સાઉથ આફ્રિકાની મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એકસાથે નહીં રમે. આ સંજોગ છે કે કેપ્ટનશિપનો વિવાદ એ ખબર નથી, પરંતુ સાચી વાત એ છે કે સાઉથ આફ્રિકામાં બંને ખેલાડી જશે ખરા, પણ ટેસ્ટ અને વન-ડેમાં એકસાથે રમવાના નથી.
ભારતને સૌથી પહેલા ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. ત્યાર પછી ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની છે. રોહિત ઇજાગ્રસ્ત હોવાને કારણે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિરાટ વન-ડેમાંથી તેનું નામ પરત લેવાનો છે. રોહિતને તાજેતરમાં જ વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશિપ લઈને કેપ્ટન બનાવાયો છે. ત્યારથી જ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિરાટ પાસેથી કેપ્ટનશિપ લઈ લીધી હોવાથી તે દુ:ખી છે.
રોહિત ઇજાગ્રસ્ત હોવાથી ટેસ્ટમાંથી બહાર
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા મેચ માટે 16 ડિસેમ્બરે રવાના થવાની છે. ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 26 ડિસેમ્બરે થવાની છે. ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી ટીમને કેપ્ટનશિપ કરશે. વન-ડે સિરીઝ 19 જાન્યુઆરીથી રમાવાની શરૂ થશે. ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે વન-ડે માટે ટીમની જાહેરાત થવાની બાકી છે.
આ દરમિયાન રોહિત સોમવારે મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. તેના હાથમાં ઈજા થઈ છે. જોકે વન-ડે સિરીઝ સુધી તે ફિટ થઈ જાય એવી શક્યતા છે. BCCI ટેસ્ટ સિરીઝમાં રોહિત નહીં રમે એવી જાહેરાત કરીને ગુજરાતના બેડ્સમેન પ્રિયાંક પંચાલને ટીમમાં સામેલ કર્યો છે.
વિરાટ વન-ડે નહીં રમે
વન-ડે માટે વિરાટની જગ્યાએ રોહિતને ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે. ટેસ્ટ સિરીઝ પછી 3 વન-ડે મેચની સિરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થવાની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલી તેની દીકરી વામિકાના પહેલા બર્થ-ડે પર પરિવાર સાથે રહેવા માગે છે. તેની દીકરીનો બર્થ-ડે 11 જાન્યુઆરીએ છે, જ્યારે ત્રીજી ટેસ્ટ પણ 11થી 15 જાન્યુઆરી વચ્ચે જ રમાવાની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રામણે, કોહલી થર્ડ ટેસ્ટ પછી તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું આયોજન કરી રહ્યો છે.
રોહિત કરી ચૂક્યો છે વિરાટનાં વખાણ
રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી BCCI TVને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં વિરાટનાં વખાણ કરી ચૂક્યો છે. રોહિતે કહ્યું હતું કે કોહલીએ 5 વર્ષ સુધી ભારતીય ટીમને ફ્રન્ટથી લીડ કરી છે. કોહલીએ દરેક મેચમાં તેનું બેસ્ટ પર્ફોર્મ આપવાનો ટ્રાય કર્યો છે. તેની કેપ્ટનશિપમાં ટીમે ક્યારેય પાછળ વળીને જોયું નથી. મારા માટે કોહલીની કેપ્ટનશિપમાં રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે. અમે બંનેએ ઘણી મેચ સાથે રમી છે અને દરેકને એન્જોય કરી છે. આગળ પણ એવું જ કરીશું. એક ટીમ તરીકે અમારે વધારે મજબૂત બનવાનું છે અને અમારું ફોકસ એના પર જ છે.
ટેસ્ટ સિરીઝની તારીખ
વન-ડે સિરીઝની તારીખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.