• Gujarati News
  • Sports
  • Cricket
  • Vikas Kohli Says I Want Virat To End The Drought Of The Century Today, Today He Has A Chance To Make History

વિરાટનો ભાઈ મેચ જોવા પહોંચ્યો:વિકાસ કોહલીએ કહ્યું- હું ઇચ્છું છું વિરાટ આ મેચમાં સદીનો દુષ્કાળ પૂરો કરે, તેની પાસે ઈતિહાસ રચવાની તક

મોહાલી5 મહિનો પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક

ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ વિરાટ કોહલી માટે ઘણી ખાસ છે. તે પોતાની 100મી ટેસ્ટ મેચ મોહાલીના સ્ટેડિયમમાં રમી રહ્યો છે. તેવામાં વિરાટ કોહલીની 100મી ટેસ્ટને યાદગાર બનાવવા માટે તેનો મોટો ભાઈ વિકાસ કોહલી પણ મેચ જોવા પહોંચ્યો છે. એટલું જ નહીં તેના કોચ રાજકુમાર શર્મા પણ વિરાટની આ ઐતિહાસિક ટેસ્ટ મેચ જોવા માટે પહોંચ્યા છે.

વિકાસે કહ્યું કોહલીએ ઘણી મહેનત પછી સિદ્ધિ મેળવી
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસે ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે વિરાટ કોહલી આ મેચમાં સદી પૂરી કરે. તે આની સાથે જ 2થી વધુ વર્ષના સેન્ચુરીના દુષ્કાળને પુરો કરવા મેદાનમાં ઉતરી શકે છે.

વિકાસે વધુમાં જણાવ્યું કે વિરાટ કોહલી ઘણી મહેનત કરીને અહીં પહોંચ્યો છે. અમે આ ખાસ સમયે દરેક ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફેન્સને થેન્ક્યૂ કહેવા માગીએ છીએ. તમારા પ્રેમના કારણે જ વિરાટનું મનોબળ મક્કમ થયું અને તે આ સિદ્ધિ મેળવી શક્યો છે. જોકે આ ઐતિહાસિક મેચ જોવા માટે અમારી માતા આવી શક્યા નથી. પરંતુ વિરાટના કોચ રાજકુમાર શર્મા સર પણ અહીં આવ્યા છે.

કિંગ કોહલીની 100મી ટેસ્ટમાં દ્રવિડે સ્પેશિયલ કેપ સોંપી
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં વિરાટે ખાસ સિદ્ધિ મેળવી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. તેવામાં આ ખાસ સિદ્ધિ માટે BCCIએ કોહલીને સન્માનિત કરવા સ્પેશિયલ કેપ બનાવી છે. જેને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે મેચ શરૂ થાય એની પહેલા વિરાટને સોંપી છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ ક્ષણમાં વિરાટની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ પણ મેદાનમાં હાજરી આપી હતી. વળી વિરાટ પણ કેપ મેળવ્યા પછી પોતાની પત્નીને ભેટી પડ્યો હતો.

રણજી મેચમાં પિતાના મોત પછી ટીમ માટે રમ્યો
2006માં રણજી ટ્રોફી મેચ દરમિયાન વિરાટના પિતાનું નિધન થયું હતું. ત્યારપછી તેણે સારી બેટિંગ કરી ફિફ્ટી ફટકારી હતી. આ અંગે પૂર્વ વિકેટ કીપર બેટર પુનીત બિષ્ટે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે અમારી મેચ કર્ણાટક વિરૂદ્ધ હતી. હું અને વિરાટ બીજા દિવસની ગેમ પૂરી થાય ત્યાં સુધી અણનમ રહ્યા હતા. આ દરમિયાન અમને વિરાટના પિતાનું નિધન થયું એની જાણકારી મળી હતી. હું જ્યારે ડ્રેસિંગ રૂમ પહોંચ્યો ત્યારે વિરાટ કોહલીની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા તે કલાકો સુધી રડતો રહ્યો હતો.

કોચ અને કેપ્ટન ચિંતિત
વિરાટને આવી રીતે તૂટેલો જોઈને કેપ્ટન મિથુન મન્હાસ અને કોચ ચેતન ચૌહાણે કોહલીને ઘરે જવા કહ્યું હતું. બધાને લાગી રહ્યું હતું કે નાની ઉંમરે કોહલી આ આંચકાને સહન કરી શકશે નહીં. તેથી બધા તેને પરિવાર સાથે જવાનું કહેવા લાગ્યા હતા. જોકે કોહલીએ આની ના પાડી અને ટીમ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તે એક એન્ડ પર રમતો રહ્યો હતો અને આ મેચમાં પુનીતે 156 રન તથા વિરાટે 90 રનની ઈનિંગ રમી હતી.

મોહાલીમાં કોહલીની 50ની એવરેજ
મોહાલીના PCA સ્ટેડિયમમાં કોહલીએ માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે અને લગભગ 50ની એવરેજથી 199 રન કર્યા છે. આ મેદાનમાં રમેલી 6 ઈનિંગમાં તે 2 વાર 50+નો સ્કોર કરી શક્યો હતો. જોકે આ દરમિયાન તે એકપણ સદી મારી શક્યો નથી.

100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી આઉટ
વિરાટ કોહલી 100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિત અને મયંકની વિકેટ પછી કોહલીએ હનુમા વિહારી સાથે 90 રનની પાર્ટનરશિપ જોડી હતી. પરંતુ તે 45 રનના અંગત સ્કોર પર એમ્બુલદેનિયાની ઓવરમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેવામાં પહેલી ઇનિંગમાં કોહલી સદી નહીં અર્ધસદી પણ ચૂકી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...