તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat And Hardik Also Broke The Bio bubble Protocol, Went To The Baby Shop On December 7 Without Wearing A Mask, Kohli Shopped For The Baby To Come

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેપ્ટને પણ નિયમ તોડ્યો:વિરાટ અને હાર્દિકે પણ બાયો-બબલ પ્રોટોકોલ તોડ્યો, 7 ડિસેમ્બરે માસ્ક પહેર્યા વિના બેબી શોપમાં ગયા હતા, કોહલીએ આવનાર બાળક માટે ખરીદી કરી હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરાટ અને હાર્દિક સિડનીની એક બેબી શોપમાં માસ્ક પહેર્યા વિના શોપિંગ કરવા ગયા હતા. - Divya Bhaskar
વિરાટ અને હાર્દિક સિડનીની એક બેબી શોપમાં માસ્ક પહેર્યા વિના શોપિંગ કરવા ગયા હતા.

ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. લિમિટેડ ઓવર્સ પછી અત્યારે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. 4 ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે.

ત્રીજી ટેસ્ટ પહેલાં બાયો સિક્યુરિટી પ્રોટોકોલ તોડવા બદલ રોહિત શર્મા સહિત 5 ક્રિકેટર્સના નામ સામે આવ્યા હતા. તેઓ અત્યારે આઇસોલેશનમાં છે. હજી આ વિવાદ સમાપ્ત થાય તે પહેલાં વધુ પ્રોટોકોલના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 7 ડિસેમ્બરના રોજ સિડનમાં એક બેબી શોપની મુલાકાત લીધી હતી. ત્યાં બંનેએ ખરીદી કરી હતી. વિરાટે પોતાના આવનારા બાળક માટે ઘણી વસ્તુઓ લીધી હતી.

તેમણે શોપ પર ફોટોઝ પણ પડાવ્યા હતા, જેમાં બંને માસ્ક વગર દેખાયા હતા. લિમિટેડ ઓવર્સની શ્રેણી 8 ડિસેમ્બરે સમાપ્ત થઈ હતી, અંતિમ T-20ના એક દિવસ પહેલાં જ કોહલી અને હાર્દિક પ્રોટોકોલ તોડીને શોપિંગ કરવા ગયા હતા.

એડિલેડમાં બે ખેલાડીઓ કોફી શોપમાં ગયા હતા

  • વિરાટ અને હાર્દિકે ખરીદી તેના એક અઠવાડિયા પછી વધુ એક વખત નિયમોનું ઉલ્લંઘન થયું હતું.
  • એડિલેડમાં 2 ખેલાડીઓ માસ્ક પહેર્યા વગર કોફી શોપમાં ઓર્ડર કરવા ગયા હતા.
  • પછી તેમણે બહાર આવીને બધા સાથે નાસ્તો કર્યો હતો. (આ બે ખેલાડીઓના નામ હજી સામે આવ્યા નથી.)

માઇનોર ભૂલ હોવાથી એક્શન લેવામાં આવી નહોતી

  • ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો-બબલ ગાઈડલાઇન્સ અનુસાર આ બંને વખતે પ્રોટોકોલ તોડવામાં આવ્યા તે માઇનોર ભૂલ હોવાથી તે અંગે ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવ્યું નહોતું.
  • તે પછી રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સૈનીએ રેસ્ટોરાંની અંદર જઈને ડિનર કરતા તેમને રિપોર્ટ કરાયા હતા અને હાલ પાંચેય આઇસોલેશનમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો