શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ:વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે ત્રિવેન્દ્રમ બીચ પર કર્યો બ્રેકફાસ્ટ

23 દિવસ પહેલા

તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામેની ત્રીજી વનડે પહેલાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શહેરના પ્રખ્યાત શ્રી પદ્મનાભસ્વામી મંદિરે પહોંચ્યા હતા. જેમાં ટોપ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, બોલર યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરનો સામેલ હતા. તેમની સાથે બોલિંગ કોચ પારસ મ્હાબરે પણ મંદિરે પહોંચ્યા હતા.

શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં ઊભા રહીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ફોટો વાઈરલ થયો છે. તસવીરમાં મંદિરના પૂજારી સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ નજરે પડે છે. તો વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બીચ પર બ્રેકફાસ્ટ કરતો ફોટો શેર કર્યો છે. શ્રીલંકા સામેની સિરીઝમાં ભારત બે વનડે મેચ જીતીને 2-0થી આગળ છે. ત્રીજી વનડે રવિવારે બપોરે 1.30 વાગ્યે રમાશે.

કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની તસવીર પણ સામે આવી છે.
કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની તસવીર પણ સામે આવી છે.

પૂજારી સાથે દેખાયો સૂર્યકુમાર
T20 ટીમના વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે મંદિરના પૂજારી અને પુત્રી સાથેનો પોતાનો એક ફોટો જાહેર કર્યો છે. તેમના સિવાય મંદિરમાં પ્રસાદ લેતા કુલદીપ અને અક્ષરનો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. ચહલ અને અય્યર પણ એક ફોટોમાં જોવા મળ્યા.

મંદિરના પૂજારી સાથે બેટર સૂર્યકુમાર યાદવ.
મંદિરના પૂજારી સાથે બેટર સૂર્યકુમાર યાદવ.
શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચતા અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો આ ફોટો વાઈરલ થઈ રહ્યો છે.
શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચતા અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો આ ફોટો વાઈરલ થઈ રહ્યો છે.

કોહલી ત્રિવેન્દ્રમ બીચ પર જોવા મળ્યો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ત્રિવેન્દ્રમ બીચ પર જોવા મળ્યો. કોહલીએ શનિવારે સવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અનુષ્કા સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે બીચ પર બ્રેકફાસ્ટ કરતો જોવા મળ્યો.

પત્ની અનુષ્કા શર્મા સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ત્રિવેન્દ્રમ બીચ પર બ્રેકફાસ્ટ કર્યો.
પત્ની અનુષ્કા શર્મા સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ત્રિવેન્દ્રમ બીચ પર બ્રેકફાસ્ટ કર્યો.

અય્યરે વિરાટ કોહલી સાથે ફોટો શેર કર્યો હતો
તિરુવનંતપુરમ પહોંચતાની સાથે જ બેટર શ્રેયસ અય્યરે વિરાટ કોહલી સાથેનો એક ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. અય્યરની પોસ્ટમાં 2 ફોટા હતા. એકમાં ઐયર એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળે છે. જ્યારે બીજા ફોટોમાં તે કોહલી સાથે જોવા મળે છે, આ ફોટોમાં કોહલી ફની રિએક્શન આપતો નજરે પડે છે.

ટીમ ઇન્ડિયા હોટલ પર પહોંચી તેની તસવીર
ટીમ ઇન્ડિયા હોટલ પર પહોંચી તેની તસવીર

BCCIએ વીડિયો શેર કર્યો હતો
ત્રીજી વનડેનું લોકેશન તિરુવનંતપુરમ પહોંચતાની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો હોટલ પહોંચવાનો નજારો જોવા મળ્યો હતો. હોટેલ સ્ટાફે તમામ ખેલાડીઓનું ટ્રેડિશનલ સ્ટાઈલમાં સ્વાગત કર્યું હતું.

સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ
ભારતે શ્રીલંકા સામેની 3 મેચની વનડે સિરીઝમાંથી ભારત 2 મેચ જીતી ચૂક્યું છે. ભારતે પ્રથમ મેચ 67 રને જીતી હતી. જ્યારે બીજી મેચ રોમાંચક રહી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...