કોહલીની ફિટનેસનું રહસ્ય:કહ્યું - ક્યારેય વર્કઆઉટ મિસ કરતો નથી, પ્રોસેસ્ડ શુગર, ગ્લુટેન અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરું છું

એક મહિનો પહેલા

રમત હંમેશાં એક ખેલાડી માટે ટૉપ પર રહેલી હોય છે, પરંતુ આ દરમિયાન મળતું પ્રેશર તેમના મેન્ટલ હેલ્થ પર નેગેટિવ અસર કરી શકે છે. વેસ્ટઈન્ડીઝ અને ઝિમ્બાબ્વે ટૂરમાં આરામ પર રહેલા વિરાટ કોહલીએ આ વાત એક ઇન્ટરવ્યુ દરમિયાન કહી હતી. કોહલીનું માનવું છે કે એક સ્પોર્ટ્સ પર્સન માટે રિકવરી પિરિયડ ખૂબ જ મહત્ત્વનો રોલ નિભાવે છે. હાલ કોહલી તો ફોર્મમાં નથી, પરંતુ તે આજે પણ દુનિયાના સૌથી વધુ ફિટ ખેલાડીઓમાંથી એક છે.

વાંચો મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ પર કોહલીનું શું કહેવું છે...

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં કોહલીએ જણાલ્યુ હતું કે ' હું ક્યારેય પણ વર્કઆઉટ મિસ કરતો નથી. પ્રોસેસ્ડ શુગર લેતો નથી. ગ્લુટન અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરું છુ.'

'મારી ફિટનેસ જર્ની શાનદાર છે. શરૂઆતમાં મને અઘરું પડતું હતું, કારણ કે મારે ખુદને વર્કઆઉટ માટે પુશ કરવાનું હતું. મારે પોતાની ફિટનેસમાં સુધારો લાઈફસ્ટાઇલમાં બદલાવ કરીને લાવવાનો હતો. હું મારું બેસ્ટ આપતો હતો અને એ વાતનું ધ્યાન આપતો હતો કે હું ક્યારેય પણ વર્કઆઉટ મિસ ના કરી શું.'

'મારું ડેઇલી રૂટિન સિમ્પલ છે, જેમ કે હું સતત હાઇડ્રેટેડ રહું છું, પૌષ્ટિક ખાઉં છું. આ વસ્તુ મારા શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે. અને હું જલદીથી રિકવર થઈ જઉં છું.'

શરીરમાં બદલાવ આવે છે તો તમને ફિટનેસની લત લાગી જાય છે
તેણે વધુમાં કહ્યું હતું કે 'એક સમય હતો કે જ્યારે હું ડાયટ અને ફિટનેસ પર ફોકસ કરતો નહોતો. પરંતુ હવે છેલ્લાં થોડાં વર્ષોથી મેં મારી જમવાની રીત બદલી નાખી છે. હવે હું ખાવા-પીવામાં વધુ ધ્યાન રાખવા લાગ્યો છું. એક હજુ વાત એ છે કે હું મારા પેટની ક્ષમતા 90% રાખું છું. મારા જેવા ખાવાના શોખીન માટે આ અઘરું છે, પરંતુ જેમ-જેમ તમારા શરીરમાં બદલાવ આવે છે તેમ-તેમ તમને હેલ્ધી રહેવાની લત લાગી જાય છે.'

પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું, જેથી તણાવમુક્ત રહું છું
ખુદને તણાવમુક્ત કેવી રીતે રાખો છો, તેના સવાલના જવાબમાં કોહલી જણાવે છે, "સાચું કહું તો હું મારા પરિવાર સાથે સમય પસાર કરું છુ, જેને કારણે હું તણાવમુક્ત રહું છું. આ ઉપરાંત મને મારા શોખ પૂરા કરવા ખૂબ ગમે છે. વધુમાં, હું ટ્રાવેલિંગ પણ કરીને પણ તણાવમુક્ત રહેવાની કોશિશ કરું છું. મને કોફીનો પણ ઘણો શોખ છે. હું અલગ-અલગ ફ્લેવરની કોફી ટ્રાય કરતો રહું છું.'

ઘણી વખત ફેન્સથી ભરેલા રૂમમાં એકલતાનો અનુભવ થયો છે
મેન્ટલ હેલ્થ પર તે કહે છે, 'મને સપોર્ટ કરનારા લોકો પણ મારી સાથે મારા રૂમમાં હોય તોપણ મને એકલતાનો અનુભવ થયો છે. એક ખેલાડી માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે રમત! રમત જ ખેલાડીઓને સર્વશ્રષ્ઠ બનાવે છે. પરંતુ એ વખતનું દબાણ તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. આ એક ગંભીર મુદ્દો છે. જો તમે તમારી ગેમથી કનેક્શન ખોઈ બેસો છો, તે તમને તમારી આસપાસની વસ્તુઓને ખાઈ બેસો છો.'

વિરાટ કોહલી 28 ઑગસ્ટથી પાકિસ્તાન સામે રમાનારા એશિયા કપના મેચથી વાપસી કરશે. તેના એશિયા કપના રેકોર્ડ્સને જોતાં ચાહકોને તેના ફોર્મમાં આવવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...