તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli Breaks All Records On Instagram, Becoming The Most Followed Celebrity In Asia With 150 Million Followers

સોશિયલ મીડિયામાં પણ 'વિરાટ':કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર તમામ રેકોર્ડ્સ તોડ્યા, એશિયામાં સૌથી વધુ 150 મિલિયન ફોલોઅર્સ ધરાવનારો સેલિબ્રિટી બન્યો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલી -ફાઈલ ફોટો - Divya Bhaskar
વિરાટ કોહલી -ફાઈલ ફોટો
  • રમતજગતમાં રોનાલ્ડો સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે

વિરાટ કોહલી ક્રિકેટનો તો કિંગ છે જ, પરંતુ તેની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ છવાયેલો જોવા મળે છે. તે તેનાં તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. હાલમાં જ કોહલીએ સોશિયલ મીડિયામાં એક નવો રેકોર્ડ નોંધાયો છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 150 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. આ સાથે જ આ સિદ્ધિ હાંસલ કરનારો તે એકમાત્ર ભારતીય બની ગયો છે. રમતની દુનિયામાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ બાબતે કોહલી ચોથા નંબરે છે.

વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ, જેમાં 150 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા છે.
વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ, જેમાં 150 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા છે.

ખેલ-જગતમાં ફોલોઅર્સ બાબતે રોનાલ્ડો ટોપ પર
337 મિલિયન ફોલોઅર્સની સાથે ફૂટબોલર રોનાલ્ડો આ લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે બીજા નંબરે લિયોનલ મેસ્સી છે, જેના 260 મિલિયન ફોલોઅર્સ છે. નેમાર જુનિયરના 160 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા નંબર પર છે.

કોહલી એશિયામાં નંબર વન છે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા એશિયન સેલિબ્રિટીઝમાં સૌથી વધુ છે. કોહલી આ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર 75 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનારો પહેલો એશિયન બન્યો હતો.

દરેક સોશિયલ મીડિયા સાઇસ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ
માત્ર ઇન્સ્ટાગ્રામ જ નહિ, કોહલી ટ્વિટર અને ફેસબુક પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. વિરાટના ટ્વિટર પર 43.5 મિલિયન અને ફેસબુક પર 48 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

એક પોસ્ટ 5 કરોડ કમાય છે
ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી 2020 પ્રમાણે, વિરાટ કોહલી 237.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતની સૌથી અમીર હસ્તીના રૂપે ટોપ પર પહોંચ્યો હતો. કોહલી તેની દરેક પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની તુલનામાં રોનાલ્ડો દરેક સ્પોન્સર્ડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 11.72 કરોડ રૂપિયા ચાર્જ લે છે.

અન્ય સમાચારો પણ છે...