સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસની ડબલ સેન્ચુરી:વિજય હઝારે ટ્રોફીમાં મણિપુર સામે 131 બોલમાં 200 રન ફટકાર્યા, સૌરાષ્ટ્રની ટીમ 282 રને જીતી ગઈ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રનો સમર્થ વ્યાસ વિજય હજારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી ફટકારનાર 5મો બેટર બન્યો છે. તેણે રવિવારે દિલ્હીમાં એલિટ ગ્રુપ Aમાં રમાઈ રહેલી લીગમાં મણિપુર સામે 131 બોલમાં 200 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 20 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.

સમર્થ વ્યાસ પહેલા 4 અન્ય બેટર્સ વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે. કર્ણવીર કૌશલે 2018માં ઉત્તરાખંડ માટે પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તો સંજુ સેમસને 2019માં ગોવા સામે બેવડી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે પણ તે જ વર્ષે ડબલ સેન્ચુરી ફટકારી હતી. 2021માં, પૃથ્વી શોએ પણ બેવડી સદી ફટકારી હતી.

હાર્વિક દેસાઈએ પણ સેન્ચુરી ફટકારી હતી.
હાર્વિક દેસાઈએ પણ સેન્ચુરી ફટકારી હતી.

સૌરાષ્ટ્રએ મણિપુરને 282 રનથી હરાવ્યું
મણિપુરે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. આટલા મોટા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મણિપુર 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્ર માટે ઓપનિંગ કરતા સમર્થ વ્યાસે હાર્વિક દેસાઈ સાથે પહેલી વિકેટ માટે 281 રનની પાર્ટનરશિપ બનાવી હતી. હાર્વિક દેસાઈએ 107 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ સિવાય ચેતેશ્વર પૂજારાએ 40 બોલમાં 48 રન અને જેક્સને 17 બોલમાં 20 રન બનાવ્યા હતા. મણિપુર તરફથી રેસ સિંહ, વિશ્વજીતે 1-1 વિકેટ લીધી હતી.

વિજય હઝારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્લેયર્સ

પ્લેયરVSકુલ રન
પૃથ્વી શો (મુંબઈ)પુડુચેરી227* (152)
સંજુ સેમસન (કેરળ)ગોવા212* 9129)
યશસ્વી જયસ્વાલ (મુંબઈ)ઝારખંડ203 (154)
કર્ણ વીર સિંહ (ઉત્તરાખંડ)સિક્કીમ202 (135)
સમર્થ વ્યાસ (સૌરાષ્ટ્ર)મણિપુર200 (131)

સમર્થ વ્યાસ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ટૉપ સ્કોરર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ રન કરનાર સમર્થ વ્યાસ છે. તેણે 7 ઇનિંગ્સમાં 52ની એવરેજથી 314 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 177.40 હતો. તેનો શ્રેષ્ઠ સ્કોર નાગાલેન્ડ સામે અણનમ 97 રનનો હતો. તે ટૂર્નામેન્ટમાં પાંચમો ટૉપ સ્કોરર પણ છે.

ચંદીગઢ સામે 61 રન બનાવ્યા
વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં સમર્થ વ્યાસે શાનદાર શરૂઆત કરી છે. ચંદીગઢ સામેની પ્રથમ મેચમાં તેણે 64 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે બીજી મેચમાં 200 રન બનાવ્યા હતા.