ત્રીજી વન-ડેમાં બન્યા 17 મોટા રેકોર્ડ:વિરાટ કોહલીના નામે સચિનથી વધુ સદી, પાર્ટનરશિપમાં પોન્ટિંગથી આગળ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં 317 રનના મોટા અંતરથી હરાવી દીધું. વિરાટ કોહલીએ કરિયરની 46મી સદી ફટકારતા 166 રનની અણનમ ઇનિંગ રમી. શબમન ગિલે સદી ફટકારી. આખા મુકાબલામાં ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓની તરફથી કેટલાય મોટા રેકોર્ડ બન્યા. એક-એક કરીને તમામ રેકોર્ડ બતાવીશું.

1. રોહિતે ડિવિલિયર્સને પાછળ છોડ્યો
ભારતના કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રનની ઇનિંગ રમી. એની સાથે 238 વન-ડે મેચમાં તેમના 9596 રન થઇ ગયા છે. સૌથી વધુ વન-ડે રન બનાવનાર પ્લેયરમાં રોહિત 17મા નંબર પર પહોંચી ગયા છે. તેમણે સા.આફ્રિકાના એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો. એબીએ 228 વન-ડેમાં 9577 રન બનાવ્યા હતા.

2. ભારતમાં સૌથી ઝડપી 7000 રન
રોહિતે ભારતના ત્રણે ફોર્મેટને મેળવીને 7009 રન બનાવી લીધા છે. તેમણે 149 મેચમાં 157 ઇનિંગમાં 7000 રનનો આંકડો પાર કર્યો છે. તો વીરેન્દ્ર સહવાગનો રેકોર્ડ તોડીને આવું કરનાર ત્રીજા સૌથી ઝડપી ભારતીય બન્યા. તેમની આગળ વિરાટ કોહલીએ 148 અને સચિન તેંડુલકરે 146 ઇનિંગમાં આવું કર્યું હતું.

3.ઓપનર તરીકે રોહિતની 150 મેચ પૂરી
ઓપનિંગ કરતા રોહિત શર્માએ 150 વન-ડે પૂરી કરી છે. 150 ઇનિંગ સુધી ઓપનરના રૂપે તેમણે સૌથી વધુ 7536 રન, સૌથી વધુ 56.2ની એવરેજ, સૌથી વધુ 27 સદી અને વધુ 232 છગ્ગાનો રેકોર્ડ છે.

4. શ્રીલંકાની વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા
રોહિત શર્માના શ્રીલંકાની વિરુદ્ધ 45 વન-ડે છગ્ગા પૂરા થઇ ગયા છે. તેમણે આ મામલે મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી. ધોનીના પણ 45 છગ્ગા છે. ધોની બાદ ભારત માટે સચિને શ્રીલંકાની વિરુદ્ધ 30 છગ્ગા લગાવ્યા છે.

5. જીતમાં 12000થી વધુ રન
રોહિત શર્માના ત્રણે ફોર્મેટ દરમિયાન ટીમની જીતમાં 12041 રન થઇ ગયા છે. ટીમની જીતમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય પ્લેયરના લિસ્ટમાં તેઓ ત્રીજા પર પહોંચ્યા છે. તેમની આગળ વિરાટ કોહલી 16,119 અને સચિને 17,113 રન ટીમની જીતમાં બનાવ્યા છે.

6. સચિનની આગળ નીકળ્યા રોહિત
કેપ્ટનના રૂપે રોહિતની 20 વન-ડે ઇનિંગમાં 892 રન થઇ ગયા. શરૂઆતી 20 ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટનના લિસ્ટમાં તેમણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા. 1120 રનના સાથે વિરાટ ટોપ પર છે.

7. શુબમન ગિલે બાબરને પાછળ છોડ્યો
ભારતીય ઓપનર શુબમન ગિલે ત્રીજી વન-ડેમાં 116 રન બનાવ્યા. આ ઇનિંગની સાથે તેમના 18 વન-ડેમાં 894 રન થઇ ગયા છે. શરૂઆતની 18 વન-ડે મેચમાં સૌથી વધુ રન બનાવવામાં તેઓ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમથી આગળ નીકળી ગયા. બાબરે 18 વન-ડેમાં 886 રન બનાવ્યા હતા. 18 મેચ પછી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાનના નામે છે. ફખરે 1065 રન બનાવી લીધા હતા.

8. રોહિત શર્માએ કેપ્ટન રહીને શ્રીલંકાની વિરુદ્ધ 13મી વન-ડે જીતી. શ્રીલંકાની સામે સૌથી વધુ વન-ડે જીતનાર ભારતીય કેપ્ટનમાં તેમણે કપિલ દેવને પાછળ છોડ્યા. કપિલની કેપ્ટનશિપમાં ભારતે 12 વન-ડે જીતી છે. પહેલા નંબર પર મહેન્દ્રસિંહ ધોનીએ 34 વન-ડે જીતી છે. ધોનીના બાદ મોહમ્મદ અઝરુદ્દીને 22 વિરાટ કોહલીએ 21 વન-ડે જિતાડી છે.

9. શ્રીલંકાની સામે ત્રીજું સૌથી મોટું ટોટલ
ભારતે શ્રીલંકાની સામે 50 ઓવરમાં 390 રન બનાવ્યા. શ્રીલંકાની વિરુદ્ધ વન-ડેમાં આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. પહેલાંથી પાંચમા સુધીના લિસ્ટમાં ભારત જ છે. ભારતે શ્રીલંકાની સામે 414, 404, 392, 390 અને 384 રનનો સ્કોર બનાવ્યો છે. છઠ્ઠા નંબર પર સાઉથ આફ્રિકાના 376 અને પછી ઓસ્ટ્રેલિયાએ 375 રન બનાવ્યા છે.

10. સૌથી મોટી જીત
ભારતના 391 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા માત્ર 73 રનમાં સમેટાઇ ગઇ. 317 રનની જીતથી વન-ડેમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. ભારતે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ન્યૂઝીલેન્ડે 2008માં આયર્લેન્ડને 290 રને હરાવી હતી.

11. એક ટીમની વિરુદ્ધ સૌથી મોટી જીત
ભારતે વન-ડે ક્રિકેટમાં શ્રીલંકાને 96 વાર હરાવ્યું છે. એની સાથે વન-ડેમાં કોઇ એક ટીમની વિરુદ્ધ સૌથી વધુ જીતનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે થઇ ગયો છે. પહેલાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 95 વાર હરાવી હતી.

12. વિરાટે જયવર્ધનને પાછળ છોડ્યો
સૌથી વધુ વન-ડે રન બનાવનાર પ્લેયરના લિસ્ટમાં વિરાટ કોહલી પાંચમા નંબરે પહોંચી ગયા છે. તેમણે શ્રીલંકાના મહેલા જયવર્ધનને પાછળ છોડી દીધો છે. જયવર્ધને 448 વન-ડેમાં 12650 રન બનાવ્યા છે. વિરાટે 268 વન-ડેમાં 12754 રન બનાવી લીધા છે. સૌથી વધુ વન-ડે રન બનાવનારામાં સચિન તેંડુલકર ટોપ પર છે. તેમના 463 મેચોમાં 18426 રન છે.

13. સઇદ અનવરથી આગળ નીકળ્યા વિરાટ
શ્રીલંકાની સામે સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનારા ખેલાડીમાં વિરાટ કોહલીએ પાકિસ્તાનના સઇદ અનવરને પાછળ છોડી દીધા. વિરાટે 21 વાર શ્રીલંકાની વિરુદ્ધ 50+ સ્કોર બનાવ્યો. ત્યાં અનવરે 20 વાર આવું કર્યું છે. આ લિસ્ટમાં ટોપ પર 25 વાર ફિફ્ટી પ્લસ સ્કોરની સાથે સચિન જ છે. શ્રીલંકાની સામે વિરાટની આ 50મી વન-ડે મેચ હતી.

14. પોન્ટિંગથી વધુ સેન્ચુરી પાર્ટનરશિપ
કોહલીએ ત્રીજી વન-ડેમાં બે સેન્ચુરી પાર્ટનરશિપ કરી. તેઓ વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી 73 સેંચુરી પાર્ટનરશિપનો હિસ્સો રહી ચૂક્યા છે. તેમણે આ સાથે જ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (72 પાર્ટનરશિપ)ને પાછળ છોડીને બીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. 99 વાર 100 રનની પાર્ટનરશિપની સાથે સચિન આ લિસ્ટમાં ટોપ પર છે.

15. શ્રીલંકાની સામે સૌથી વધુ શતક
શ્રીલંકાની સામે સૌથી વધુ વન-ડે શતક લગાવનારા ખેલાડીઓમાં વિરાટ ટોપ પર છે. શ્રીલંકાની વિરુદ્ધ વિરાટના નામે 10 શતક છે. તેની પાછળ સચિન તેંડુલકરના નામે 8 શતક અને પાકિસ્તાનના સઇદ અનવરના નામે 7 શતક છે.

16. એક ટીમની સામે સૌથી વધુ સદી
વન-ડેમાં કોઇ એક ટીમ સામે સૌથી વધુ સદી બનાવવામાં વિરાટ ટોપ પર પહોંચી ગયા છે. શ્રીલંકાની સામે વિરાટે 10મી સદી ફટકારી. સચિને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 9 વન-ડે સદી ફટકારી હતી. વિરાટના નામે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ પણ 9 શતક લગાવવાનો રેકોર્ડ છે.

17. ભારતમાં સૌથી વધુ શતક
સિરીઝની પહેલી અને ત્રીજી મેચમાં વિરાટે સેન્ચુરી લગાવી. આ રીતે ભારતમાં તેના નામે 21 શતક બની ગયા છે. પોતાના ઘરેલુ મેદાન પર સૌથી વધુ શતક બનાવનારામાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. સચિનના નામે ભારતમાં ભારતમાં 20 શતક છે.

અન્ય સમાચારો પણ છે...