તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પુત્રીના જન્મનાં વધામણાં આપ્યાં હતાં. ટીમ ઇન્ડિયાના કેપ્ટને જેવા આ ન્યૂઝ શેર કર્યા, ઘણી કન્ઝ્યુમર કંપનીઓએ પોતાને દેશની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી દંપતી સાથે જોડાવવાનો પ્રયાસ કર્યો.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
પ્રોક્ટર એન્ડ ગેમ્બલની બ્રાન્ડ પેમ્પર્સ, ટ્રોપિકાના અને પેપ્સી, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો, ડિલિવરી સર્વિસીઝ કંપની ડંઝો અને લિબર્ટી શૂઝે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપાદનો રજૂ કર્યાં હતાં અને તક ઝડપી લીધી હતી. વિરાટ આમાંથી કોઈપણ બ્રાન્ડને પ્રમોટ કરતો નથી. જોકે આમાંથી કેટલીક બ્રાંડ્સ વિરાટને સાઈન કરવાનું વિચારી રહી છે.
જાહેરાતોનો વરસાદ
આ બાબતે જાણકારી ધરાવતા એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે દીકરીના જન્મ પહેલાં જ વિરાટની મેનેજમેન્ટ ફર્મને બેબી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓની ઓફર મળવા લાગી હતી. વિરાટ જે બ્રાન્ડ્સનો પ્રચાર કરે છે તેમનો તો અત્યારે ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ 8થી 10 બીજી બ્રાન્ડ્સ પણ ડેડી બનેલા કેપ્ટન કોહલીને સાઈન કરવા માગે છે.
Congratulations❤️ pic.twitter.com/Fc0GsqwzFy
— zomato (@zomato) January 11, 2021
પ્રોક્ટર એન્ડ ગેમ્બલના બ્રાન્ડ પેમ્પર્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ટૂંકો વિડિયો પોસ્ટ કર્યો છે. તેમણે વિરાટ અને અનુષ્કાને ટેગ લખ્યું કે “Here’s to new roles and a new innings." તેવી જ રીતે પેપ્સિકોની જ્યૂસ બ્રાન્ડ ટ્રોપિકાનાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, #GoodnessComesHome, #ItsAGirl. વિરાટે પેપ્સીનું પ્રમોશન 2017 સુધી કર્યું હતું. કંપનીએ તેના સોશિયલ મીડિયામાં લખ્યું છે, "એક સ્વેગ સ્ટારનો જન્મ." એ જ રીતે, લિબર્ટી શૂઝે વિરુષ્કા હેશટેગ સાથે લખ્યું, “Beginning of the Much Awaited Innings."
વિરાટની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધારે
વિરાટ કોહલીની રિપ્રેઝન્ટ કરનાર કંપની કોર્નરસ્ટોન વેન્ચર્સે આ નવી બ્રાન્ડ્સ સાથેના સાઇનઅપ કે ઓફર્સ અંગે કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે. ઓનલાઇન સેન્ટિમેન્ટ કંપની ચેકબ્રાન્ડ અનુસાર, વિરાટની બ્રાન્ડ વેલ્યુ ભારતીય ક્રિકેટર્સમાં સૌથી વધારે છે. તે 328 કરોડ રૂપિયા સાથે ટોપ પર છે. એ પછી સચિન તેંડુલકર (167 કરોડ રૂપિયા) અને મહેન્દ્રસિંહ ધોની (124 કરોડ રૂપિયા) સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.