તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં T-20 સિરીઝ જીતવા સાથે જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કોહલી SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં T-20 સિરીઝ જીતનાર એકમાત્ર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ બાબતમાં તેણે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.
ધોની ફક્ત દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જ ટીમ ઈન્ડિયાને T-20 સિરીઝમાં જીત અપાવી શક્યો હતો. તે ન્યૂઝીલેન્ડ અને ઈગ્લેન્ડમાં T-20 સિરીઝ જિતાડી શક્યો નથી.
કોહલીના નેતૃત્વમાં વિદેશી જમીન પર સતત 10 જીત
કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વિદેશી જમીન પર અત્યાર સુધી સતત 10 T-20 મેચમાં અજેય છે. જો ટીમ ઈન્ડિયા મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી મેચમાં જીત હાંસલ કરશે તો તે સતત 10 T-20 જીતનાર વિશ્વની ત્રીજી ટીમ બની જશે. આ બાબતમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને પાછળ છોડી દેશે.
કોની સામે | T-20 જીત્યા | ક્યારે |
વેસ્ટઈન્ડીઝ | 3 | ઓગસ્ટ,2019 |
ન્યૂઝીલેન્ડ | 5 | જાન્યુઆરી 2020 |
ઓસ્ટ્રેલિયા | 2 | ડિસેમ્બર, 2020* |
T-20 ઈન્ટરનેશનલમાં સતત સૌથી વધારે મેચ જીતવાની બાબતમાં પહેલા અને બીજા ક્રમ પર અફઘાનિસ્તાન છે.
ટીમ | T-20 જીત્યા | વર્ષ |
અફઘાનિસ્તાન | 12 | 2018-19 |
અફઘાનિસ્તાન | 11 | 2016-17 |
પાકિસ્તાન | 09 | 2018 |
ભારત | 09* | 2020 |
ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ જીતવાનો રેકોર્ડ
બે અથવા બેથી વધારે દ્વિપક્ષીય સિરીઝની વાત કરીએ તો કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T-20)માં સિરીઝ જીતનારા પહેલા ઈન્ટરનેશનલ કેપ્ટન પણ બની ગયા છે. કોહલીએ અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે અને ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ટીમને હાર આપી હતી. જ્યારે વર્તમાન T-20 સિરીઝ પર ભારતે કબ્જો કરી લીધો છે.
આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાને ત્રણેય ફોર્મેટમાં હાર આપી હતી. તે સમયે ફાફ ડુ પ્લેસિસ આફ્રિકાની ટીમના કેપ્ટન હતા, જોકે તે સમયે ફક્ત એક જ T-20 રમાઈ હતી.
તાજેતરમાં જ સચિનનો રેકોર્ડ પણ તોડ્યો હતો
ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સિરીઝમાં કોહલી સૌથી ઝડપી 12 હજાર રન બનાવવામાં સચિન તેન્ડુલકરે પાછળ છોડી દીધો હતો. સચિને 12 હજાર રન બનાવવા માટે 309 મેચ રમ્યો હતો. જ્યારે કોહલીએ સચિનથી 58 મેચ અગાઉ જ આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો. આ અગાઉ કોહલી સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ તોડી ચુક્યો હતો. કોહલીએ અત્યાર સુધી 251 વનડેમાં આશરે 60ના સરેરાશથી 12,040 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં ભારતને 13 રનથી હરાવ્યુ હતું.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.