આજે તિરુવનંતપુરમમાં સિરીઝની છેલ્લી મેચ રમાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 391 રનના ટાર્ગેટ સામે 22 ઓવરમાં માત્ર 73 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમની કુલ 9 વિકે પડી હતી. એક પ્લેયર રિટાયર્ડ હર્ટ થયો હતો, જેને કારણે તે બેટિંગમાં નહોતો આવ્યો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે એક રનઆઉટ થયો હતો. શ્રીલંકા તરફથી સૌથી વધુ નુવાનિદુ ફર્નાન્ડોએ 19 રન બનાવ્યા હતા. જ્યારે કસુન રજીથાએ 13 રન અને દાસુન શનાકાએ 11 રન કર્યા હતા. આ સિવાય શ્રીલંકાના કોઈ જ બેટર્સ ડબલ ડીજીટને ક્રોસ કરી શક્યા નહોતા. આ સજીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વ્હાઇટવોશ કર્યું હતું. ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝ 3-0થી ક્લિન સ્વિપ કરી લીધી છે.
પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ
15 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
ટીમ ઈન્ડિયાએ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ભારતે આ મામલે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું.
શ્રીલંકાને સૌથી મોટી હાર આપી
વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમની સૌથી મોટી હાર વર્ષ 2000માં શ્રીલંકા સામે થઈ હતી. ત્યારબાદ શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 245 રનથી હરાવ્યું હતું. હવે ભારતે શ્રીલંકાને પોતાની સૌથી મોટી હાર આપી છે. વર્ષ 2000માં શારજાહમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ સનથ જયસૂર્યા (189 રન)ની સદીની મદદથી 299 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ઇનિંગ 54 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે ભારતે વિરાટની જોરદાર સદીના જોરે જંગી સ્કોર બનાવ્યો અને શ્રીલંકાને 73 રન પર અટકાવીને હરાવ્યું હતું.
શ્રીલંકાની વિકેટ આવી રીતે પડી ...
પહેલી: બીજી ઓવરના 5મા બોલ પર સિરાજે અવિષ્કા ફર્નાન્ડોને ગીલના હાથે કેચ કરાવ્યો હતો.
બીજી: સિરાજે બીજી વિકેટ લેતા કુસલ મેન્ડિસને 4 રને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો.
ત્રીજી: શમીએ ચરિથ અસલંકાને આઉટ કર્યો હતો. તેનો કેચ અક્ષર પટેલે કર્યો હતો.
ચોથી: સિરાજે ત્રીજી વિકેટ લેતાં નુવાનિદુ ફર્નાન્ડોને બોલ્ડ કર્યો હતો.
પાંચમી: સિરાજે ચોથી વિકેટ લેતા હસરંગાને બોલ્ડ કર્યો હતો. સિરાજે આની પહેલા ત્રણ આઉટ સ્વિંગર નાખ્યા હતા, જેના પછીનો બોલ ઑફ કટર નાખ્યો હતો. જેને હસરંગા જાણી ના શક્યો અને તે બોલ્ડ થયો હતો.
છઠ્ઠી: સિરાજે બોલ નાખતા કરુણારત્નેએ તેને ડિફેન્ડ કર્યો હતો. જોકે તે ક્રિઝની બહાર હતો એની તેને ખબર નહોતી અને સિરાજે થ્રો કરીને તેને રનઆઉટ કર્યો હતો.
સાતમી: કુલદીપે 2019 WCમાં બાબર આઝમને બોલ્ડ કર્યો હતો. તેની ફરી યાદ અપાવતા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને બોલ્ડ કર્યો હતો.
આઠમી: મોહમ્મદ શમીએ કન્કશન સબ્સ્ટીટ્યૂટ પ્લેયર દુનિથ વેલ્લાગેને પોઇન્ટ પર ઊભેલા સૂર્યાના હાથ કેચ કરાવ્યો હતો.
નવમી: કુલદીપે લાહિરુ કુમારાને બોલ્ડ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ
ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી ફિફ્ટી ફટકારી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 97 બોલમાં 116 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શ્રેયસ અય્યરે 32 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ, જ્યારે ચમિકા કરુણારત્નેને 1 વિકેટ મળી હતી.
છેલ્લી ચાર વન-ડેમાં વિરાટની ત્રીજી સદી
લગભગ ત્રણ વર્ષથી સદીનો દુષ્કાળ સહન કરનાર વિરાટ હવે સદીઓનો વરસાદ વરસાવી રહ્યો છે. તેમણે છેલ્લી ચાર વન-ડેમાં ત્રીજી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકાર્યા પછી વિરાટે શ્રીલંકા સામેની હાલની સિરીઝની પહેલી અને આજની ત્રીજી મેચમાં સદી ફટકારી છે.
કિંગ કોહલીની 46મી વન-ડે સદી
ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 46મી સદી ફટકારી છે. તેણે ત્રીજી વન-ડેમાં આ સદી ફટકારી છે. તો સિરીઝમાં બીજી સદી પૂરી કરી છે. તેઓએ ઈન્ટરનેશન કરિયરની 74મી સદી પૂરી કરી છે.
કરિયરની બીજી સેન્ચુરી, વિરાટ સાથે 131 રનની પાર્ટનરશિપ
યુવા ઓપનર શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની બીજી સેન્ચુરી ફટકારી છે. તેણે 89 બોલમાં સદી પૂરી કરી હતી. તે 97 બોલમાં 116 રને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની પાર્ટનરશિપ કરી હતી.
ટીમ ઈન્ડિયાની આવી રીતે વિકેટ પડી...
પહેલી: 16મી ઓવરના બીજા બોલ પર, કરુણારત્ને રોહિતને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર અવિશકા ફર્નાન્ડોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
બીજી: 33.4 ઓવરે રજીથાએ ઑફ કટર બોલ નાખ્યો હતો. જેને શુભમન ગિલે મિસ કર્યો હતો અને તે બોલ્ડ થયો હતો.
ત્રીજી: 46મી ઓવરમાં લાહિરુ કુમારાએ શ્રેયસ અય્યરને સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર ધનંજય ડી સિલ્વાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ચોથી: 47.3 ઓવરે લાહિરુ કુમારાએ કેએલ રાહુલને ડિપ એક્સ્ટ્રા કવર પર સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર વેલ્લાગેના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
પાંચમી: કસુન રજીથાએ નાખેલા સ્લોઅનર બોલ પર સૂર્યા ડિપ એક્સ્ટ્રા કવર પર શોટ માર્યો હતો. જોકે ત્યાં ઊભેલા ફિલ્ડર અવિષ્કા ફર્નાન્ડોએ કેચ કરી લીધો હતો.
રોહિત-ગિલ વચ્ચે 95 રનની ઓપનિંગ પાર્ટનરશિપ
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે 95 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બન્નેએ 92 બોલનો સામનો કર્યો હતો. આ ભાગીદારીમાં રોહિતે 49 બોલમાં 42 અને ગિલે 43 બોલમાં 45 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 42 રન બનાવીને આઉટ થયો હતો.
મેચના ફોટોઝ...
બન્ને ટીમે બે ફેરફાર સાથે ઉતરી હતી.
સિરીઝની છેલ્લી મેચ માટે બન્ને ટીમે પોતપોતાની રમતમાં બે ફેરફાર કર્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપ્યો છે. તેમની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને સ્થાન મળ્યું છે. જ્યારે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ધનંજય ડી સિલ્વાના સ્થાને આશિન બંદારા અને જ્યોફ્રી વાન્ડરસેને ડ્યુનિથ વેલેજની જગ્યાએ ટીમમાં સામેલ કર્યા છે.
જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અશિન બંદારા, ચરિથ અસલંકા, વનિન્દુ હસરાંગા, જ્યોફ્રી વેન્ડરસે, ચમિકા કરુણારત્ને, કસુન રાજીથા, લાહિરુ કુમારા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.