તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનુમા પાવર:ટીકાકારના 50 શબ્દો પર વિહારીનો 1 શબ્દ પડ્યો ભારે, ભાજપના MP સુપ્રિયોને એવો કર્યો ટ્રોલ કે ટ્વિટર થઈ ગયું આફરીન

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે. સિડની ખાતે 407 રનનો પીછો કરતા ભારતીય ટીમે 131 ઓવરમાં 5 વિકેટે 334 રન કર્યા હતા. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયાએ છેલ્લા 41 વર્ષમાં ક્યારેય ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં આટલી ઓવર બેટિંગ કરી નથી. તેમણે છેલ્લે 1979માં પાકિસ્તાન સામે દિલ્હી ખાતે 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી.

મેચ ડ્રો રહી તેમાં હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનની ભાગીદારી મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 258 બોલમાં 62* રનની ભાગીદારી કરી. વિહારીને હેમસ્ટ્રીંગની ઈજા થઈ હતી તેમ છતાં તેણે 3.5 કલાક બેટિંગ કરી હતી અને 161 બોલમાં 23* રન કર્યા હતા. જો કે, ભાજપના MLA સુપ્રિયો બાબુલે વિહારીની ભારે ટીકા કરી હતી.

બાબુલે કહ્યું, વિહારીએ ક્રિકેટની હત્યા કરી
મેચ ડ્રો થઈ તે પછી જ્યાં ચારેકોર વિહારીના વખાણ થઈ રહ્યા હતા, ત્યાં સુપ્રિયોએ કહ્યું કે, "વિહારીએ 7 રન કરવા માટે 109 રન લીધા. તેણે ન માત્ર ભારત પાસેથી ઐતિહાસિક જીત મેળવવાની તક ઝડપી લીધી, પરંતુ ક્રિકેટની હત્યા પણ કરી નાખી." તેમણે વધુમાં ઉમેર્યું કે, હા મને ખબર છે કે મને ક્રિકેટ વિશે કંઈપણ ખબર નથી.

વિહારીનો જવાબ
ભારતના મિડલ ઓર્ડરના બેટ્સમેન વિહારીએ બે દિવસ પછી બાબુલની એ ટ્વીટ પર જવાબ આપ્યો છે. તેણે લખ્યું, "વિહારી." ખરેખરમાં સુપ્રિયોએ જે ટ્વીટ કરી હતી તેમાં તેણે હનુમા વિહારીની જગ્યાએ હનુમા બિહારી લખ્યું હતું.

સેહવાગે લખ્યું- અપના વિહારી સબ પર ભારી

ટ્વિટર થયું આફરીન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser