે શું?
કોઈપણ વ્યક્તિને પીઠના સ્નાયુઓમાં ખેંચ આવે ત્યારે તેની લોઅર બેક અથવા અપર બેકના ભાગના અન્ય સ્નાયુઓ જકડાઈ જાય છે. સામાન્ય રીતે આ ઈજાથી બહાર આવતાં 7થી 8 દિવસ લાગે છે, પરંતુ જો કાળજી ન લેવામાં આવે અથવા આરામ યોગ્ય ન થાય તો આ ગંભીર પણ થઈ શકે છે અને 6-8 સપ્તાહ સુધી ચાલી શકે છે.
આ સ્નાયુઓ ખેંચાઈ જવા પાછળ વધારેપડતો વર્કલોડ હોય છે. આની પાછળનાં બીજાં કારણ સ્ટ્રેસ અને ચિંતા પણ હોઈ શકે છે. તેવામાં ઘણીવાર સ્નાયુઓ વચ્ચે નસ દબાઈ જવાની સમસ્યા પણ સામે આવી શકે છે અથવા લિગામેન્ટ્સ સુધી લોહીનું પરિભ્રમણ બરાબર માત્રામાં ન થતું હોય એ કારણ હોઈ શકે છે.
'બેક સ્પેઝમ' ઈન્જરીનાં લક્ષણો અને રિકવરી માટેના ઉપાયો
ઇંગ્લેન્ડ ટૂરમાં પણ આ ઈન્જરીને કારણે વોર્મ અપ મેચમાંથી વિરાટ બહાર થયો હતો
વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની વોર્મઅપ મેચમાંથી આરામ કર્યો હતો. આ દરમિયાન તેને પીઠના સ્નાયુઓ ખેંચાઈ ગયા હોવાથી આરામ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે હવે વિરાટને ફરીથી દ.આફ્રિ્કા ટૂરમાં પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહેતાં ફેન્સ પણ ચિંતામાં મુકાયા છે. જોકે કે.એલ.રાહુલના જણાવ્યા પ્રમાણે વિરાટને ગંભીર ઈજા નથી પહોંચી અને તે ત્રીજી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઊતરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.