તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Got Angry After Being Out In The Second Innings At The Oval Test, Knocking His Hand On The Door; Serious Injuries Would Also Have Been Inflicted

કોહલીને પોતાની જ ભૂલ પર આવ્યો ગુસ્સો:ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં આઉટ થતાં ડ્રેસિંગ રૂમમાં જતા દરવાજા પર હાથ પછાડ્યો; વીડિયો વાઈરલ

17 દિવસ પહેલા
  • મોઇન અલીએ ટેસ્ટમાં છઠ્ઠીવાર વિરાટ કોહલીને આઉટ કર્યો

ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલી હવે સદી કરવા માટે વલખાં મારી રહ્યો છે, પરંતુ છેલ્લી 53 ઈનિંગથી તે સેટ થયા પછી પેવેલિયન ભેગો થઈ જાય છે. તેવામાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન પણ કોહલી બીજી ઈનિંગમાં સેટ થયા પછી આઉટ થઈ જતા ગુસ્સે થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બીજી ઈનિંગમાં કોહલીને 44 રનમાં મોઇન અલીએ પેવેલિયન ભેગો કર્યો હતો. જેથી પોતાના પ્રદર્શનથી નારાજ થઈને કોહલીએ ડ્રેસિંગ રૂમ ગયા પછી ગુસ્સામાં દરવાજાને પંચ માર્યો હતો. હવે કોહલીની આવી ઉગ્ર પ્રતિક્રિયાના પગલે તેને ઈજા પણ પહોંચી શકે તેમ હતું.

મોઇન અલીએ ટેસ્ટમાં છઠ્ઠીવાર કોહલીને આઉટ કર્યો
ઈનિંગની 111મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી 44 રન કરી આઉટ થયો હતો. મોઇન અલીએ તેની ઓવરનો છેલ્લો બોલ ગુડ લેન્થ પર આઉટ સાઇડ ઓફ સ્ટમ્પની લાઇન પર નાખ્યો હતો. જેને ડિફેન્ડ કરવા જતા સ્લિપમાં ઓવર્ટનના હાથે કેચ આઉટ થયો હતો.

તેવામાં ડ્રેસિંગ રૂમ તરફ જતા સમયે વિરાટ કોહલીએ ગુસ્સામાં પોતાનો હાથ દરવાજા પર પછાડ્યો હતો. જેનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે તેની આવી ઉગ્ર પ્રતિક્રિયાથી વિરાટ કોહલી ઈજાગ્રસ્ત પણ થઈ શક્યો હોત.

સદી માટે તરસ્યો વિરાટ
ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી 53 ઈનિંગથી સદી ફટકારી શક્યો નથી. તેણે છેલ્લી સદી બાંગ્લાદેશ વિરૂદ્ધ 2019માં ઇડન ગાર્ડન્સમાં ફટકારી હતી. ત્યારપછી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકપણ સદી નોંધાવી નથી. તેવામાં વિરાટના ફેન્સ પણ આતુરતાથી તેની સદીની રાહ જોઇ રહ્યા છે.

ઇંગ્લિશ ફેન્સે પણ વિરાટની મજાક ઉડાવી
ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફ્લોપ શો યથાવત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હોય કે પછી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ, રન મશીનને જાણે કાટ લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કોહલી સદી તો દૂરની વાત રહી પણ એક-એક રન માટે વલખાં મારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હેડિંગ્લે ટેસ્ટમાં પણ કેપ્ટન કોહલી ફરી એકવાર 7 રનના સ્કોર પર એન્ડરસનનો ટાર્ગેટ રહ્યો હતો. તેવામાં ઇંગ્લેન્ડના ફેન્સે કોહલીને CHEERIO (ગુડ બાય, ટાટા) કહીને કટાક્ષ કરતા વિદાય આપી હતી.

નોટિંઘમ ટેસ્ટમાં પણ કોહલી એન્ડરસનના પહેલા બોલે પેવેલિયન ભેગો
નોટિંઘણમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચનાં બીજા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ માત્ર એક બોલ સુધી જ ચાલી હતી. કોહલીએ જેવી રીતે પહેલા બોલ પર એન્ડરસનને વિકેટ ગિફ્ટ આપી એને જોઇને ઈન્ડિયન ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. બીજા દિવસે 97/0થી ઈન્ડિયન ટીમે સ્કોરબોર્ડ(112/4)માં માત્ર 15 રન ઉમેરી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં વિરાટ કોહલી પણ શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

જેમ્સ એન્ડરસન સામે કોહલી ઢેર
ઇંગ્લિશ ટીમના ફાસ્ટ બોલર એન્ડરસને કોહલીને 7મી વાર આઉટ કર્યો હતો.
એણે કોહલીને સૌથી વધુ વાર આઉટ કરવાના ઓસ્ટ્રેલિયન બોલર નેથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
લાયને 33 ઈનિંગમાં અને એન્ડરસને 44 ઈનિંગમાં આ પડાવ પાર કર્યો છે. આ સિરીઝમાં બીજી વાર એન્ડરસને કેપ્ટન કોહલીને પેવેલિયન ભેગો કર્યો હતો.

ઇંગ્લેન્ડ સિરીઝમાં પણ કોહલી સદી નથી ફટકારી શક્યો
ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડમાં પણ વિરાટ કોહલીએ અર્ધસદી તો નોંધાવી છે પરંતુ તેને સદીમાં ફેરવી શક્યો નથી. તેણે આ સીરીઝની 7 ઈનિંગમાં 218 રન કર્યા છે. આ ઈનિંગ દરમિયાન તેણે 31.14ની એવરેજથી રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...