• Gujarati News
  • Sports
  • Cricket
  • Virat And Dravid In The Practice Session; Also Played Football With Each Other, Players Recharged Before The Match

વિવાદોને પડતા મૂકી કોહલી મસ્તીના મૂડમાં:પ્રેક્ટિસ સેશનમાં વિરાટ અને દ્રવિડ થપ્પો રમ્યા! ટીમમાં પોઝિટિવ વાતાવરણ જોવા મળ્યું, મેચ પહેલાં પ્લેયર્સ રિચાર્જ થયા

એક મહિનો પહેલા
  • દ.આફ્રિકા વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે

ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. 3 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે, એવામાં BCCIએ ભારતીય ટીમના પહેલા પ્રેક્ટિસ સેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે.

BCCI અને કોહલી વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોહલી પ્રેક્ટિસ સેશન દરમિયાન એક્શનમાં જોવા મળ્યો હતો. તેણે જોરદાર પ્રેક્ટિસ કરી અને કોચ દ્રવિડ સાથે ઘણી મસ્તી પણ કરી હતી.

દ્રવિડ અને કોહલી વચ્ચે મેચ રમાઈ
પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ લાંબા સમય સુધી ફૂટબોલ અને વોલીબોલ રમતી નજરે પડી હતી. આ ગેમ દરમિયાન દ્રવિડ અને કોહલી એકબીજાને તાળી આપતા અને મજાક કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, દ્રવિડ અને વિરાટની ટીમ વચ્ચે પણ મેચ રમાઈ હતી.

ટ્રેનિંગ ટૂંક સમયમાં શરૂ થશે
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ટીમના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈએ કહ્યું હતું કે અમે મુંબઈમાં 3 દિવસ સુધી ચુસ્ત ક્વોરન્ટીન હતા. અમે 10 કલાકની લાંબી ફ્લાઈટ પછી અહીં પહોંચ્યા અને એક દિવસ ફરીથી ક્વોરન્ટીન રહ્યા હતા. અત્યારે ખેલાડીઓએ દોડવા ઉપરાંત અન્ય સ્ટ્રેન્થ પર વધુ ભાર મૂક્યો છે. આગામી દિવસોમાં ખેલાડીઓની મેચ ટ્રેનિંગ શરૂ થશે. એનાથી તેમને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.

અત્યારસુધી શું થયું?
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ રોહિત શર્માને ODI અને T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. હવે વિરાટ માત્ર ટેસ્ટમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. જોકે કેપ્ટન તરીકે રોહિતની નિમણૂક પછી એવા અહેવાલો આવ્યા હતા કે કોહલી ODIની કેપ્ટનશિપ ગુમાવ્યા પછી ગુસ્સામાં છે અને ODI શ્રેણી માટે આરામ પણ લેશે. એટલું જ નહીં, ટીમમાં કોહલી અને રોહિત વચ્ચે વિવાદ થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

જોકે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ વિરાટ કોહલી જે રીતે ટીમના સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો, એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીમમાં અત્યારે બધું બરાબર છે.

અન્ય સમાચારો પણ છે...