કોહલી નહીં રહે T-20નો કેપ્ટન:વિરાટે લીધો T-20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય, પોસ્ટમાં વર્ક લોડનો ઉલ્લેખ કર્યો

3 મહિનો પહેલા

UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો. આ અંગે તેણે સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શેર કરી માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી વનડે અને ટેસ્ટનો કેપ્ટન તો રહેશે.

જોકે છેલ્લા કેટલાક સમયથી કોહલી કેપ્ટનશિપ છોડી શકે છે, એવી ચર્ચા થઈ રહી હતી. આ અંગે ઘણી અટકળો પણ લગાવાઈ રહી હતી, જોકે BCCIના કેટલાક અધિકારીએ આ સમાચારની ખંડણી પણ કરી હતી. તેવામાં હવે વિરાટ કોહલી પછી રોહિત શર્મા ઈન્ડિયન ટીમનો કેપ્ટન બની શકે છે, તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યું છે.

T-20માં સૌથી વધુ 50+ સ્કોર કરનાર કેપ્ટનની યાદી
(2021 સુધીના આંકડા)
ખેલાડીરનનો પડાવ પાર કર્યો
NO.1 વિરાટ કોહલી12 વાર
બાબર આઝમ11 વાર
એરોન ફિંચ11 વાર
કેન વિલિયમ્સન11 વાર
ઓઇન મોર્ગન9 વાર

કેપ્ટનશીપ છોડવાનો કોહલીનો લેટર અહીં વાંચો...
કોહલીએ લેટરમાં લખ્યું છે કે, 'હું અત્યંત ભાગ્યશાળી રહ્યો છું કે મને માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નથી મળી, પણ મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તેનું કેપ્ટનિંગ કરવાની તક પણ મળી છે. હું ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે મારી સફરમાં મને ટેકો આપનાર દરેક વ્યક્તિનો આભાર માનવા માંગુ છું. ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, કોચ અને દરેક ભારતીય કે જે અમારી જીત માટે સતત પ્રાર્થના કરતા હતા તેમના વિના હું આ કરી શક્યો ન હોત.

'હું સમજું છું કે કામનો ભાર ખૂબ મહત્વનો છે. હું છેલ્લા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છું અને 5-6 વર્ષથી સતત કેપ્ટનશીપ પણ કરી રહ્યો છું. હું અનુભવું છું કે ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવા માટે મારી જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે મને થોડા સમય તથા સ્પેસની જરૂર છે. T-20ના કેપ્ટન તરીકે, મેં ટીમને મારું બધું આપ્યું છે. હું બેટ્સમેન તરીકે આગળ જતા T-20 ટીમમાં મારું યોગદાન આપવાનું ચાલુ રાખીશ.

કોહલીની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમની છેલ્લી 10 T-20 સિરીઝ
(2021 સુધીના આંકડા)
નિર્ણયવિરૂદ્ધ
3-2થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીઇંગ્લેન્ડ
2-1થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીઓસ્ટ્રેલિયા
5-0થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીન્યૂઝીલેન્ડ
2-0થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીશ્રીલંકા
2-1થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીવેસ્ટ ઈન્ડિઝ
1-1થી સિરીઝ ડ્રોદક્ષિણ આફ્રિકા
2-0થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીવેસ્ટ ઈન્ડિઝ
2-0થી ઈન્ડિયન ટીમ સિરીઝ હારીઓસ્ટ્રેલિયા
1-1થી સિરીઝ ડ્રોઓસ્ટ્રેલિયા
2-1થી ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીઇંગ્લેન્ડ

શાસ્ત્રી અને રોહિત સાથે નિર્ણય પહેલા ચર્ચા કરી
તેમણે લખ્યું છે કે આવો નિર્ણય લેવા માટે ચોક્કસપણે સમય લાગે છે. રવિભાઈ, રોહિત અને મારા નજીકના મિત્રો સાથે લાંબી ચર્ચા કર્યા બાદ, મેં T-20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. મેં આ અંગે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને તમામ પસંદગીકારો સાથે વાત કરી છે. કોહલીએ લખ્યું છે કે હું મારી પૂરી શક્તિથી ભારતીય ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ ટીમની સેવા કરવાનું ચાલુ રાખીશ.

T-20માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડી
(2021 સુધીના આંકડા)
ખેલાડીજીતકુલ મેચ
1. અસગર અફઘાન4252
2. મહેન્દ્ર સિંહ ધોની4172
3. ઓઇન મોર્ગન3764
4. સરફરાઝ અહેમદ2937
5. વિરાટ કોહલી2745
6. ડેરેન સેમી2747

કોહલીની બેટિંગ પર અસર
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના પ્રેશરને કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીએ ટેસ્ટમાં પોતાની છેલ્લી સદી 2019 નવેમ્બરમાં નોંધાવી હતી. કોહલીને પણ લાગે છે કે તમામ ફોર્મેટમાં તેની બેટિંગ સુધારવાને કારણે આ નિર્ણય લેવો જરૂરી છે. વળી, 2022 અને 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વર્લ્ડ કપ (વનડે અને T-20) પણ રમવાના છે. આવી પરિસ્થિતિમાં જો ઈન્ડિયન ટીમે વર્લ્ડ કપ જીતવો હશે તો વિરાટે આક્રમક બેટિંગ કરવાની જરૂર રહેશે, તેથી કોહલી પણ આ નિર્ણય લઈ શકે છે.

રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત્યા 5 ટાઇટલ
રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વાર ટાઇટલ જીત્યું છે. તેવામાં કોહલી જો કેપ્ટનશિપ જતી કરશે તો રોહિત શર્મા તેનું સ્થાન લઈ શકે છે. રોહિત અત્યારે વનડે ટીમનો વાઇસ- કેપ્ટન છે.

વનડે અને T-20માં વિરાટથી વધુ રોહિતની કેપ્ટનશપિમાં ઈન્ડિયન ટીમ સફળ
વનડે અને T-20માં ઈન્ટરનેશનલ લેવલે ટીમ ઈન્ડિયાને રોહિતની કેપ્ટનશિપમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. રોહિતની કેપ્ટનશિપમાં વનડેમાં વિનિંગ રેશિયો 80 છે, જ્યારે વિરાટની કેપ્ટનશિપમાં ટીમ 70.43 ટકા મેચ જીતવામાં સફળ રહી છે. વિરાટે 95 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 65 મેચ જીતી છે અને તેને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વનડેમાં 10 મેચ રમી છે, જેમાં 8 મેચમાં જીત તથા 2માં હારનો સામનો કરવો પડ્યો છે.

વળી, T-20માં રોહિતની કેપ્ટનશિપમાં ટીમે 78.94 ટકા મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપમાં 19 મેચ રમી છે, 15 મેચ જીતી છે અને 4માં હાર મળી છે. વળી, T20માં વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 60 ટકા મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશિપમાં 45 T20 મેચમાંથી ઈન્ડિયાએ 27 મેચ જીતી અને 14 મેચ હારી છે. વળી, 2 અનિર્ણાયક રહી.

અન્ય સમાચારો પણ છે...